प्रातर्नमामि ललिताचरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् ।
पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वजसुदर्शनलाञ्छनाढ्यम् ।।3।।
ભક્તોને ઇચ્છિત ફળ આપનારાં, સંસારસાગર માટે સુદૃઢ જહાજરૂપ, કમલાસન પર વિરાજેલ બ્રહ્માજી આદિ દેવતાઓથી પૂજિત; પદ્મ, અંકુશ, ધ્વજા તેમજ સુદર્શન વગેરે મંગલકારી ચિહ્નોથી યુક્ત છે તેવાં શ્રીલલિતાદેવીનાં ચરણકમળોમાં હું પ્રાત :કાળમાં નમસ્કાર કરું છું.
प्रातर्वदामि ललिते तव पुण्यनाम कामेश्वरीति कमलेति महेश्वरीति ।
श्रीशाम्भवीति जगतां जननी परेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति ।।5।।
હે લલિતાદેવી! હું તમારાં પુણ્યદાયી કામેશ્વરી, કમલા, મહેશ્વરી, શાંભવી, જગજ્જનની, પરા, વાગ્દેવી તથા ત્રિપુરેશ્વરી આદિ નામનું પ્રાત :કાળમાં વાણી દ્વારા ઉચ્ચારણ કરું છું.
Your Content Goes Here