રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર દ્વારા નવેમ્બર, ૨૦૧૬માં માધવપરના પછાત વિસ્તારનાં બાળકો માટે સ્વામી વિવેકાનંદ બાલક સંઘનો શુભારંભ કરવામાં આવ્યો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં તા. ૫ જાન્યુઆરી, ૨૦૧૭, ગુરુવારે સંધ્યા આરતી પછી ૭.૦૦ વાગ્યે ગ્વાલિયર-કિરાણા ઘરાણાના સુખ્યાત ગાયક સૂરમણિ શ્રી દત્તાત્રેય વેલણકરે શાસ્ત્રીય શૈલીમાં હરિકથા ને ભક્તિસભર ભજનો રજૂ કર્યા. આ કાર્યક્રમની શરૂઆત ‘સ્વચ્છ ભારત’ના કથા-કીર્તનથી થઈ.
આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પાેરેશનના કમિશ્નરશ્રી વંચ્છાનિધિ અતિથિવિશેષ સ્થાને હતા.

૬ થી ૮મી જાન્યુઆરી સુધી ગુજરાતભરના ભક્તજનો માટે અખિલ ગુજરાત ભક્ત સંમેલન અંતર્ગત ‘અંતર્યોગ શિબિર’નું આયોજન થયું હતું. આ ત્રિદિવસીય શિબિરમાં સવારે ૪.૩૦ થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી જપ-ધ્યાન, વૈદિક મંત્રોચ્ચાર, ગીતાપાઠ, ભજનો, વરિષ્ઠ સંન્યાસીઓ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન, સંકીર્તન, પ્રશ્નોત્તરી, વિડીયો શો વગેરે સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક કાર્યક્રમો રહ્યા

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.