સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મ જયંતી મહોત્સવ
પોર્ટ બ્લેયર : આ કેન્દ્ર દ્વારા ૫ અને ૯ જાન્યુઆરીના રોજ પોંડીચેરી યુનિવર્સિટીના પોર્ટ બ્લેયરના સંકુલમાં યોજોયેલ યુવશિબિરમાં આશરે ૪૫૦ અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગૌહાટી : આ કેન્દ્ર દ્વારા ૧૮ જાન્યુઆરીના રોજ યોજાયેલ પ્રવચનનો આશરે ૫૫૦ લોકોએ લાભ લીધો હતો.
સ્વામીજીના Ancestral House (પૈતૃકનિવાસસ્થાન) : આ કેન્દ્ર દ્વારા ૨૫ અને ૨૯ જાન્યુઆરીના રોજ યોજોયેલ બે પ્રવચનોનો ૬૦૦થી વધુ ભાવિકોએ લાભ લીધો હતો.
મંગલુરુ : આ કેન્દ્ર દ્વારા ૧૫ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ ‘સ્ત્રી સશક્તીકરણ’ કાર્યક્રમમાં આશરે ૬૫૦ યુવા-સ્ત્રીઓએ ભાગ લીધો.
ભારતના શાખા કેન્દ્રોના સમાચાર
ગુરપ : પશ્ચિમ બંગાળના ગુરપ નામના ગામમાં રામકૃષ્ણ મિશનનું એક નવું શાખા કેન્દ્ર શરૂ થયું છે.
નાઓરા : આ કેન્દ્રમાં સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની ૧૫૦મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે
૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ વિશેષપૂજા, પરિસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.
કામારપુકુર : આ કેન્દ્રની હાઈસ્કૂલના પ્રથમ માળ પર બાંધવામાં આવેલ વિવિધ પ્રવૃૃતિઓ માટેના હોલનું ઉદ્ઘાટન, સરસ્વતી પૂજાના દિવસે, ૧૨ ફેબ્રુઆરીના રોજ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજે કર્યું હતું. આ જ દિવસે વિદ્યાર્થીઓ માટે ‘Online Classes’નું ઉદ્ઘાટન થયું હતું.
જયરામવાટી : આ કેન્દ્રની ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળાના પ્રથમ માળના ભવનનું ૨૩ ફેબ્રુઆરીના રોજ રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું હતું.
કોઈમ્બતુર મિશન : આ કેન્દ્રમાં આવેલ આર્ટ્સ અને સાયન્સ કોલેજને NAAC (National Assessment and Accredition Council) દ્વારા ‘એ’ ગે્રડમાં ફરીથી અધિકૃત કરવામાં આવી છે.
સ્વચ્છ ભારત અભિયાન
બાગબજાર : આ કેન્દ્ર દ્વારા ૩૦ જાન્યુઆરીના રોજ યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં મઠના સ્વાવલંબી કેન્દ્રના ૬૦ વિદ્યાર્થીઓએ મઠની આસપાસના વિસ્તારમાં સફાઈકાર્ય કર્યું હતું.
ભોપાલ : આ કેન્દ્રની શાળાના વિદ્યાર્થીઓએ ૨ અને ૩ ફેબ્રુઆરીના રોજ આસપાસનાં કેટલાંક જાહેરસ્થળો અને શેરીની સફાઈ કરી.
ચેન્નઈ સ્ટુડેન્ટ્સ હોમ : આ કેન્દ્રની પોલીટેકનિક કોલેજ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પાંચ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયાં હતાં, જેમાં આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઘણી બધી શેરીઓ અને જાહેરસ્થળોની સફાઈ કરી હતી.
કામારપુકુર : આ કેન્દ્રે ૨૧ ફેબ્રુઆરીના રોજ ત્રીજા સ્વચ્છતા અભિયાનની કાર્યવાહી યોજેલ, જેમાં ૩૧ લોકોએ કામારપુકુરની અને તેની આસપાસની શેરીઓમાં સફાઈકામ કર્યું હતું.
મંગલુરુ : આ કેન્દ્ર દ્વારા ૧૪ ફેબ્રુુઆરીના રોજ ‘સ્વચ્છ મંગલુરુ’ અભિયાન હેઠળ ૪૦-અઠવાડિયાના સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી શ્રી વેંકૈયા નાયડુ અને બીજા પ્રતિષ્ઠિત નાગરિકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત આ જ મહિનામાં બીજા ચાર સ્વચ્છતા અભિયાનમાં ૧૫૦૦ લોકોએ મંગલુરુના વિવિધ વિસ્તારોમાં સફાઈકાર્ય કર્યું હતું.
પુરી મિશન : આ કેન્દ્ર દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પુરી શહેરની એક પ્રાથમિક શાળાના સંકુલની સફાઈ થઈ હતી.
રામહરિપુર : આ કેન્દ્રની હાઈસ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ૮ ફેબ્રુઆરીના રોજ કેટલાંક જાહેરસ્થળોની અને શેરીની સફાઈ કરવામાં આવી હતી.
મૂલ્યલક્ષી શિક્ષણ અને યુવશિબિરો
કૂચ-બિહાર : આ કેન્દ્ર દ્વારા ૭ ફેબ્રુઆરીના રોજ એક યુવશિબિરનું આયોજન થયું હતું, જેમાં
૫૮૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દિલ્હી : આ કેન્દ્રે ૧૯ અને ૨૦ જાન્યુઆરીના રોજ સરકારી શાળાનાં ૧૧૫ શિક્ષકો માટે મૂલ્યલક્ષી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું. ૩૦ જાન્યુઆરીના રોજ યોજાયેલ યુવશિબિરમાંં ૭૫૦ યુવાનોએ ભાગ લીધો.
૧૭ અને૧૮ ફેબ્રુઆરીના રોજ શાળાના આચાર્યોે માટે યોજાયેલ બે પ્રશિક્ષણ શિબિરમાં ૧૦૬ મુખ્યત્વે આચાર્યોએ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
જમ્મુ : આ કેન્દ્ર દ્વારા ૫, ૧૩ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ ઉધમપુર, જમ્મુ અને સામ્બા જિલ્લાઓમાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમમાં ૧,૫૫૦ લોકોએ ભાગ લીધો હતો.
સેલમ : આ કેન્દ્ર દ્વારા ૨૭ જાન્યુઆરી થી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન જિલ્લાની ત્રણ કોલેજોમાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણ શિબિરમાં ૮૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ૧ માર્ચના રોજ અમદાવાદની કે. કે. શાસ્ત્રી સરકારી કોમર્સ કોલેજની બહેનો માટે, ૨ માર્ચનાં રોજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પડધરીની બહેનો માટે અને ૩ માર્ચના રોજ એ જ કોલેજના ભાઈઓ માટે મૂલ્યલક્ષી શિક્ષણની શિબિરો યોજાઈ હતી. ૬ માર્ચના રોજ શિવરાત્રી નિમિત્તે ચિલ્ડ્રન લાઈબ્રેરીના બાળકો દ્વારા શિવજીની પૌરાણિક કથાઓ પર આધારિત નૃત્યનાટિકાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયાં હતાં.
રાજકોટ : આ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીના પ્રપૌત્ર ડૉ. સુભાશિષ બેનરજીએ નાનયાંગ ટેકનોલોજિકલ યુનિવર્સિટી, સીંગાપોરના સહકારથી વિકસાવેલા સિનેર્જિસ્ટિક ફિઝિયો ન્યુરો રીહેબિલિટેશન ડિવાઈસ (સીમ્ફની) ઉપકરણ દ્વારા સેરેબ્રલ પાલ્સીના દર્દીઓની સારવાર દવા વગર પણ કેવી રીતે થઈ શકે એ વિશે આશ્રમના વિવેક હોલમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડાૅક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
લીંબડી : આ કેન્દ્ર દ્વારા શ્રીચોકી પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક શેડનું બાંધકામ થયું હતું. વિવેકાનંદ વિદ્યાલય શાળા નં. ૧૦માં રૂપિયા ૫૨,૦૦૦ના ખર્ચે પીવાના પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવી આપવામાં આવી હતી.
રામકૃષ્ણ મઠ અને મિશનનાં ભારતનાં વિવિધ કેન્દ્રો દ્વારા થયેલ ધાબળા-વિતરણનું સેવાકાર્ય
ક્રમ | કેન્દ્ર | ધાબળા | તારીખ |
૧ | આલો | ૫૦૦ | ૧૦ અને ૧૭ જાન્યુઆરી |
૨ | આસાનસોલ | ૩૩૦ | ૧૦ થી ૨૨ જાન્યુઆરી |
૩ | બાગબજાર | ૧૬૨૧ | ૨૦ ડિસેમ્બર થી ૨૬ જાન્યુઆરી |
૪ | વરાહનગર મિશન | ૩૦૦ | ૮ સપ્ટેમ્બર થી ૮ જાન્યુઆરી |
૫ | ચંદીગઢ | ૩૫૦ | ૨૨ નવેમ્બરથી ૨૮ ડિસેમ્બર |
૬ | કૂચ બિહાર | ૩૦૦ | ૩૧ જાન્યુઆરી |
૭ | દિલ્હી | ૭૮૩ | ૧૪ ડિસેમ્બર થી ૨૭ જાન્યુઆરી |
૮ | ગદાધર આશ્રમ | ૫૦ | ૫ જાન્યુઆરી |
૯ | ગૌરહાટિ | ૩૦૦ | ૨૦ ડિસેમ્બર |
૧૦ | ગૌહાટી | ૫૦૩ | ૨૪ ડિસેમ્બર થી ૩૧ જાન્યુઆરી |
૧૧ | ઈછાપુર | ૫૪૦ | ૧૨ ઓક્ટોબર થી ૨૬ નવેમ્બર |
૧૨ | ઇમ્ફાલ | ૧૯૨૦ | ૦૮ જાન્યુઆરી થી ૧૧ ફેબ્રુઆરી |
૧૩ | જમશેદપુર | ૩૫૨ | ૧૩ ઓક્ટોબર થી ૨૪ જાન્યુઆરી |
૧૪ | કૈલાશહર | ૧૦૦ | ૨૭ – ૨૮ નવેમ્બર |
૧૫ | કાંકુડગાછી | ૩૫૨ | ૯ – ૧૧ જાન્યુઆરી |
૧૬ | મેદિનીપુર | ૬૦૦ | ૧૦ ઓક્ટોબર થી ૩૦ જાન્યુઆરી |
૧૭ | મુઝફ્ફરપુર | ૩૦૦ | ૨૪ જાન્યુઆરી |
૧૮ | ઉટાકામંડ | ૨૫૦ | ૨૪ જુન થી ૧૦ ફેબ્રુઆરી |
૧૯ | પુરુલિયા | ૩૦૦ | ૨૧ નવેમ્બર થી ૧૦ જાન્યુઆરી |
૨૦ | રહરા | ૧૦૧ | ૨ થી ૧૬ જાન્યુઆરી |
૨૧ | સારગાછી | ૫૧૫ | ૨૫ નવેમ્બર થી ૧૭ ડિસેમ્બર |
૨૨ | શરિશા | ૭૪૦ | ૧૨ ઓક્ટોબર થી ૨૧ ડિસેમ્બર |
૨૩ | વારાણસી સેવાશ્રમ | ૨૨૩ | ૧૯ ડિસેમ્બર થી ૩૧ જાન્યુઆરી |
૨૪ | વૃન્દાવન | ૫૦૦ | ૨ થી ૧૨ જાન્યુઆરી |
બાંગ્લાદેશ | |||
૨૫ | મ્યેમેનસિંગ | ૮૦૦ | જાન્યુઆરી અને ફેબ્રુઆરી |
કુલ ધાબળા | ૧૨,૬૩૦ |
રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા અન્ય ચીજ-વસ્તુઓનું થયેલ વિતરણકાર્ય
વારાણસી : આ સેવાશ્રમ દ્વારા ૧૦ જાન્યુઆરી થી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં જરૂરતમંદોને ૨૨૫ ધાબળા અપાયા હતા.
ભોપાલ : આ કેન્દ્ર દ્વારા ૧૪ થી ૧૬ ફેબ્રુઆરી સુધીમાં ૮૦૨ સ્વેટરનું વિતરણ થયું હતું.
ચંદીગઢ : આ કેન્દ્ર દ્વારા ૧ થી ૨૫ ફેબ્રુઆરી સુધીમાં ૫૮૪ સ્વેટરનું વિતરણ થયું હતું.
લીંબડી : આ કેન્દ્ર દ્વારા ૧૦ થી ૨૪ ફેબ્રુઆરી સુધીમાં ૫૮૭ સ્વેટરનું વિતરણ થયું હતું.
રહરા : આ કેન્દ્ર દ્વારા ૨ થી ૧૬ જાન્યુઆરી સુધીમાં ૨૦ સ્વેટરનું વિતરણ થયું હતું.
શરિશા : આ કેન્દ્ર દ્વારા ૧૨ ઓક્ટોબર થી ૨૧ ડિસેમ્બર સુધીમાં ૧૦૦ જેકેટનું વિતરણ થયું હતું.
રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા થયેલ અન્ય રાહત સેવાકાર્ય
ફિઝી : આ કેન્દ્ર દ્વારા વિન્સ્ટન નામના વાવાઝોડાથી પીડિત ૯૬ દર્દીઓની આરોગ્ય ચિકિત્સા-સેવા થઈ હતી.
ગૌહાટી : આ કેન્દ્ર દ્વારા માલીગાંવ વિસ્તારમાં લાગેલી આગને કારણે પીડિત ૧૦ પરિવારોને ૬ ફેબ્રુઆરીના રોજ ૩૪ સાડી, ૧૫ ધોતિયાં, ૩૨ ધાબળા, ૬૪ થાળી-વાટકાના સેટ અને ૩૨ પ્યાલા અપાયાં હતાં.
સિલ્ચર : આ કેન્દ્ર દ્વારા ૮ ફેબ્રુઆરીએ આગથી પીડિત ૧૩ પરિવારોને ૧૮ સાડી, ૧૩ ધાબળા, ૧૩ મચ્છરદાની, ૨૭ થાળી અને પ્યાલા, ૭ કિલો દૂધનો પાવડર, ૨૭ પેકેટ બિસ્કિટ અપાયાં હતાં.
રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા અસહાય લોકો માટે થયેલ રાહત-સેવાકાર્ય
બાગબજાર : આ કેન્દ્ર દ્વારા ૪ ઓક્ટોબર થી ૨૬ જાન્યુઆરી સુધીમાં ૩૦૩૦ સાડીનું વિતરણ થયું હતું.
ભોપાલ : આ કેન્દ્ર દ્વારા ૧૪ થી ૧૬ ફેબ્રુઆરી સુધીમાં ૭૯૭ શર્ટ, ૩૭૫ પેન્ટનું વિતરણ થયું હતું.
ચંદીગઢ : આ કેન્દ્ર દ્વારા ૧ થી ૨૫ ફેબ્રુઆરી સુધીમાં ૫૧૪ શર્ટ, ૩૩૩ પેન્ટનું વિતરણ થયું હતું.
ખેતરી : આ કેન્દ્ર દ્વારા ૩૧ જાન્યુઆરીએ ૧૫૦ બાળકોને કપડાં, શૂઝ, અને મોજાંનું વિતરણ થયું હતું.
લીંબડી : આ કેન્દ્ર દ્વારા ૧૦ થી ૨૪ ફેબ્રુઆરી સુધીમાં ૧,૧૯૪ શર્ટ ૬૨૬ પેન્ટનું વિતરણ થયું હતું.
મેદિનીપુર : આ કેન્દ્ર દ્વારા ૧૦ ઓક્ટોબર થી ૩૦ જાન્યુઆરી સુધીમાં ૧૮૦ સાડી અને ૫૫ ધોતિયાંનું વિતરણ થયું હતું.
નાગપુર : આ કેન્દ્ર દ્વારા ન્હાવાના સાબુના ૮૦ નંગ અને ૪૦ નંગ કપડાં ધોવાના સાબુનું વિતરણ થયું હતું.
નાઓરા : આ કેન્દ્ર દ્વારા ૭ ફેબ્રુઆરીના રોજ ૪,૦૪૧ પાઠ્યપુસ્તકો અપાયાં હતાં.
રહરા : આ કેન્દ્ર દ્વારા ૮ સાડી, ૨૦૪ ચાદર, ૬ મચ્છરદાની, ૨૧૨ ઓછાડ, ૨૦૪ ટુથપેસ્ટ, ૨૦૪ નંગ સાબુ, ૧૫૦ બોટલ કોપરેલ તેલનું વિતરણ ૨ થી ૧૬ જાન્યુઆરી સુધીમાં થયું હતું. જાન્યુઆરી માસમાં સ્વાવલંબન માટે ૧ સીવણયંત્ર અપાયું હતું.
સારગાછી : આ કેન્દ્ર દ્વારા ૨૫ નવેમ્બર થી ૩ ડિસેમ્બર સુધીમાં ૭ સાડીનું વિતરણ થયું હતું.
શરિશા : આ કેન્દ્ર દ્વારા ૧૨ ઓક્ટોબર થી ૨૧ ડિસેમ્બર સુધીમાં ૧૨૯ ધોતિયાં અને ૧૦૦ પેન્ટનું વિતરણ થયું હતું.
આંટપુર : આ કેન્દ્ર દ્વારા લોકોને પગભર કરવા ૧૦૬ વણાટ કામના સેટ, ૧૬ રીક્ષા અને ૯૧ સીવણયંત્રનું ૫ ઓક્ટોબર થી ૯ ફેબ્રુઆરી સુધીમાં વિતરણ થયું હતું.
Your Content Goes Here