નવાં કેન્દ્રો

ગ્રેટર હ્યુસ્ટન : વેદાંત સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુ.એસ.એ.માં નવું કેન્દ્ર શરૂ કરાયું.

રામનાથપુરમ્ : ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા આવતાં સ્વામી વિવેકાનંદ જ્યાં રોકાયા હતા ત્યાં રામનાથપુરમ્ (રામનદ)માં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર શરૂ કરાયું.

સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી

નરોત્તમ નગર : આ કેન્દ્ર દ્વારા ૨૩ અને ૨૫મી મેના રોજ બે વિશિષ્ટ વ્યાખ્યાનો યોજાયાં.

સ્વામીજીનું પૈતૃક નિવાસસ્થાન (કોલકાતા) : તારીખ ૨૦મી મેના રોજ યોજાયેલ વ્યાખ્યાનમાં ૨૫૦ લોકોએ ભાગ લીધો હતો.

વિશાખાપટ્ટનમ્ : આ કેન્દ્ર દ્વારા ૧લી મેના રોજ શાળાના વિદ્યાર્થીઓ માટે સિસ્ટર નિવેદિતા વિષયક ક્વીઝ સ્પર્ધા યોજાઈ. બંગાળી ફિલ્મ ‘ભગિની નિવેદિતા’ના તેલુગુ રૂપાંતરવાળી ફિલ્મનું પણ તે દિવસે વિમોચન કરાયું.

ભારતનાં શાખા કેન્દ્રોના સમાચાર

નરોત્તમ નગર : આ કેન્દ્ર દ્વારા શિક્ષકો માટે નવાં બંધાયેલાં નિવાસ સ્થાનોનું અક્ષય તૃતીયાના દિવસે, ૯મી મેના રોજ ઉદ્‌ઘાટન કરાયું.

બરિશા : ૧૧મી મેના રોજ આ કેન્દ્ર દ્વારા જનરલ સેક્રેટરીના હસ્તે ઓલ્ડ એઈજ હોમના મરામત કરાયેલ ચોથા અને પાંચમા માળનું ઉદ્‌ઘાટન થયું.

ઘાટશિલા : આ કેન્દ્ર દ્વારા નવા ઊભા કરાયેલ ફિજિયોથેરાપી એકમનું ૧૧મી મેના રોજ ઉદ્‌ઘાટન કરાયું .

કોઈમ્બતુર મિશન : આ કેન્દ્રના કેમ્પસમાં યુથ રૂરલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ૧૦મી મેના રોજ યોજાયેલ ૩જી નેશનલ યુથ રૂરલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ આર્ચરી ટુર્નામેન્ટમાં વિવેકાનંદ યુનિવર્સિટીના જનરલ એન્ડ એડેપ્ટેડ ફિજિકલ એજ્યુકેશન એન્ડ યોગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ત્રણ સુવર્ણ ચંદ્રક, બે રજત ચંદ્રક અને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા. વળી ઓવર ઓલ નેશનલ ચેમ્પીયનશીપ પણ પ્રાપ્ત કરી.

નિ :શુલ્ક નેત્ર કેમ્પ

રાંચી મોરાબાદી : ૨૫ અપ્રિલથી ૧૯ મે દરમિયાન આ કેન્દ્ર દ્વારા આયોજિત આઈ કેર પ્રોગ્રામમાં ૫૩૯ બાળકો અને ૪૩૨ વયસ્કોની ચિકિત્સા કરાઈ જેમાંથી ૧૦ વ્યક્તિનાં મોતિયાનાં ઓપરેશન કરાયાં.

સ્વચ્છ ભારત અભિયાન

કામારપુકુર : આ કેન્દ્ર દ્વારા ૨૨મી મે ના રોજ સ્વચ્છતા કાર્યક્રમનો છઠ્ઠો તબક્કો યોજાયો જેમાં સંન્યાસીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકો સહિત ૬૭ વ્યક્તિઓએ કામારપુકુર અને આજુબાજુનાં સ્થળોનાં બજાર અને કેટલીક શેરીઓમાં સફાઈ કરાઈ.

મેંગાલુરુ : આ કેન્દ્ર દ્વારા મે માસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું જેમાં ૫૦૦ વ્યક્તિઓએ ભાગ લીધો.

નાગપુર : ૬ એપ્રિલના રોજ ધંતોલી વિસ્તારમાં સ્વચ્છતા અંગેની રેલીનું આયોજન થયું. રેલીમાં ૨૦૦ લોકોે હતા, જેમાં મોટા ભાગનાં બાળકો હતાં. રેલીના ભાગરૂપે બાળકોએ શેરી-નાટક ભજવ્યું.

મૂલ્યલક્ષી શિક્ષણ અને યુવલક્ષી કાર્યક્રમોે

દિલ્હી : આ કેન્દ્ર દ્વારા ૩જી થી ૨૫મી મે દરમિયાન શાળાના આચાર્યો અને શિક્ષકો માટે ૮ મૂલ્યલક્ષી શિક્ષણની કાર્યશિબિરોનું આયોજન કરાયું જેમાં બધા મળીને ૪૨૦ લોકોએ ભાગ લીધો.

સિલચર : તા. ૨૪ અને ૨૫ મેના રોજ આ કેન્દ્ર દ્વારા મૂલ્યલક્ષી કાર્યક્રમ યોજાયો જેમાં ૩૫ શાળાના ૨૦૮ વિદ્યાર્થીઓ અને ૬૦ શિક્ષકોએ ભાગ લીધો.

ભારત બહારનાં શાખા કેન્દ્રોના સમાચાર

ફીઝી : આ કેન્દ્રની સ્વામી વિવેકાનંદ કોલેજના એક વિદ્યાર્થીએ નેશનલ લેવલ એથ્લેટિક્સ કોમ્પીટીશનમાં ‘શોર્ટપુટ ઈવેન્ટ’માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા રાહતકાર્ય

(દુષ્કાળ, ચક્રવાત, પૂર, અગ્નિ અને પુનર્વસન રાહતકાર્ય)

બેલગાવ : આ કેન્દ્ર દ્વારા ૨૮ એપ્રિલથી ૨૮ મે દરમિયાન બેલાગાવી જિલ્લાનાં ૧૫ ગામડાનાં ૭૭,૨૦૦ લોકોમાં ૩૨.૫૮ લાખ લિટર પીવાના પાણીનું વિતરણ કરાયું.

પોન્નમપેટ : આ કેન્દ્ર દ્વારા મે માસમાં કોડાગુ જિલ્લાની હેલ્લીગટ્ટુ દેવ કોલોની અને સીતા કોલોનીમાં ૧૧૦ કુટુંબોમાં ૩૦,૦૦૦ લિટર પીવાના પાણીનું વિતરણ કરાયું.

ઔરંગાબાદ : આ કેન્દ્ર દ્વારા ૧લી થી ૨૩મી મે દરમિયાન ઔરંગાબાદ જિલ્લાનાં ૨૦ ગામોના ૧૭,૯૯૦ લોકોમાં ૧૩,૮૦૫ લાખ લિટર પીવાના પાણીનું વિતરણ કરાયું. પૂના કેન્દ્ર દ્વારા ૨૬ એપ્રિલથી ૧૯ મે દરમિયાન સતારા અને અહમદનગર જિલ્લાનાં ૭ ગામોના ૧૭,૬૯૫ લોકોમાં ૨૫.૬૨ લાખ લિટર પીવાના પાણીનું વિતરણ કરાયું.

તેલંગણા : હૈદરાબાદ કેન્દ્ર દ્વારા રંગારેડ્ડી, વારંગલ અને કરીમનગર જિલ્લાના ૧૨ ગામો તેમજ અડીલાબાદ નગરના ૧૪,૫૯૮ પરિવારોમાં ૨૮ એપ્રિલ થી ૨૫ મે દરમિયાન ૨૨.૭૪ લાખ લિટર પીવાના પાણીનું વિતરણ કરાયું. વધુમાં, રંગારેડ્ડી જિલ્લાના અદલપુર ગામથી ૧.૫ કિ.મી. દૂરના સ્થળે એક કૂવાનું ખોદકામ કરાવાયું. આ કૂવામાંથી પંપ દ્વારા પાણી કાઢીને ગામમાં પુરવઠો અપાય છે.

વિશાખાપટ્ટનમ્ : આ કેન્દ્ર દ્વારા હુડહુડ સાયક્લોનમાં (ઓક્ટોબર, ૨૦૧૪) અસર પામેલ વિશાખાપટ્ટનમ્ અને વિજયનગરમ્ જિલ્લાના ૧૦ ગામોના ૨૬૫ પરિવારોમાં પીવાના પાણીની સવલત પૂરી પાડવા માટે ૧૦ વોટર ટેન્ક મુકાઈ અને ૧૦,૦૦૦ મીટર પાઈપ લાઈન નખાઈ.

આસામ : ભયાનક વાવાઝોડામાંના અસરગ્રસ્તોને સિલચર કેન્દ્ર દ્વારા ૫ થી ૧૩ મે દરમિયાન બરાક વેલીનાં ૧૭ ગામોનાં ૧૧૧ પરિવારોમાં ૮૬૩ ટીન શીટનું વિતરણ કરાયું.

પોન્નમપેટ : ગરીબ અને જરૂરીયાતમંદ લોકોમાં ૧૧ સિલાઈ મશીનનું ૨૨ માર્ચના રોજ વિતરણ કરાયું. કોડાગુ જિલ્લાના વિરાજપેટ તાલુકાની હલ્લીગટુ દેવ કોલોનીમાં ૩ જાહેર શૌચાલયો બંધાવ્યાં.

ફીઝી : વિન્સ્ટન સાયક્લોનથી અરસગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના ચાલુ રાહત કાર્યમાં મે માસ દરમિયાન રાકી રાકી વિસ્તારમાં ૧૫૧ ગાંસડી કપડાં, ૯ ગાંસડી ખાદ્યસામગ્રી, ૬ ગાંસડી પગરખાં, ૧૦૨ હેન્ડ ટુલ્સ, ૭ બંડલ વાસણો અને ૭૧૫ ડોલનું વિતરણ કરાયું. આ કેન્દ્ર દ્વારા રાકીરાકી, નાદી, અને બા વિસ્તારોમાં મે માસમાં ૧૮૮૯ પેકેટ બિયારણનું વિતરણ કરાયું અને ૧૪૯૦ દર્દીઓને તબીબી સહાય અપાઈ.

તામિલનાડુ : ચેન્નઈ સ્ટુડન્ટ હોમ દ્વારા તિરુવલ્લુવર જિલ્લાના તથાઈમન્જી ગામના પૂરગ્રસ્ત ૨ કુટુંબો માટે શૌચાલય બંધાવી અપાયાં હતાં.

બિહાર : ૩જી મેના રોજ કટિહાર કેન્દ્ર દ્વારા આકસ્મિક આગથી અસર પામેલ અરારીઆ જિલ્લાના રામપુર-મોહનપુર વિસ્તારના ૮૫ પરિવારના લોકોને ૨૧૨૫ કિલો ચોખા, ૫૫૨ કિલો મમરા, ૪૯૦ કિલો પૌંઆ, ૮૫ કિલો મોરસ, ૮૫ વાસણના સેટ (દરેક સેટમાં બે થાળી, ટમ્બલર, રાંધવાનું વાસણ અને ડોલ) આપવામાં આવ્યા.

ગુજરાતના સમાચાર

વડોદરા : આ કેન્દ્ર દ્વારા સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ૪થી મેના રોજ ઉદ્‌ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એકત્રિત સમુદાયને શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી સહિત અન્ય લોકોએ સંબોધન કર્યું.

રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ૪થી જાન્યુઆરીથી ૨૯મી માર્ચ દરમિયાન શાળાનાં બાળકો માટે મૂલ્યલક્ષી શિક્ષણના ૧૯ કાર્યક્રમો યોજાયા, જેમાં ૧૯ શાળાઓના ૩૭૫૮ વિદ્યાર્થીઓને ભાગ લીધો. વળી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે દિવસીય નિવાસી શિબિરો યોજાઈ જેમાં ૨ કોલેજના ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

આ કેન્દ્રના વિવેકહોલમાં ૧૧મી મેના રોજ સ્વામી વિવેકાનંદ કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. ૧૧ કમ્યુટર દ્વારા અલગ અલગ વિષયો પર ટ્રેનિંગ આપતી બે બેચ શરૂ કરવામાં આવી છે.

આ કેન્દ્રનો વાર્ષિક મહોત્સવ ૧૩ મે, ૨૦૧૬ થી ૧૫ મે, ૨૦૧૬ સુધી આશ્રમના પ્રાંગણમાં યોજાયો જેમાં શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજી મહારાજ તેમજ પૂજ્ય સ્વામી આદિભવાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા અને પોતાના પ્રવચનો દ્વારા ભક્તજનોને મંત્ર મુગ્ધ કર્યા હતા. ૧૫ મે, ૨૦૧૬ના રોજ સવારે આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

૫ોરબંદર : આ કેન્દ્ર દ્વારા ૨જી મે, ૨૦૧૬ના રોજ દર વર્ષની જેમ ૩૦૦ ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓમાં વિવેક નોટબુક, પાઠ્ય પુસ્તકો તથા ભગિની નિવેદિતાના જીવન-ચરિત્રનાં પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.

૮મી મે, ૨૦૧૬ના રોજ વાર્ષિક કાર્યક્રમના ઉપલક્ષમાં આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. જેમાં સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજી, સ્વામી ગુણાશ્રયાનંદજીએ શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના આધ્યાત્મિક જીવન પર પ્રવચનો આપ્યાં હતાં. રાજકોટના જીતુભાઈ અંતાણી અને સિદ્ધાર્થ ભટ્ટનાં ભજનો, ગોંડલના પારસીબાબાનાં ભજનો રહ્યાં હતાં. આર્યકન્યા ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનબહેન મજીઠિયાએ શ્રીમા શારદાદેવી પર પ્રવચન આપ્યું હતું.

૯મી મે, ૨૦૧૬ના રોજ સંસ્કાર શિબિરનું આયોજન કરેલ જેમાં ૯૦ બાળકોએ ભાગ લીધો હતો. ઉદ્‌ઘાટન પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી સર્વસ્થાનંદજી ઉપસ્થિત રહ્યા હતા. શહેરના જાણીતા બિલ્ડર તથા મેનેજિંગ કમિટિના મેમ્બર શ્રીહર્ષિત રૂઘાણી તથા શ્રીજેઠાલાલ ગોપલાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. શિબિરમાં સંગીત, કલા, યોગ, નાટક, વિડિયો, પ્રશ્નોત્તરી વગેરે વિષયોમાં પારંગત શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું. ૨૯મી મે, ૨૦૧૬ના રોજ શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો.

પમી જુન, ૨૦૧૬ રવિવારના રોજ રોટરી ક્લબ, પોરબંદર, ઈન્ડિયન મેડિકલ એશોસીએશન અને એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલના સહકારથી નિ :શુલ્ક કેન્સર નિદાન અને સાવચેતી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં ૬૮ સ્ત્રીઓ અને ૬૭ પુરુષો એમ કુલ ૧૩૫ દર્દીઓ હાજર રહ્યા હતા. સ્ત્રીઓમાંથી ૧૫ને મેમોગ્રાફી મારફત કેન્સર અને ૫૬ને ‘પેપ સ્મિયર’નું નિદાન થયું હતું. પુરુષોમાંથી ૧૪ને મોંના કેન્સરનું નિદાન થયું હતું. કેન્સર માટે સાવચેતી અર્થે પ્રદર્શન અને વિડિયો-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા દર્દીઓની નિદાન પછીની નિયમિત ચકાસણી સિવિલ હોસ્પિટલ, પોરબંદર દ્વારા એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલમાં થશે. પોરબંદરના નામાંકિત ડાૅક્ટરો અને મહાનુભાવોએ આ નિદાન કેમ્પમાં માનદ સેવા આપી હતી. આવો નિદાન કેમ્પ પોરબંદરમાં પ્રથમ વખત થયો જેને નાગરિકોએ ખૂબ જ આવકાર્યો હતો.

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.