सङ्गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ।।
હે સ્તોતાઓ! આપ પરસ્પર હળી-મળીને ચાલો, પરસ્પર મળીને સ્નેહપૂર્વક વાર્તાલાપ કરો. આપના મનની જેવી વિચારધારાવાળા બનીને
જ્ઞાનાર્જન કરો. જે રીતે પૂર્વકાળમાં સજ્જનોએ એક સાથે મળીને યજ્ઞાદિ કાર્યોને કરતાં દેવોની ઉપાસના કરી હતી, તેવી રીતે આપ બધા એક
મત બની જાઓ.
(ઋગ્વેદ : ૧૦.૧૯૧.૨)
यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति ।
सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ।।
જે માણસ બધાને પોતાના આત્મામાં જ જુએ છે અને બધામાં પોતાના આત્માને નિહાળે છે
તે ક્યારેય કોઈને ધિક્કારતો નથી.
(ઈશોપનિષદ : ૬)
Your Content Goes Here