आत्मन एष प्राणो जायते ।
यथैषा पुरुषे छायैतस्मिन्नेतदाततं मनोकृतेनायात्यस्मिञ्शरीरे ।।3।।
આ પ્રાણ આત્મામાંથી આવે છે. જેવી રીતે શરીરને પોતાનો પડછાયો હોય છે, તેવી જ રીતે પ્રાણ આત્મામાં છુપાયેલ – ઓતપ્રોત થયેલ છે. અને જ્યારે તે ઇચ્છા કરે છે, ત્યારે તે સ્થૂળશરીર ધારણ કરે છે.
यथा सम्राडेवाधिकृतान् विनियुङ्क्ते।
एतान् ग्रामानेतान् ग्रामानधितिष्ठस्वेत्येवमेवैष
प्राण इतरान् प्राणान् पृथक् पृथगेव संनिधत्त्ो ।।4।।
જેવી રીતે કોઈ સમ્રાટ પોતાની નીચે કામ કરનારાઓને, ‘તમે અમુક અમુક ગામોમાં જાઓ અને તેની સારસંભાળ લો’ – એમ કહીને નીમે છે, તેવી જ રીતે આ મુખ્ય પ્રાણ પોતાની નીચે કામ કરતા બીજા પ્રાણોને – અપાન, વ્યાન, ઉદાન ઇત્યાદિને – પોતપોતાની અલગ અલગ ફરજો બજાવવા માટે નીમે છે.
(પ્રશ્ન ઉપનિષદ – ૩.૩-૪)
Your Content Goes Here