રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે તા. ૧૩ થી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટ શહેરની ૧૫૮ શાળા-મહાશાળાના ૪૭૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મુખપાઠ : અંગ્રેજીમાં ૮૨૭ માંથી ૧૦૨; હિન્દીમાં ૮૪૬ માંથી ૧૦૨; સંસ્કૃતમાં ૬૭૦ માંથી ૮૪ અને ગુજરાતીમાં ૧૦૧૯ માંથી ૧૦૨ વિદ્યાર્થી ભાઈબહેનોને ઇનામો અપાયાં હતાં.

વેશભૂષા : ધોરણ ૧ થી ૮ના ૩૬૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૬૩ ઇનામ અપાયાં હતાં.

વક્તૃત્વ : ગુજરાતી/અંગ્રજીમાં કુલ ૪૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૭૩ ઇનામ અપાયાં હતાં.

સમૂહગાન : કુલ ૪૨ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૧૧ શાળાઓને ઇનામ અપાયાં હતાં.

શીઘ્રચિત્ર : ૬૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૬૦ વિદ્યાર્થીઓને ઇનામ અપાયાં હતાં.

ઇનામ વિતરણ : ૧૨ જાન્યુઆરીના રોજ સાંજે ૪ વાગ્યે વિજેતાઓને એક સર્ટિફિકેટ અને ક્રેડિટનોટ અપાયાં હતાં.

જપયજ્ઞ : શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫, સવારે ૫.૦૦ કલાકે આ જપયજ્ઞનો પ્રારંભ થયો હતો અને ૧ જાન્યુઆરી, ૨૦૧૬ ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે પૂર્ણાહુતિ થઈ હતી. આ જપયજ્ઞમાં બહોળી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

નારાયણ સેવા : શ્રીશ્રીમા શારદાદેવીની ૧૬૩મી પાવનકારી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૩ જાન્યુઆરી, ૨૦૧૬ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી વિશેષ નારાયણ સેવાનું આયોજન થયું હતું. ૧૦૦૦ થી પણ વધુ નારાયણોની શિવજ્ઞાને જીવ સેવા કરવામાં આવી હતી.

‘વિવેક’ સપ્તાહ : ૪ થી ૯ જાન્યુઆરી સુધી ૧૦ શાળાના ધો.૮ થી ૧૨ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ‘મૂલ્યલક્ષી કેળવણી શિબિર’નું આયોજન થયું હતું, જેમાં પ્રતિદિન આશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સંગીતસંધ્યા : સૂરમણિ, સંગીત શિરોમણિ તથા કલા સરસ્વતી જેવા એવોર્ડથી સમ્માનિત અને ઉસ્તાદ અમીર ખાઁ સાહેબની શિષ્યા શ્રીમતી કોંકણા બેનર્જીએ ૧૦ જાન્યુઆરીના રોજ આશ્રમના પ્રાંગણમાં વિવિધ ભજનોના માધ્યમથી ભકતજનોને મંત્રમુગ્ધ કર્યા.

રામકૃષ્ણ સંઘના અન્ય કેન્દ્રોની સમાચાર-વિવિધા

કોઈમ્બતૂર વિદ્યાલય : એની અંતર્ગત સ્વામી શિવાનંદ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયના એક અંધ વિદ્યાર્થીને ભારત સરકારના Ministry of Social Justice and Empowerment, દ્વારા ૨૦૧૫ના આંતરરાષ્ટ્રિય વિકલાંગ દિવસ, ૩ ડિસેમ્બરના રોજ ‘National Award for the Empowerment of Persons with Disabilities – 2015’ થી નવાજવામાં આવ્યો. આ વિદ્યાર્થીને તેની સર્જનાત્મક કામગીરી બદલ કેન્દ્રીય નાણા મંત્રીશ્રી અરુણ જેટલીના શુભ હસ્તે એક પ્રમાણપત્ર, ચંદ્રક અને રૂપિયા ૫૦,૦૦૦ ઇનામરૂપે આપાયાં હતાં.

ભુવનેશ્વર : દિલ્હીના Tata Building India દ્વારા ગત વર્ષે રાષ્ટ્રિય કક્ષાની નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં આ કેન્દ્રના માધ્યમિક શાળાના વિજેતા વિદ્યાર્થીને ૪ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ દિલ્હીમાં યોજાયેલ એક સમારોહ અંતર્ગત પ્રમાણપત્ર, લેપટોપ અને કેમેરાથી પુરસ્કૃત કરવામાં આવ્યો હતો.

દાર્જિલિંગ : આ કેન્દ્ર દ્વારા સંચાલિત ગદાધર અભ્યુદય પ્રકલ્પ એકમના વિદ્યાર્થીઓએ ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ દાર્જિલિંગ પોલિસ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની વિવિધ વર્ગની Taekwondo Championshipમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે ૨ સુવર્ણ, ૨ રજત અને ૧૧ કાંસ્ય ચંદ્રકો મેળવ્યાં હતાં.

ચેંગલપટ્ટુ : આ કેન્દ્રની Boys’ & Girls’ Higher Secondary Schools ના ત્રણ વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય કક્ષાની ‘થિરુક્કુરલ’ મુખપાઠ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયા હતા. આ ત્રણ વિદ્યાર્થીઓએ ૧૭ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ નવી દિલ્હીના સંસદભવનમાં યોજાયેલ ‘થિરુક્કુરલ’ સમારોહમાં ભાગ લીધો હતો. આ ત્રણેયને પ્રમાણપત્ર, ચંદ્રક અને સ્મૃતિચિહ્નથી સમ્માનિત કર્યા હતા.

ઢાકા, બાંગ્લાદેશ : આ કેન્દ્રમાં ‘રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રસાર સંસદ’નું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ સંઘના મહાસચિવ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે ૪ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ થયું હતું.

નિ :શુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ : નવેમ્બર-ડિસેમ્બરમાં જમશેદપુર, મેદિનિપુર, નાઓરા, બાંકુરા, હલસુરુ, કામારપુકુર, ખેતડી, લખનૌ, મદુરાઈ, પોરબંદર, રાજમુંડ્રી, રાજકોટ, સેલમ, સિલ્ચર કેન્દ્રોમાં યોજાયેલ નેત્ર ચિકિત્સા કેમ્પમાં ૬૫૦૯ દર્દીઓને ચકાસીને ૬૨૯ને ચશ્મા અપાયાં હતાં અને ૧૩૫૧ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.