સ્વચ્છ ભારત અભિયાન
કાંકુડગાચ્છી : આ કેન્દ્રના ૪૦ વ્યકિતઓએ માણિકકલા મેઈન રોડ અને ત્યાંની કેટલીક ગલીઓની સફાઈ ૨૬ જૂનના રોજ કરી હતી.
નાગપુર : વિશ્વ પર્યાવરણદિનના ઉપક્રમે પ જૂનના રોજ આ કેન્દ્ર દ્વારા એક રેલીનું આયોજન થયું હતું. એક શેરી નાટક પણ ભજવાયું હતું.
મૂલ્યલક્ષી શિક્ષણ અને યુવલક્ષી કાર્યક્રમોે
ચેન્નઈ : આ કેન્દ્રે ૧૭ થી ૧૯ જૂન, એમ ત્રણ દિવસની યુવશિબિરનું આયોજન કર્યું હતું. તેમાં ૨૩૦ યુવાનોએ ભાગ લીધો હતો. છેલ્લા દિવસે ચેન્નઈ મઠની આજુબાજુનો વિસ્તાર તેમજ નજીકના શ્રીકપાલીશ્વર મંદિરમાં સફાઈ કામ કર્યું હતું.
હૈદ્રાબાદ : આ કેન્દ્ર દ્વારા ૨૪ થી ૨૬ જૂન એમ ત્રણ દિવસની વ્યક્તિત્વવિકાસ-શિબિરનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ૨૦૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
કાંકુડગાચ્છી : આ કેન્દ્ર દ્વારા વીરભૂમ જિલ્લાની છ શિક્ષણ સંસ્થાઓમાં મૂલ્યલક્ષી શિક્ષણશિબિરનું આયોજન ૧૦ થી ૧૨ જૂન દરમિયાન થયું હતું. આ કાર્યક્રમમાં ૪૦૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.
સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી
ચંડીગઢ : આ કેન્દ્ર દ્વારા ૧૨ જૂનના રોજ એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫૦ ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજમહેન્દ્રવરમ્ (રાજમુંદ્રિ) : આ કેન્દ્ર દ્વારા ૧૧મી જૂનના રોજ એક વિશેષ યુવસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૭૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્વામીજીના પૈતૃક નિવાસસ્થાન (કોલકાતા) : આ કેન્દ્ર દ્વારા ૨૩ મે થી ૭ જૂન દરમિયાન ૪ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૨૦૦ ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કોલકતામાં ૪ સભાઓનું આયોજન ૨ મે થી ૪ જૂન દરમિયાન થયું હતું. તેમાં ૧૨૫૦ ભાવિકજનોએ ભાગ લીધો હતો.
ગુજરાતના સમાચાર
વડોદરા : આ કેન્દ્ર દ્વારા અમદાવાદ અને વડોદરામાં અનુક્રમે ૧૬ અને ૧૮ જૂનના રોજ મૂલ્યલક્ષી કેળવણીનો શિક્ષકો માટે સેમીનાર યોજાયા હતા. આ સેમીનારમાં ૨૬૦ શિક્ષકોએ ભાગ લીધો હતો.
વડોદરા જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મ્યુનિસિપલ કોર્પાેરેશન અને રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરીયલ દ્વારા ‘વિશ્વ યોગ દિવસ’ ના ઉપલક્ષ્યમાં ૨૧મી જૂનના રોજ સયાજીરાવ નગરગૃહ, વડોદરામાં ‘શાંતિ અને સમન્વય માટે યોગ’ એ વિષય પર એક સેમિનારનું આયોજન થયું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી નિખિલેશ્વારાનંદે કહ્યું હતું કે ચાર યોગનો સંવાદ જ વૈશ્વિક શાંતિ અને એકતા તરફ આપણને દોરી જશે. મેયરશ્રી ભરતભાઈ ડાંગરે પોતાના ઉદ્ઘાટન-સંભાષણમાં કહ્યું હતું કે યોગ એ ભારતની સમગ્ર વિશ્વ માટે એક અનન્ય ભેટ છે. આ પ્રસંગે શ્રીઅનંતદેવજી અને શ્રીદુષ્યંત મોદીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તેમજ અન્ય પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતાં.
રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે ૩ થી પ જુલાઈ ૨૦૧૬, ના રોજ રાષ્ટ્રકક્ષાનું યુવસંમેલન સી.સી.મહેતા સભાગૃહમાં યોજાયું હતું. આ પ્રસંગે ભારતના સન્માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાના આદર્શાે અને ઉપદેશોને અનુસરીને ભારતના નવઘડતર માટે આજના યુવાનોએ પોતાની જાતને સમર્પિત કરવી જોઈએ, એવો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના શિક્ષણમંત્રી શ્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રથમ સત્રનંુ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. એમ.એસ.યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી શુભાંગિની દેવીએ યુવસંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. યુવ અને રમતગમત વિભાગના કેન્દ્ર સરકારના સચિવ શ્રીરાજીવ ગુપ્તા સમાપન સમારોહના અધ્યક્ષ સ્થાને હતા. ભારતભરના વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધજનોએ અને રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ યુવાનોને સંબોધ્યા હતા. આ યુવસંમેલનમાં ૧૫ રાજ્યોના ૬૦૦ યુવાનોએ ભાગ લીધો હતો. સમાપન સમારોહમાં યુવાનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
Your Content Goes Here