રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૪ – ૨૦૧૫ દરમિયાન થયેલ રૂપિયા ૪૬૬.૯૦ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ
રામકૃષ્ણ મિશનની ૧૦૬મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૨૭ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરે ૩.૩૦ કલાકે યોજાઈ હતી.
આંતરસાંસ્કૃતિક સંવાદ, સામાજિક એકતા, શાંતિ એવં અહિંસા સંવર્ધનનાં ક્ષેત્રોમાં કાર્ય કરવા UNESCOએ રામકૃષ્ણ મિશન સાથે છ વર્ષ માટે અધિકૃત સંબંધોનું જોડાણ કર્યું છે.
‘માનવીય ઉત્કૃષ્ટતા અને સમાજ-વિજ્ઞાન’ના પ્રાસ્તાવિક કેન્દ્ર ‘વિવેક તીર્થ’, રાજારહાટ, ન્યુ કોલકાતાનો શિલાન્યાસ બંગાળના માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે થયો.
International Diabetes Federation (IDF), Brussels, Belgium, દ્વારા વૃંદાવન કેન્દ્રના Certified Diabetes Educator-India (CDEI) કાર્યક્રમ હેઠળ સ્વાસ્થ્ય સંરક્ષક પ્રશિક્ષકોને ડાયાબીટીસ સંબંધિત ઉત્તમ શિક્ષણ૫્રસાર આપવા માટેે માન્યતા આપી છે.
શિલોંગ કેન્દ્રને ‘Christ School International’ અને ‘Don Bosco Centre for Indigenous Cultures’ દ્વારા ઉત્તર-પૂર્વીય ક્ષેત્રોમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ સેવાકાર્યોને માન્યતા પ્રદાન કરતા ‘યુવા તથા શિક્ષા પારિતોષિક ૨૦૧૪’ થી નવાજવામાં આવ્યું હતું.
‘સ્વચ્છતા’ – ભારતીય પરંપરાનું એક પ્રમાણિત ચિહ્ન – ભારત સરકાર દ્વારા સુનિયોજીત માન્યતા પ્રાપ્ત ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત બધાં કેન્દ્રોએ પોતાની આસપાસનાં ક્ષેત્રોમાં સાફસફાઈના કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
૨૦૧૦ થી ૨૦૧૪ સુધી ભારતભરમાં ચાર વર્ષ સુધી ચાલેલાં સેવાકીય કાર્યો પાછળ રૂપિયા ૯૩ કરોડ વાપરવામાં આવ્યા. તેનો સંક્ષિપ્ત અહેવાલ આ સાથે સામેલ છે.
હિમાચલ પ્રદેશના શિમલામાં રામકૃષ્ણ મિશનના એક નવા શાખાકેન્દ્રનો પ્રારંભ થયો હતો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બૈરગાછીમાં સારગાછીનું નવું ‘સેવાવ્રત’ નામનું ઉપકેન્દ્ર શરૂ થયું. બાંગ્લાદેશમાં જેસોરનું ‘નારાઇલ’ નામનું ઉપકેન્દ્ર શરૂ થયું છે.
શિક્ષણક્ષેત્રમાં નવીન વિકાસ ઉપક્રમો
૧. આલો (અરુણાચલ), ચેન્નઈ મિશન આશ્રમ (તામીલનાડુ) અને દેવઘર (ઝારખંડ) કેન્દ્રોમાં (કોમ્પ્યુટર દ્વારા અપાતાં શિક્ષણવાળા) ‘સ્માર્ટ ક્લાસ’નો શુભારંભ.
૨. આસામના કરીમગંજ કેન્દ્રમાં કોમ્પ્યુટર વર્ગનો આરંભ થયો છે.
૩. દિલ્હી કેન્દ્ર દ્વારા દિલ્હી એનસીઆર, ભોપાલ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતાની ૭૦૦ સીબીએસસી શાળાના વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપવા માટે ૧૭૦૦ શિક્ષકોને તાલિમ અપાઈ હતી.
૪. ગુવાહાટી કેન્દ્ર દ્વારા આસામી ભાષામાં ‘વિવેક ભાસ્કર’ નામની ત્રૈમાસિક પત્રિકાનો શુભારંભ થયો.
આરોગ્યક્ષેત્રની નવીન ઉપલબ્ધિઓ
૧. લખનૌ કેન્દ્રની હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાવાળા બે Modular Operation Theatres અને Acupuncture Clinicનો શુભારંભ.
૨. સેવા પ્રતિષ્ઠાન કોલકાતામાં Cardiac Care Centreનો શુભારંભ. જેમાં High Dependency Unit, Cath. Lab, Cardio-thoracic Vascular Surgery Unitનો સમાવેશ છે.
૩. વૃંદાવન કેન્દ્રમાં નવા Emergency વિભાગનો શુભારંભ થયો.
૪. દિલ્હી કેન્દ્રના ટીબી ક્લિનિકમાં Fundus Fluorescein Angiography (FFA) સાધનોનું નવીનીકરણ કરવામાં આવ્યું.
ગ્રામીણ વિકાસ ક્ષેત્રના નવીન પ્રકલ્પો
૧. રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા ‘Integrated Watershed Management’ કાર્યક્રમ હેઠળ ૨૨૮ percolation tanksનું નિર્માણ; અંગારા ક્ષેત્રના પિપ્રાબેરા, સિમ્રાબેરા, રુપ્રુ અને ઝરનાપાની ગામે વિદ્યુતપ્રવાહ વગર વહેતી નહેરોનું (Gravity Irrigation Systems) નિર્માણ થયું.
૨. આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી જિલ્લાના રામપાચોદવરમ ગામમાં રાજમુંદ્રી કેન્દ્ર દ્વારા આદિવાસી માટે ૨૦૦૦ લીટર/કલાકની શક્તિ ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાંટનું નિર્માણ.
૩. નારાયણપુર કેન્દ્રે વિવિધ યોજનાઓ હેઠળ ૬ ગામની ૧૦૫ હેક્ટર જમીનનો વિકાસ કર્યો અને ૨૦ આંગણવાડી દ્વારા ૬૦૦ બાળકોને મદદ કરી.
રામકૃષ્ણ મઠની વિવિધ યોજનાઓ
૧. બાગબઝાર (પશ્ચિમ બંગાળ) માં ‘મા શારદા સ્વાવલંબી તાલિમ કેન્દ્ર’નો આરંભ.
૨. કેરળના પાલઈ કેન્દ્રમાં નવનિર્મિત હોમિયોપથિ આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન.
૩. કર્ણાટકના પૂન્નમપેટ કેન્દ્રમાં સ્વાવલંબી તાલીમ કેન્દ્રનો પ્રારંભ થયો. જેમાં સીવણ, ભરતકામ, ડ્રાઈવીંગ, નેચરોપથિ સહકાર્યકરની તાલીમ મળે છે.
૪. વડોદરામાં જ્યાં સ્વામી વિવેકાનંદ ૧૮૯૨માં રહ્યા હતા એ દિલારામ બંગલાનું નવીનીકરણ થયું હતું.
વિદેશનાં નૂતન કાર્યક્રમો
૧. સ્વામીજીએ ૧૮૯૭માં શ્રી પોન્નમબાલા બાણેશ્વરાર મંદિર, કોલંબોમાં દર્શન કર્યાં હતાં ત્યાં કોલંબો કેન્દ્ર દ્વારા મંદિરના પ્રાંગણમાં સ્વામીજીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ.
૨. અમેરિકાના સેક્રેમેન્ટો કેન્દ્રે સુવર્ણજયંતી મહોત્સવ ઉજવ્યો.
૩. ફીઝી કેન્દ્રની વિવેકાનંદ કોલેજમાં નવનિર્મિત વૈશ્વિક ધ્યાનકેન્દ્રનું ઉદ્ઘાટન થયું.
રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો
નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ; વૃદ્ધ, બીમાર અને અસહાય લોકોને આર્થિક મદદ વગેરે કલ્યાણકાર્યો પાછળ ૧૪.૭૪ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. એનો લાભ ૮.૨૨ લાખ લોકોને મળ્યો છે.
રામકૃષ્ણ સંઘની ૧૦ હોસ્પિટલ, ૭૪ ડિસ્પેન્સરી, ૪૪ હરતી-ફરતી મોબાઈલ ડિસ્પેન્સરી અને ૯૬૩ ચિકિત્સા શિબિરોના માધ્યમથી ૮૧.૬૨ લાખથી પણ વધારે રોગીનારાયણની સેવા થઈ છે; જેમાં રૂપિયા ૧૬૭.૦૮ કરોડ વપરાયા છે.
રામકૃષ્ણ સંઘનાં બાલવિહારથી માંડીને સ્નાતકોત્તર કક્ષા સુધીનાં શિક્ષણસંસ્થાનો, અનૌપચારિક શિક્ષાકેન્દ્રો, રાત્રીશાળાઓ, કોચિંગ કેન્દ્રોમાં ૨૬૭ કરોડ રૂપિયાના ખર્ચે ૩.૧૮ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું.
ગ્રામીણ એવં આદિવાસી વિકાસ યોજના હેઠળ રૂપિયા ૧૧.૭૪ કરોડના ખર્ચે ૧૬.૯૬ લાખ લોકોને લાભ અપાયો.
આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૬.૩૪ કરોડ રૂપિયાના ખર્ચે દેશના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત અને પુનર્વસનનાં કાર્યો હાથ ધર્યાં, જેના દ્વારા ૧.૧૮ લાખ પરિવારોના ૨.૯૮ લાખ લોકોને લાભ મળ્યો છે.
અમારા આ સત્કાર્યમાં નિરંતર સહકાર આપનાર સદસ્યો અને મિત્રોનો આભાર સહ ઋણ સ્વીકારીએ છીએ.
૨૭-૧૨- ૨૦૧૫ સ્વામી સુહિતાનંદ
મહાસચિવ, રામકૃષ્ણ મઠ અને મિશન
૧. ગદાધર અભ્યુદય પ્રકલ્પ : સર્વાંગી બાળકલ્યાણ યોજનામાં ૨૩ રાજ્યોનાં ૧૭૪ કેન્દ્રોનાં આશરે ૧૮,૩૦૦ બાળકો માટે રૂપિયા ૨૫.૯૫ કરોડ વપરાયા.
૨. વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ : શિશુ અને માતા સ્વાસ્થ્ય પ્રકલ્પમાં ૨૨ રાજ્યોના ૧૨૬ કેન્દ્રો દ્વારા ૧૩,૭૦૦ શિશુ અને માતાઓના સ્વાસ્થ્ય માટે રૂપિયા ૧૭.૯૮ કરોડ વપરાયા.
૩. સારદાપલ્લી વિકાસ પ્રકલ્પ : મહિલા-સશક્તીકરણ યોજનામાં ૮ રાજ્યોનાં ૧૧ કેન્દ્રો દ્વારા ૩,૧૯૪ મહિલાઓ માટે રૂપિયા ૨.૦૪ કરોડ વપરાયા.
૪. સ્વામી અખંડાનંદ સેવા પ્રકલ્પ : ગરીબી ઉન્મૂલન યોજનામાં ૭ રાજ્યોનાં ૧૨ કેન્દ્રો દ્વારા ૩,૧૦૯ લોકો માટે રૂપિયા ૨.૦૧ કરોડ વપરાયા.
૫. વિશેષ સેવા કાર્યક્રમ : આ યોજના હેઠળ ૧૩ રાજ્યોનાં ૫૦,૮૬૩ માતા-પિતા તથા ધંધાદારીઓને પ્રશિક્ષણ આપવા રૂપિયા ૯૯.૩૨ લાખ વપરાયા.
૬. પુસ્તક પ્રકાશન પ્રકલ્પ : આ યોજનામાં સ્વામી વિવેકાનંદનાં સંક્ષિપ્ત જીવન અને સંદેશ પર આધારિત કુલ ૪૯.૫૫ લાખ પુસ્તકોનું ૨૪ ભારતીય, ૩ વિદેશી (જર્મન, જપાનીઝ અને ઝુલુ) ભાષામાં પ્રકાશન કરવામાં આવ્યું હતું. દેશના રાષ્ટ્રનેતાઓ પર આધારિત ૭૫,૦૦૦ પુસ્તકોનું પ્રકાશન થયું હતું. ‘ધ કલ્ચરલ હેરિટેજ ઓફ ઈન્ડિયા’ ના આઠ ગ્રંથોના ૧,૧૦૦ સેટ, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના ૯ ગ્રંથના ૧,૨૦૦ સેટનું પ્રકાશન થયું હતું. આ યોજનામાં રૂપિયા ૬.૧૬ કરોડ વપરાયા.
૭. યુવાનો માટેનાં વિશેષ કાર્યક્રમ : આ યોજના હેઠળ ૧૨ શહેરોમાં યુવમાર્ગદર્શન સેલ દ્વારા ૪૮,૭૧૪ યુવાનોને માર્ગદશન અપાયું; ૩ રાષ્ટ્રિય, ૬ પ્રાદેશિક (રીજીયોનલ), ૧૮ રાજ્યકક્ષાનાં યુવસંમેલન અને શિબિરોમાં ૮૮,૬૦૦ યુવાનોને ભાગ લીધો હતો; ૧ રાષ્ટ્રકક્ષાની, ૪ પ્રાદેશિક (રીજીયોનલ), ૧૩ રાજ્યકક્ષાની નિબંધ લેખન, ક્વિઝ જેવી સ્પર્ધાઓમાં ૪,૫૭,૩૦૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દીર્ઘકાલીન તબક્કાવાર મૂલ્યશિક્ષણના અનૌપચારિક કાર્યક્રમ હેઠળ ‘અ’ વિભાગમાં ૧૪ રાજ્યોનાં ૩૯૭ એકમો દ્વારા ૨૪૬ સંસ્થાના ૧૭,૯૦૪
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ‘બ’ વિભાગમાં ૧૮ રાજ્યોનાં ૨૬૯૨ એકમો દ્વારા ૭૭૪ શાળાનાં ૧,૨૩,૧૬૫ વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણની તાલીમ અપાઈ હતી. આ સેવા હેઠળ રૂપિયા ૨૮.૭૪ કરોડ વપરાયા.
૮. ઈલેક્ટ્રોનિક્ પ્રચાર માધ્યમ યોજના હેઠળ ‘ભારતીય નારી’ અને ‘એક કવિ, એક માનવ અને સંન્યાસી’ એ વિશે બે દસ્તાવેજી ફિલ્મસ; ‘વ્યક્તિત્વ વિકાસ’ વિશે ઈ-બુક; સ્વામી વિવેકાનંદના ઉપદેશો પર આધારિત ‘કેળવણી’ એ વિષય પર જાહેર પ્રચાર પ્રસારનાં સાધનો દ્વારા પ્રસારણ અને રજૂઆત; ‘સ્વામી વિવેકાનંદ જવાબ આપે છે’ વિષય પર ૨૬ હપ્તાનો દૂરદર્શન પર પ્રસારિત પ્રશ્નોત્તરી કાર્યક્રમ. આ સમગ્ર યોજના હેઠળ રૂપિયા ૨.૮૭ કરોડ વપરાયા.
૯. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજના : આ કાર્યક્રમ ‘૨૧મી સદીના પડકારોને ઝીલવા માટે સ્વામી વિવેકાનંદની પ્રાસંગિકતા’, ‘ધાર્મિક એકતા’ અને ‘વિવિધતામાં એકતા’ જેવા વિષયો પર ૨ આંતરરાષ્ટ્રિય, ૧ રાષ્ટ્રિય, ૩ પ્રાદેશિક (રિજિયોનલ), ૧૦ રાજ્યકક્ષાનાં સેમિનાર અને ૫ પ્રાદેશિકક્ષાની ચર્ચાસભાઓનું આયોજન થયું હતું. ૧૯ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ યોજાયા હતા. આ સમગ્ર યોજના હેઠળ રૂપિયા ૫.૩૪ કરોડ વપરાયા.
Your Content Goes Here