यच्चित्तस्तेनैष प्राणमायाति । प्राणस्तेजसा युक्तः सहात्मना यथासङ्कल्पितं लोकं नयति ।।3.10।।
મૃત્યુકાળે આ આત્માનો જેવો સંકલ્પ હોય છે, મન અંતિમક્ષણે જે ભાવનું ચિંતન કરે છે તે સંકલ્પ સહિત મન ઇન્દ્રિયોને સાથે લઈને આ મુખ્ય પ્રાણમાં સ્થિત થઈ જાય છે. તે મુખ્ય પ્રાણ ઉદાનવાયુ સાથે મળીને એ બન્ને મન અને ઇન્દ્રિયોથી યુક્ત જીવાત્માને તે અંતિમ સંકલ્પ અનુસાર યથાયોગ્ય ભિન્ન ભિન્ન લોક અથવા યોનિમાં લઈ જાય છે. તેથી મનુષ્ય માટે એ યોગ્ય છે કે તે પોતાના મનમાં નિરંતર ભગવાનનું જ ચિંતન કરે અને બીજો કોઈ સંકલ્પ ન આવવા દે. જો તે સમયે ભગવાનના ચિંતનને સ્થાને કોઈ બીજો સંકલ્પ આવી જશે તો કાયમની જેમ ફરી પાછું ૮૪લાખ યોનિઓમાં ભટકવું પડશે.
उत्पत्तिमायतिं स्थानं विभुत्वं चैव पञ्चधा । अध्यात्मं चैव प्राणस्य विज्ञायामृतमश्नुते विज्ञायामृतमश्नुत इति ।।3.12।।
જે મનુષ્ય પ્રાણની ઉત્પત્તિના રહસ્યને જાણે છે, શરીરમાં તેના પ્રવેશની પ્રક્રિયા તથા તેની વ્યાપકતાનું જ્ઞાન ધરાવે છે, પ્રાણની સ્થિતિના રહસ્યને અને આધિભૌતિક તેમજ આધ્યાત્મિક પાંચ ભેદોના રહસ્યને સારી રીતે સમજી લે છે તે અમૃતસ્વરૂપ પરમાનંદમય પરબ્રહ્મ પરમેશ્વરને પ્રાપ્ત કરી લે છે તથા તે આનંદમયના સંયોગસુખનો નિરંતર અનુભવ કરે છે.
अथ हैनं सौर्यायणी गार्ग्यः पप्रच्छ भगवन्नेतस्मिन् पुरुषे कानि स्वपन्ति कान्यस्मिज्जाग्रति कतर एष देवः स्वप्नान्पश्यति कस्यैतत्सुखं भवति कस्मिन्नु सर्वे सम्प्रतिष्ठिता भवन्तीति ।।4.1।।
ગર્ગ્યમુનિએ મહાત્મા પિપ્પલાદને પાંચ વાતો પૂછી છે : ગાઢનિદ્રા વખતે શરીરમાં રહેનારા દેવતાઓમાંથી કોણ કોણ સૂએ છે, કોણ કોણ જાગતા રહે છે, સ્વપ્નમાં કયા દેવતા સ્વપ્નની ઘટના જુએ છે, નિદ્રાવસ્થામાં સુખનો અનુભવ કોને થાય છે અને આ બધા દેવતા સર્વભાવે કોના આશ્રિત છે.
तस्मै स होवाच यथा गार्ग्य मरीचयोऽर्कस्यास्तं गच्छतः सर्वा एतस्मिंस्तेजोमण्डल एकीभवन्ति। ताः पुनः पुनरुदयतः प्रचरन्त्येवं ह वै तत्सर्वं परे देवे मनस्येकीभवति। तेन तर्ह्येष पुरुषो न श्रृणोति न पश्यति न जिघ्रति न रसयते न स्पृशते नाभिवदते नादत्त्ो नानन्दयते न विसृजते नेयायते स्वपितीत्याचक्षते ।।4.2।।
મહાત્મા પિપ્પલાદે ગર્ગ્યના પ્રથમ પ્રશ્નનો જવાબ આપ્યો : ગર્ગ્ય! જ્યારે સૂર્ય અસ્ત પામે છે તે સમયે તેનાં ચોતરફ ફેલાયેલાં કિરણો જે રીતે તે તેજપુંજમાં મળીને એક થઈ જાય છે, બરાબર તે રીતે ગાઢનિદ્રા વખતે તમે પૂછેલા બધા દેવતા એટલે કે ઇન્દ્રિયો તે બધાથી શ્રેષ્ઠ જે મનરૂપ દેવ છે તેમાં વિલીન થઈને તદ્રૂપ બની જાય છે. એટલે તે વખતે આ જીવાત્મા નથી તો સાંભળતો, જોતો, સૂંઘતો, સ્વાદ લેતો, બોલતો, સ્પર્શ કરતો, ગ્રહણ કરતો, ચાલતો, મળમૂત્ર ત્યાગ કરતો કે મૈથુનનું સુખ પણ ભોગવતો નથી.
Your Content Goes Here