पायूपस्थेऽपानं चक्षुः श्रोत्रे मुखनासिकाभ्यां प्राणः स्वयं प्रातिष्ठते मध्ये तु समानः ।

एष ह्येतद्धुतमन्नं समं नयति तस्मादेताः सप्ताचिर्षो भवन्ति।।5।।

મલત્યાગ કરનાર ઇન્દ્રિય તેમજ પ્રજનનેન્દ્રિયની કાળજી રાખવા માટે આ પ્રાણ, અપાનની નિમણૂક કરે છે. તે પોતે મુખ અને નાકમાં વિચરણ કરતો રહીને આંખ અને કાનમાં સ્થિત રહે છે.

શરીરના મધ્યભાગ (નાભિ)માં સમાનવાયુ રહેલો છે. આ સમાનવાયુ જ પ્રાણાગ્નિમાં આહુતિ આપેલ અન્નને સમસ્ત શરીરમાં યથાયોગ્ય સમભાવે પહોંચાડે છે. એને લીધે સાત જ્વાળાઓ પ્રગટે છે.

(તે સાત ઇન્દ્રિયો છે : બે આંખો, બે કાન, બે નસરોરાં અને એક મુખ)

हृदि ह्येष आत्मा । अत्रैतदेकशतं नाडीनां तासां शतं शतमेकैकस्यां द्वासप्ततिर्द्वासप्ततिः प्रतिशाखानाडीसहस्राणि भवन्त्यासु व्यानश्चरति ।।6।।

હૃદય એ જીવાત્માનું રહેઠાણ છે. આ હૃદયમાં એકસો નાડીઓ છે. આ દરેક નાડીને સો સો શાખાઓ છે – અને વળી એ દરેક શાખાને બોંતેર હજાર ઉપશાખાઓ છે. વ્યાનવાયુ આ નાડીઓમાં,

એની શાખાઓમાં અને ઉપશાખાઓમાં ભ્રમણ કરે છે.

(પ્રશ્ન ઉપનિષદ – ૩.૫-૬)

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.