સ્વચ્છ ભારત અભિયાન

કામારપુકુર : આ કેન્દ્ર દ્વારા ૩૧ ડિસેમ્બર અને ૨૬ જાન્યુઆરીના રોજ સ્થાનિક સંસ્થાના સભ્યો તથા સરકારી અધિકારીઓ સહિત આશરે ૩૦૦ લોકોએ કેટલીક શેરીઓ અને રમતના મેદાનની સફાઈ કરી હતી.

મેંગલુરુ : આ કેન્દ્રે ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘સ્વચ્છ-મેંગલુરુ’ અભિયાન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં ૩૮ સ્વચ્છતા સંબંધી કાર્યક્રમોનું આયોજન કર્યું, જેમાં ૧૨,૦૦૦ જેટલા યુવાનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે માર્ગાે અને જાહેરસ્થળોની સફાઈ ઉપરાંત કેટલાંક બાંધકામ કાર્યો કર્યાં હતાં.

નાગપુર : આ કેન્દ્રમાં શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીએ ૧૮ જાન્યુઆરીના રોજ વાર્ષિક સ્વચ્છતા કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કર્યું અને ૩૦ સફાઈ કામદારોને બિરદાવ્યા હતા.

રાજમુંડ્રી : આ કેન્દ્ર દ્વારા ૧૨ જાન્યુઆરીના રોજ આયોજિત સ્વચ્છતા અભિયાનમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત ૪૦૦ જેટલા લોકોએ ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજના મેદાનની સફાઈ કરી.

અન્ય પ્રવૃત્તિઓ

લીંબડી : આ કેન્દ્ર દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોની નારાયણસેવા અને ગરમ સ્વેટરનું વિતરણ થયું હતું.

આદિપુર : આ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રમાં ૬ ફેબ્રુઆરીના રોજ સવારે યુવ-શિબિરનું આયોજન થયું હતું. છેલ્લાં દસ સપ્તાહથી ચાલતા બાલકસંઘનો સમાપનવિધિ તે જ દિવસે સાંજે થયો હતો.

ભૂજ : આ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રના નવા સંકુલમાં ‘વિવેકાનંદ હોલ’નું ઉદ્‌ઘાટન ૭ ફેબ્રુઆરીના રોજ થયું હતું. તે જ દિવસે આ કેન્દ્રમાં ચેરિટેબલ ડિસ્પેન્સરીનો શુભારંભ થયો હતો.

જમ્મુ : આ કેન્દ્ર દ્વારા ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ રાજોરી અને રિયાસી જિલ્લામાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમોમાં કુલ ૧૮૦૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો.

પૂણે : આ કેન્દ્રમાં ૩ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડનવીશે વિવેકાનંદ જ્ઞાનપીઠના ભવનનો શિલાન્યાસવિધિ કર્યો, જેમાં માનવીય ઉત્કૃષ્ટતા, ભાષાજ્ઞાન, વૈદિક અધ્યયનના વિભાગોનો સમાવેશ થશે.

મુંબઈ : આ કેન્દ્ર દ્વારા ૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ગોલ્ડન જ્યુબિલિ ઉજવાઈ હતી, જેમાં ૭૦ સંન્યાસીઓ અને આશરે ૫૦,૦૦૦ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

સેવાપ્રતિષ્ઠાન : કોલકાતાના આ કેન્દ્ર દ્વારા સંક્રાંતિના મેળામાં ૧૦ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન સાગરદ્વીપમાં રાતદિવસ ચાલતા મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. એમાં ૫૫ ઇન્ડોર દર્દીઓ સહિત કુલ ૫૪૧૯ દર્દીઓની સારવાર કરાઈ હતી. ઉપરાંત યાત્રાળુઓમાં ૧૫૦ ધાબળા અને ૫૦૦૦ ધાર્મિક પુસ્તકોનું વિતરણ થયું હતું.

મનસાદ્વીપ : આ કેન્દ્ર દ્વારા ગંગાસાગર મેળાના સ્થાન પર ૧૧ થી ૧૬ જાન્યુઆરી દરમિયાન યોજાયેલ કેમ્પની અંતર્ગત ૧૧૭૫ યાત્રાળુઓને રહેવા અને ભોજનની કેમ્પના સ્થળે તેમજ આશ્રમમાં નિ :શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. તદુપરાંત દરરોજ ૨૫૦ બિનનિવાસી યાત્રાળુઓને નિ :શુલ્ક ભોજન અપાયું હતું. ધાર્મિક પ્રવચનો અને ભક્તિસંગીતનું પણ આયોજન કરાયું હતું.

નરેન્દ્રપુર : જગદીશચંદ્ર બોઝ નેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ, કોલકાતા દ્વારા યોજાયેલ જુનિયર સ્કોલરશિપ ટેસ્ટ-૨૦૧૫માં આ કેન્દ્રના ધો. ૧૧ના ૭૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ૨૬ વિદ્યાર્થીઓને જુનિયર સ્કોલરશિપ એવોર્ડ અને ૧૧ વિદ્યાર્થીઓને જુનિયર એન્કરેજમેન્ટ એવોર્ડ અપાયો હતો. શાળાને બેસ્ટ સ્કૂલ એવોર્ડ પણ મળ્યો હતો. ૨૭ થી ૩૦ નવેમ્બર દરમિયાન બેલગામમાં યોજાયેેલ ૧૫મી નેશનલ પેરાલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં નરેન્દ્રપુર બ્લાઇન્ડ બોય્ઝ એકેડેમીના ૬ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ૧૨ સુવર્ણ અને ૧૧ રજત ચંદ્રકો મેળવ્યા હતા. એક વિદ્યાર્થીએ ૪ સુવર્ણ ચંદ્રક મેળવીને નેશનલ પેરાલિમ્પિક ચેમ્પિયન ટ્રોફી મેળવી હતી.

કામારપુકુર : આ કેન્દ્ર દ્વારા ૨૦ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન ‘કૃષિમેળા’નું આયોજન કરાયું હતું, જેમાં આશરે ૧૦૦ ખેડૂતોએ ભાગ લીધો હતો.

બેલઘરિયા : આ કેન્દ્રના સ્ટુડન્ટ્સ હોમ દ્વારા શતાબ્દી ઉજવણીના ભાગરૂપે ૨૪-૨૫ જાન્યુઆરીના રોજ યોજાયેલ નિવાસી યુવાસંમેલનમાં રાજ્યના ૩૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

પુરી : આ કેન્દ્ર દ્વારા ૧૫ જાન્યુઆરીના રોજ હોમિયોપથી ડિસ્પેન્સરી અને સ્પોકન ઇંગ્લિશ ક્લાસિસનું ઉદ્‌ઘાટન કરાયું હતું.

ચેન્નઈ શારદા વિદ્યાલય : આ કેન્દ્રમાં ૮ અને ૯ જાન્યુઆરીના રોજ પ્લેટિનમ જ્યુબિલિની ઉજવણીના ઉપલક્ષમાં ઉસ્માન રોડ પર આવેલ આ કેન્દ્રના મુખ્ય કેમ્પસમાં શ્રીમા શારદાદેવીની માનવકદની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

ચેન્નઈ મિશન આશ્રમ : ૭ જાન્યુઆરીના રોજ સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, તમિલનાડુ દ્વારા કુડ્ડલોર જિલ્લાના નેઈવેલીમાં યોજાયેલ રાજ્યસ્તરીય રમતગમત સ્પર્ધાઓમાંની રોડ સાઈકલીંગ હરિફાઈમાં આ કેન્દ્રના ધો.૧૨ના વિદ્યાર્થીએ ગોલ્ડમેડલ મેળવ્યો હતો.

ચેંગલપટ્ટુ : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ બોલ બેટમિન્ટન સ્પર્ધાનું જાન્યુઆરી મહિનામાં આયોજન થયું હતું. આ ૬૧મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં આ કેન્દ્રની હાયર સેકન્ડરી સ્કૂલના અનુક્રમે ૧ અને ૩ છાત્રો પ્રથમ આવ્યા હતા.

સેલમ : આ કેન્દ્ર દ્વારા ૨૮ ડિસેમ્બર થી ૨૨ જાન્યુઆરી દરમિયાન યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમોમાં ૬ કોલેજોના કુલ ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.