શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂરરાહતકાર્ય
તા ૧૫ અને ૧૬ જુલાઈ, ૨૦૧૫ એમ બે દિવસ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અમરેલી જિલ્લાના કુકાવાવ, લિલિયા, ધારી, બગસરા અને સાવરકુંડલા તાલુકાનાં બોરાળા, સોનારિયા, નાના ગોખરવાળા, ચાંદગઢ, ગાવડકા, બાબાપુર, વગેરે પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની ક્ષતિગ્રસ્ત બનેલી ૧૩ શાળાના ૨૦૦૦ વિદ્યાર્થીઓમાં વિવિધ લેખનસામગ્રી સહિતની સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ડભોઉની શ્રી બી.બી. પટેલ હાઇસ્કૂલના તેમજ આણંદની કોલેજના વિદ્યાર્થીઓ માટે ૨૭ અને ૨૮ જૂન, ૨૦૧૫, એમ બે દિવસની નિવાસી શિબિરનું આયોજન થયું હતું.
૪ અને ૫ જુલાઈ, ૨૦૧૫ના રોજ અમરેલીની વી.ડી. કાણકિયા આર્ટ્સ કોલેજ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે બે દિવસની નિવાસી શિબિરનું આયોજન થયું હતું.
૧૧ અને ૧૨ જુલાઈ, ૨૦૧૫ના રોજ પોરબંદરની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે બે દિવસની નિવાસી શિબિરનું આયોજન થયું હતું.
રામકૃષ્ણ મિશન, લીંબડી
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૨૭ જૂન, ૨૦૧૫ના રોજ શ્રીકિરીટ સિંહ રાણા (ધારાસભ્ય)ના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં લીંબડીની જુદી જુદી ૧૫ શાળાના ૨૨૫ વિદ્યાર્થીને ગણવેશ અપાયા હતા.
માર્ચ-૨૦૧૫માં લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં લીંબડી શહેરની શાળાઓમાં પ્રથમ આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા તા. ૧૪ જુલાઈ, ૨૦૧૫ના રોજ ઈનામવિતરણ કાર્યક્રમ સ્વામી સર્વસ્થાનંદની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં શ્રીકિરીટસિંહ રાણા તેમજ શ્રીભદ્રાયુ વચ્છરાજાની (ડાયરેક્ટર, એજ્યુ. અદાણી ફાઉન્ડેશન) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા
સંસ્થા દ્વારા ૨૮ થી ૩૦ જૂન, ૨૦૧૫ના રોજ અખિલ ભારતીય યુવનેતૃત્વ શિબિરનું આયોજન થયું હતું. આ પ્રસંગે યુવા અને રમતગમત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીસર્વાનંદ સોનોવાલે આ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે યુવાનોને જીવનમાં કંઈક પ્રાપ્તિ કરવા, સમાજની સેવા કરવા અને આદર્શ નેતા બનવા આહ્વાન કર્યું હતું. આ શિબિરમાં ૧૫ રાજ્યના ૭૦૦ યુવાનોએ ભાગ લીધો હતો. માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર પ્રથમ અપંગ મહિલા પદ્મશ્રી અરુણિમા સિંહા, તેંજીન નોર્ગેનો એવોર્ડ મેળવનાર ભક્તિ શર્મા, રાષ્ટ્રિય બાલશ્રી એવોર્ડ મેળવનાર પ્રિયા અગ્રવાલ, રાષ્ટ્રિય વીરતા પુરસ્કાર મેળવનાર ઝીલ મરાઠે અને સંન્યાસીઓએ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવનાર મેનેજમેન્ટ ગુરુ શ્રી જી. નારાયણ, બીવીજી ગુ્રપના ચેરમેન શ્રી એસ. ગાયકવાડ, સુખ્યાત લેખિકા જ્યોતિબહેન થાનકી અને યુવાનોના માર્ગદર્શક ડૉ. જયેશ શાહે આ યુવાનોને સંબોધ્યા હતા. આ શિબિરમાં દ્રશ્ય-શ્રાવ્યના કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અને છત્તીસગઢના ગુ્રપ દ્વારા આદિવાસી નૃત્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો. શૈક્ષણિક પ્રવાસોનું પણ આયોજન થયું હતું. શિબિરના અંતે ભાગ લેનાર યુવકોમાંથી કેટલાકે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
Your Content Goes Here