રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૫ – ૨૦૧૬ દરમિયાન થયેલ
રૂપિયા ૫૮૮.૭૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ

 

રામકૃષ્ણ મિશનની ૧૦૭મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ બપોરે ૩.૩૦ કલાકે યોજાઈ હતી. વર્ષ ૨૦૧૫-૧૬માં રામકૃષ્ણ મઠ-મિશનનાં નવા ૮ શાખાકેન્દ્રનો શુભારંભ થયો.
ભારતમાં રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો : (૧) નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ; વૃદ્ધ, બીમાર અને અસહાય લોકોને આર્થિક મદદ વગેરે કલ્યાણકાર્યો પાછળ ૧૬.૮૫ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. એનો લાભ ૨૨.૭૦ લાખ લોકોને મળ્યો છે. (૨) રામકૃષ્ણ સંઘની ૧૦ હોસ્પિટલ, ૭૭ ડિસ્પેન્સરી, ૪૨ હરતી-ફરતી મોબાઈલ ડિસ્પેન્સરી અને ૯૧૦ ચિકિત્સા શિબિરોના માધ્યમથી ૬૧.૦૨ લાખથી પણ વધારે રોગીનારાયણની સેવા થઈ છે; જેમાં રૂપિયા ૧૯૧.૪૮ કરોડ વપરાયા છે. (૩) રામકૃષ્ણ સંઘનાં બાલવિહારથી માંડીને સ્નાતકોત્તર કક્ષા સુધીનાં શિક્ષણસંસ્થાનો, અનૌપચારિક શિક્ષાકેન્દ્રો, રાત્રીશાળાઓ, કોચિંગ કેન્દ્રોમાં ૨૮૪.૯૬ કરોડ રૂપિયાના ખર્ચે ૩.૧૨ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું. (૪) ગ્રામીણ એવં આદિવાસી વિકાસ યોજના હેઠળ રૂપિયા ૫૮.૬૬ કરોડના ખર્ચે ૮૬.૫૧ લાખ લોકોને લાભ અપાયો. (૫) આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૩૬.૭૮ કરોડ રૂપિયાના ખર્ચે દેશના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત અને પુનર્વસનનાં કાર્યો હાથ ધર્યાં, જેના દ્વારા ૨.૨૧ લાખ પરિવારોના ૭.૨૮ લાખ લોકોને લાભ મળ્યો છે.
શિક્ષણક્ષેત્રે નવી ગતિવિધિઓ : (૧) કોઈમ્તુર મિશન દ્વારા પ્રધાનમંત્રી કુશળ યોજના હેઠળ ત્રણ નવા કોર્ષનો પ્રારંભ (૨) નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા પી.એચ.ડી./એમ.ફિલ કોર્ષ માટે વિવેકાનંદ સંશોધન કેન્દ્રનો પ્રારંભ (૩) રહરા કેન્દ્રની વિવેકાનંદ સેનેટરી કોલેજમાં ‘સ્વામી વિવેકાનંદ સેન્ટર ફોર મલ્ટી ડિસિપ્લીનરી રિસર્ચ ઇન બેઝીક સાયન્સ એન્ડ સોશ્યલ સાયન્સ’ કોર્ષનો શુભારંભ (૪) રાંચી મોરાબાદી કેન્દ્રમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષા માટે નવા કોર્ષ.
ચિકિત્સા ક્ષેત્રે નવી ગતિવિધિઓ : (૧) અગરતલા કેન્દ્ર દ્વારા મોબાઈલ ચિકિત્સા સેવાનો આરંભ (૨) લખનૌ કેન્દ્રમાં ટેલી મેડિસીન સેવાનો શુભારંભ છે. (૩) સેવા પ્રતિષ્ઠાન કોલકાતામાં રોગ નિદાન અને હૃદય ચિકિત્સા કેન્દ્રમાં વધારાની સુવિધાઓ.
ગ્રામીણ વિકાસ ક્ષેત્રે હાથ ધરાયેલા નવા પ્રકલ્પ : (૧) નારાયણપુર કેન્દ્ર દ્વારા ૧૦ આંગણવાડીઓનું એક શિક્ષણશાળામાં રૂપાંતર (૨) નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા પર્યાવરણ કોલેજની સ્થાપના (૩) પુરુલિયા વિદ્યાપીઠ દ્વારા ૧૧ ટ્યૂટવેલ નખાયા અને ૬ કૃષિ મેળાનું આયોજન (૪) રાંચી મોરાબાદી કેન્દ્ર દ્વારા ૭ રિચાર્જ ટાંકી, ૨૭ પરકોલેશન ટાંકીનું બાંધકામ (૫) સારગાછી કેન્દ્ર દ્વારા ગ્રીન હાઉસ અને સીડનેક હાઉસનું નિર્માણ. (૬) સિલચર કેન્દ્ર દ્વારા સીવણ કેન્દ્ર તાલીમની શરૂઆત.
રામકૃષ્ણ મઠમાં ઉલ્લેખનીય નવા પ્રકલ્પો : (૧) બાગબજાર મઠ દ્વારા વ્યવસાયિક પ્રશિક્ષણ અને ઉત્પાદન કેન્દ્રનો શુભારંભ (૨) ચેન્નઈ મઠ દ્વારા ભારતીય કલા ઇતિહાસ પર ૩ડી ફિલ્મ (૩) ઘાટશીલા અને ગોરહાટી મઠ દ્વારા દવાખાનાનું નિર્માણ (૪) તિરુવનંતપુરમમાં હોસ્પિટલનું નવીનીકરણ.
સ્વચ્છ ભારત અભિયાન : આંટપુર, બાગબજાર, નાગપુર, ચેન્નઈ, મેંગલુર અને નરેન્દ્રપુર કેન્દ્રો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.
ભારત બહારના કેન્દ્રોની ઉલ્લેખનીય ગતિવિધિઓ : બાંગ્લાદેશમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રસાર સંસદ શરૂ. સિંગાપુર કેન્દ્રના શારદા શિશુવિહારને રિડિંગ ઇનોવેશન એવોર્ડ પ્રાપ્ત. મલેશિયામાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનાવરણ.
સ્વામી વિવેકાનંદના બાળજીવનની ઘટનાઓને આવરી લેતી ‘સાઉન્ડ ઓફ જોય’ ફિલ્મને ૬૨મા ફિલ્મ એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મનું બિરુદ પ્રાપ્ત. સેવા કાર્યો માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રામકૃષ્ણ મિશનને ‘બંગ વિભૂષણ’ એવોર્ડ એનાયત.
અમારા આ સત્કાર્યમાં નિરંતર અને હાર્દિક સહકાર આપનાર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્તજનો અને રામકૃષ્ણ મઠ-મિશનના ચાહકોનો ઋણ સ્વીકાર કરીએ છીએ.
૨૦-૧૨-૨૦૧૬

Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.