‘એક વિદ્યાલયનું શિક્ષણ’ બની રહે એવા સ્વામી પ્રેમેશાનંદના વાર્તાલાપનાં સંસ્મરણોના સ્મૃતિલેખનની પૂર્વભૂમિકા અંગે આગળના અંકમાં જોયું, હવે આગળ…

‘એક વિદ્યાલયનું શિક્ષણ’ બની રહે એવા સ્વામી પ્રેમેશાનંદના વાર્તાલાપનાં સંસ્મરણોના સ્મૃતિલેખનની પૂર્વભૂમિકા અંગે આગળના અંકમાં જોયું, હવે આગળ…
૨૯-૯-૫૮
મહારાજ બોલ્યા, ‘તમે અંગે્રજી ભણેલા બાબુઓ, તમારાથી બહુ ડર લાગે. ગુરુ જે કંઈ કહે તેમાં, જે સરળ કે મૂર્ખ હોય તે સહજ-સરળતાથી વિશ્વાસ રાખે. પરંતુ તમે તો પોતપોતાની બુદ્ધિથી વિચારીને બધું ધાનનું ધૂળ કરી નાખો. તમારી ક્ષયદિય (મજ્જાતંતુ) પ્રબળ છે, પરંતુ પ્રાણનો અભાવ છે. જો વિચાર કરીને ભરપાઈ કરી શકો તો વિચાર કરતાં કરતાં એક એક કરીને પંચકોષ ખૂલી જાય. એ માટે લોકોને દેખાડવા જપ કે ધર્મકર્મ કરવાં ન પડે.
હું દ્રષ્ટા, સાક્ષી. પ્રાણ, મનબુદ્ધિ, દેહ, ઇન્દ્રિય પરસ્પરની સહાયતાથી કામ ચાલે છે. હું કેવળ જોઉં છું. તે જ અખંડ ચિત્ જ ચિંતન કરતાં કરતાં ૫૦ વર્ષમાં અચાનક સમજી લેશે.
તમને જો તીબતફિંક્ષશિંફહ રજ્ઞજ્ઞમ આપી શકત તો બાર વર્ષમાં એક નાની એવી સમાધિ કરાવી આપત. જુઓ, તમારી પ્રાણશક્તિનો લેશ માત્ર પણ બગાડ ન થાય એ જોવું. જરૂરત વગર કોઈને ગુસ્સે કરીને પોતાને પરેશાન કરતા નહીં. એક દિવસ ગુસ્સો કરીને ધ્યાનમાં બેસો ત્યારે ખબર પડશે કે ગુસ્સાનું ફળ કે પરિણામ શું છે? અને ત્યારે મન કેવું થાય છે તે સમજી શકશો.
તમે સૌ જે ઘી વગેરે.. ખાઓ નહીં, એને લીધે જે વીર્યસંચય થાય છે તેનો જો થોડો પણ બગાડ ન થાય. ધ્યાન કરવામાં કેવું માનસિક તાણ થાય છે તે જોયું
છે ને! માથું ઝણઝણી ઊઠશે.’
સેવકે આશ્રમની વિવિધ વિષમતાની વાત ઉપાડી ત્યારે મહારાજ બોલ્યા, ‘પૃથ્વી પર કયો માણસ કેટલો નીચે ગયો તેની જાણ લેવાની શી જરૂર છે? તમે પોતાના તરફ જ દૃષ્ટિ રાખો. સંસારમાં ઢોંગી સાધુનો અભાવ નથી. કેટલી જાતની ઠગબાજી, ચાલાકી દ્વારા જે ઢોંગી સાધુઓ લોકોને છેતરે છે તેનો કોઈ હિસાબ નથી. પરંતુ જેઓ ઠીક છે તેઓ પણ તેવા, તેવો છેતરવાનું જ પસંદ કરે, પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે નહીં!’
સંન્યાસીઓએ ક્યારેય ગૃહસ્થો સાથે હળવું-ંભળવું ન જોઈએ. ગૃહસ્થો સંન્યાસીના ભાવને સમજી શકે નહીં. મારા પત્ર લખવાનું જોઈને એક બાબુ કહે કે આટલા લોકોની સાથે સંપર્ક રહે તો, તેઓ પૈસા મોકલશે. અને એ બાબુ મને કહે કે હું લોકોના મનને સમજીને વાત કહું, જેથી તે હાથમાં રહે. તેઓને કઈ રીતે સમજાવવું કે સાધુઓ સમદર્શી હોય તેથી વધારે હળવા-મળવાથી બંનેનું નુકશાન!
સામાન્ય લોકોને સમજાવવું બહુ કઠિન. તેથી તો આપણાં પુરાણ બધું વધારીને કહે. ભગવાન માટે સવિશેષ ત્યાગ કરવો પડે – એ કઈ રીતે સમજાવવું? મહારાજે કહ્યું, ‘એક જણે ૬૦ હજાર વર્ષ સુધી નીચે મૂંડી રાખીને તપસ્યા કરી હતી. ભયિમીહજ્ઞીત (ભોળા) લોકો માંે ફાડીને, આંખો પહોળી કરીને કહેશે, ‘અરે, બાપ રે!’ એકવાર પણ વિચાર કરશે નહીં કે આનો અર્થ શો છે.
સંસારમાં કોઈ ખરાબ નથી. ખરાબ એટલે તેઓ ક્યાંય suit (બંધબેસતા) થતાં નથી. તેને યોગ્ય જગ્યા આપો તો shine (ઝળકી ઊઠશે) કરશે. તેથી બધાની સાથે તાલમેલ ગોઠવીને બુદ્ધિમાનની માફક ચાલશે. બધા જ જો એક ભાવના લોકો હોય તો progress ખૂબ ઝડપથી થાય. જેમ કે બધાં જ એક સાથે ઊઠીને, ઠાકુરઘરના ભંડારમાં બધાં જ સાથે મળીને કામકાજ કરે તો બીજાને સહાય કરીને તેમનાં સુખદુ :ખ ભળી જાય, નહીં તો bachelor’s mess ના જેવું થશે. સાધુના વેશમાં પછી બડબડ કરીને mechanical (યાંત્રિક રીતે) જપ કરવાનું થશે.
સાંભળ્યું છે કે એક વ્યક્તિએ પોતાના ઘરમાં મારી એક તસ્વીર રાખી છે. સાંભળીને હું નાખુશ થયો, આ તો વળી રજોગુણી, તેથી કંઈ બોલ્યો નહીં.’
કોઈ એક સંન્યાસીએ પ્રશ્ન કર્યો, ‘ત્યારના સમાજ વિશે સાંભળ્યું છે કે અનેક લોકો જ્ઞાની-ગુણી હતા; અત્યારના બધા લોકો ઉપરછલ્લા વિદ્વાન છે. એમનામાં ઊંડાણ નથી.’
સ્વામી પ્રેમેશાનંદ- ‘એક દિવસ સુયોગ મળશે ત્યારે તમને તે વખતના સમાજ વિશે કહીશ. સાંભળશો તો કાનમાં આંગળાં નાખીને ભાગી જશો. બધા પંડિત હતા, પરંતુ નિરર્થક બકવાસમાં સમય નકામો વિતાવતા. તો ઠાકુર શા માટે આવ્યા? તમને બે શ્લોક કહીશ, તેનો અર્થ કહો તો જોઉં. પંડિતો તે બધંુ લઈને મશગૂલ રહેતા. કયાં ભગવાન! ક્યાં વૈરાગ્ય!
‘કેશવં પતિતં દૃષ્ટ્વા દ્રોણ હર્ષમુપાગતા :—।
રુદન્તિ પાણ્ડવા : સર્વે હા કેશવ હા કેશવ ।।
ક = જળ, પાંડવ = શિયાળ, દ્રોણ = કાગડો
અર્થાત્ જળમાં શબને જોઈને કાગડા ખુશ થઈ ગયા, પરંતુ શિયાળ વિલાપ કરવા લાગ્યાં, હાય! હાય! શબ પાણીમાં છે! (અર્થાત્ આપણે એ નહીં ખાઈ શકીએ.)’
સેવક- ‘મહારાજ! આપે બીજો શ્લોક કહ્યો નહીં?’ મહારાજ- ‘હા, તમને યાદ છે, હું જોઈ રહ્યો છું!
હનુમતા હતારામ સીતાહર્ષમુપાગત :—।
રુદન્તિ રાક્ષસા : સર્વે હારામ હારામ ।।
આરામ = બગીચો, હનુમાને અશોક વાટિકાનો ધ્વંશ કર્યા પછી સીતા પ્રસન્ન થયાં. અને બધા રાક્ષસો, ‘હાય બગીચો, હાય બગીચો!’ કહીને રોવા લાગ્યા.’
૧૧-૧-૫૮
મહારાજ- ‘હું તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એમ બક્યે જાઉં છું. શું તમે કાંઈ સમજો છો? તે દિવસે એક સાધુ શું કહી રહ્યા હતા એ જાણો છો? તેઓ કહી રહ્યા હતા ‘બ્રહ્મ, બ્રહ્મ’ કહીને પ્રેમેશ મહારાજ છોકરાના કાનના કીડા મારી નાખશે. અંતે તે છોકરો ભાગી જશે. એટલે પૂછું છું કે શું તમે આ સમજી રહ્યા છો? તમને કંઈ કષ્ટ તો થતું નથી ને?’
સેવક- ‘શું કષ્ટ પડે તો હું રહું ખરો?’
મહારાજ- ‘બતાવો તો જોઉં, તમે કેટલું સમજી શક્યા છો?’
સેવક- ‘ત્રણ પ્રકારનાં શરીર હોય છે- સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સૂક્ષ્મ શરીરમાં ભૂત-પ્રેતયોનિ જોવા મળે છે. અર્થાત્ અધિકાંશ – મોટાભાગના બેહોશ થઈને ઘૂમતા રહે છે. કારણ શરીરમાં આવું જ્ઞાન થાય છે કે હું પ્રાણ નથી, મન નથી, બુદ્ધિ નથી અને શરીર નથી. હું સત્-ચિત્-આનંદ સ્વરૂપ છું. એનું મરણ પણ નથી અને જન્મ પણ નથી.
પ્રશ્ન- ‘એક માણસનું મૃત્યુ થયું છે. અમે લોકો સમજીએ છીએ કે તે વ્યક્તિ હવે રહી નથી. ત્યારે આવા લોકો કે વસ્તુઓ ક્યાં રહે છે?’
મહારાજ- ‘શરીરમાં જે ચૈતન્ય રહેલું છે તે વિભિન્ન શરીરમાં ભિન્ન ભિન્ન પરિમાણમાં પ્રકાશિત થાય છે, અર્થાત્ મનુષ્યમાં હોશ, સમજવાની શક્તિ વધારે હોય છે, કૂતરામાં ઓછી હોય છે. કોઈ મનુષ્યના હાથમાં કટારી હોવાથી કંઈ પણ કાપી શકે છે, મોટી કટારી હોય તો વધારે પ્રમાણમાં કાપી શકે છે કે નહિ? એવું જ મનુષ્યનું શરીર છે, પશુ આદિનાં શરીર છે. ચૈતન્ય અને ચેતના બંન્ને પૃથક્ વસ્તુ છે.’
૧૧-૧૦-૫૮
મહારાજ- ‘જો તમે ચૈતન્ય અને ચેતનામાં ભેદ સમજી શકો છો, તો હું નિશ્ચિંત બનીને મરી શકું છું. જરા એટલંુ બતાવો કે ચૈતન્ય અને ચેતના છે શું?’
સેવક- ‘ચૈતન્ય જ્યારે પંચકોશ દ્વારા અભિવ્યક્ત થાય છે ત્યારે ચેતના બની જાય છે. અર્થાત્ આપણા આ શરીરની અંદર જે હોશબોધ છે, ચેતના છે, એટલે કે ‘હું હું’ કરવું એ જ ચેતના છે. શરીરને સ્પર્શ કરવાથી હું અનુભવ કરું છું કે તમારા શરીરનો સ્પર્શ થયો છે. આ જ ચેતના છે. પરંતુ આ ચેતના આપણી ભીતર રહેલ ચૈતન્યને કારણે છે. ચેતના ચૈતન્યનો અલ્પ પ્રકાશ માત્ર છે.’
મહારાજ- ‘બરાબર કહો છો. હાંડીમાં ભાત રાંધેલો છે. ઉપરથી જોઉં છું તો ભાત ગરમ છે. કારણ કે અગ્નિમાં દાહકશક્તિ છે. અહીં દાહકશક્તિ ચૈતન્ય છે અને ગરમ થવું એ ચેતના છે. આ ચૈતન્ય જ સચ્ચિદાનંદ છે. પ્રત્યેક જીવાત્મા એ જ સચ્ચિદાનંદ  છે.
એ જ અખંડ ચૈતન્યે ઇચ્છા કરી કે હું અનેક થઈશ. ત્યારે તે અનેક થઈ ગયા. જેમ કે સમુદ્રનું પાણી જામીને બરફ બની જાય છે. બરફ પણ એ જ જળની અન્યરૂપે અભિવ્યક્તિ છે. બરફ જાણે છે કે તે જળનો જ પ્રકાશ છે. ત્યાર પછી તે જળરૂપી જીવાત્મા સ્વયંને માયાના આવરણથી ઢાંકી દે છે. ત્યારે તન-મન-પ્રાણ-બુદ્ધિમાં પ્રવેશ કરીને તે ભૂલી જાય છે કે તે જીવાત્મા છે. તે પોતાને મનુષ્ય માનવા લાગે છે. જીવનમાં ધક્કા ખાઈ ખાઈને વિચારે છે કે એમાંથી નીકળવાનો કોઈ માર્ગ નથી. ત્યાર પછીથી જ વૈરાગ્ય શરૂ થાય છે. ત્યાર બાદ જ ઈશ્વરચિંતન થવા લાગે છે.’
સેવક- ‘આવરણ અને વિક્ષેપ વિશે થોડું કહેશો?’
મહારાજ- ‘ધારો કે એક નદીના કિનારે બે છોકરા રમે છે. અચાનક એક છોકરો સાવ કિનારાની ધારે ચાલ્યો જાય છે, બીજો છોકરો ડગલું ભરે તે પહેલાં જ પહેલો છોકરો ઊંડા અને ઝડપથી વહેતા ધરામાં ડૂબી જાય છે. હું ઘણે દૂરથી નિશ્ચિંત બનીને બેઠો બેઠો આ દૃશ્ય જોઈ રહ્યો હતો. છોકરાને એ સ્થાન પર એ અવસ્થામાં જોતાં જ મારા હૃદયમાં ઘોર શંકા જાગી. અને હું ચિત્કાર કરી ઊઠ્યો. અર્થાત્ હું મારું પોતાનું અસ્તિત્વ ભૂલીને છોકરાના અસ્તિત્વની સાથે પોતાને સંમિશ્રિત કરી દઉં છું. એટલે કે થોડા સમય માટે હું જે સુરક્ષિત સ્થાન પર છું એના જ્ઞાનને પણ ઢાંકી દઉં છું અને છોકરાની સાથે એક થઈ જાઉં છું. આને જ કહે છે, આવરણ અને વિક્ષેપ.
નતમારી પાસે એક સુંદર ટોર્ચ છે. થોડા દિવસ પહેલાં તમને કોઈએ આપી છે. અચાનક એક દિવસ સાંજે કોઈ બીજાના હાથમાં એવી જ ટોર્ચ જોઈને તમારા મનમાં થશે કે મારી ટોર્ચ એમના હાથમાં કેવી રીતે ગઈ? આ ક્રિયામાં આવરણ અને વિક્ષેપનો કેવો ખેલ થયો! પહેલાં પોતાની ટોર્ચ મેળવવી એટલે કે એ ટોર્ચને બે દિવસ પાસે રાખવાથી જ એની સાથે એકાત્મ થઈને ભૂલી ગયા છો કે તમારી ટોર્ચ એવી ન હતી. એવી જ ટોર્ચ બીજી પણ હોઈ શકે, એ પણ ભૂલી ગયા. ઠીક એવી જ રીતે આપણે લોકો આ દેહને પોતાનો માની લઈએ છીએ. એનું કારણ એ છે કે પહેલાંના જન્મોમાં કેટકેટલા પ્રકારનું શરીર ધારણ કર્યું હતું. પ્રત્યેક વખતે પોતાના સ્વરૂપને ભૂલીને શરીરના સુખે સુખી અને દુ :ખે દુ :ખી થવાનો અનુભવ કર્યો છે.’’
પ્રેમેશ મહારાજ રસમય અને વિનોદી વ્યક્તિ હતા. શાસ્ત્રચર્ચાની વચ્ચે અમારા સૌની સાથે હસીમજાક પણ કરતા. એક ઘટના યાદ આવે છે. કોઈ કોઈ વ્યકિતને ખરાબ ટેવ હોય છે – છાનામાના બીજાની વાત સાંભળવાની. એક સજ્જને પ્રેમેશ મહારાજને એક ચટાઈ આપી હતી. મહારાજની પાસે પહેલેથી જ એક ચટાઈ હતી. એટલે એમણે બીજી ચટાઈ એક બ્રહ્મચારીને આપી દીધી. તેના ઓરડામાં વચ્ચે વચ્ચે કોઈ શ્રીનાથને મળવા જતો હતો. શ્રીનાથ ખેતીવાડીનું કામ કરતો. એક સજ્જને તે ઓરડામાં જઈને જોયું કે બ્રહ્મચારીની પથારીમાં ચટાઈ છે. તે સજ્જન એ ચટાઈને હાથથી સ્પર્શીને જુએ છે. શ્રીનાથે કહ્યું, ‘પ્રેમેશ મહારાજે મને આપી છે.’ એ સાંભળીને તે સજ્જન બોલી ઊઠ્યો, ‘એટલે જ કહું છું, બ્રહ્મચારી થઈને આ બધાનો કેવો ઉપયોગ કરે છે.’ પ્રેમેશ મહારાજને આ બધી વાત પેલા ભાઈએ કહી દીધી. મહારાજે પણ અમે ત્યાં ગયા ત્યારે કહ્યું, ‘બ્રહ્મચારી આ બધી વસ્તુનો કેવો ઉપયોગ કરે છે.’ અમે બધા ખડખડાટ હસવા લાગ્યા.
મહારાજજી એક દિવસ અમને પોતાના જીવનની કેટલીક ઘટનાઓ કહી રહ્યા છે. તેઓ કહે છે, ‘શિલેટમાં ગોપેશ, સૌમ્યાનંદ, દેવેશ અને હું ઠાકુરના નામમાં આનંદથી મતવાલા બની જતા. એક સજ્જન ગંભીર મુખ કરીને એક દિવસ સૌમ્યાનંદને કહે છે, ‘તમે લોકો ‘હાઈસ્ય ના, હાઈસ્ય ના’ – અર્થાત્ તમે લોકો હસો નહીં, હસો નહીં. તમે લોકો બ્રહ્મચારી છો હાઈસ્ય ના.’ અમે એ સાંભળીને હસીમજાક કરતા, ‘તમે લોકો હાઈસ્ય ના, હાઈસ્ય ના.’
મહારાજની સાથે એક દિવસ શાસ્ત્રચર્ચા થઈ રહી છે. તિથિ યાદ નથી.
મહારાજ- ‘તમને મેં આટલી વાર સુધી અવસ્થાત્રય અને સાક્ષી વિશે કહ્યું છે. તમે એમાંથી શું સમજ્યા, એ વિશે થોડું કહો તો.’
સેવક- ‘સામાન્ય વ્યક્તિની ત્રણ પ્રકારની અવસ્થા હોય છે – જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થામાં આપણે કર્મ કરીએ છીએ. એ સમયે લોકોના અન્નમય અને પ્રાણમય કોષ સજગ રહે છે. અન્નમય અને પ્રાણમય કોષ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય દ્વારા કાર્ય કરે છે. સ્વપ્નાવસ્થામાં મન અને બુદ્ધિ કાર્ય કરે છે. મનોમય અને વિજ્ઞાનમય સજગ રહે છે, પરંતુ સ્થૂળજગતનાં કાર્ય આવૃત રહે છે. સુષુપ્તિ અવસ્થામાં પ્રાણ સિવાય અન્ય કોઈ વસ્તુ ક્રિયાશીલ રહેતી નથી. ‘હું’, અહંકાર સાવ નહીં જેવો થઈ જાય છે. મનનો બુદ્ધિમાં લય થઈ જાય છે. બુદ્ધિ અજ્ઞાનમાં લય પામે છે. હું મૂળ આત્માનો અનુભવ કરું છું.’
મહારાજ- ‘જોઈ જ રહ્યા છો, મારી ક્રમશ : ત્રણ અવસ્થા થઈ રહી છે. હું કોઈમાં પણ સ્થિર રહેતો નથી. એટલે હું ત્રણ અવસ્થાઓનો સાક્ષી છું. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે – હું કોણ છું?’
સેવક- ‘શું આપણે પોતાના સ્વરૂપને ઓળખી શકતા નથી?’
મહારાજ- ‘જેવું આપણે વિચારીએ છીએ, આપણી બુદ્ધિમાં પણ એવો જ ભાવ ઉત્પન્ન થાય છે અને મનને એ બાજુ સંચાલિત કરે છે. કેટલાય યુગોથી આપણે લોકોએ બુદ્ધિને આહાર, નિદ્રા અને મૈથુનમાં પરિચાલિત કરી છે. એટલે એને એ બાજુએ જવાનો અભ્યાસ થઈ ગયો છે. હવે ફરીથી જો એને સારી દિશામાં કેટલાય વર્ષ સુધી લગાડાય તો તે ફરીથી સારી દિશામાં જ જશે. તે સ્વયં જડ છે. એને જેમ ચલાવશો તેવી રીતે ચાલશે.
પોતાની ઇચ્છાથી જ શરીર અને મનના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જો અંગ્રેજોથી બચવું હોય તો અરવિંદના પોંડિચેરીમાં જઈને આશ્રય લેવો પડે. તે જ રીતે જો મનને કામક્રોધથી બચાવવું હોય તો ભગવાનનું શરણ લેવું પડે.’
સેવક- ‘શા માટે?’
મહારાજ- ‘ કારણ કે જે વ્યક્તિએ કામ, ક્રોધ અને લોભ પર વિજય મેળવ્યો છે, તેમણે કયા પ્રકારે તેના પર વિજય મેળવ્યો હોય તે જાણવું, તેનું અનુસરણ કરવું જોઈએ. એના દ્વારા પણ ઈશ્વરનું ધ્યાન અને ચિંતન કરવાનું હોય છે.         (ક્રમશ 🙂
Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.