સરયૂબાલાદેવીની નોંધ

આ  સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું તેમને જોઈશ કે નહીં તે તો તેઓ એકલા જ જાણે છે. તો પણ મા, એ મારું મહાન સદ્ભાગ્ય છે કે હું તમારાં દર્શન પામી શકી છું.’

શ્રીમાએ ‘બરોબર છે’ તેમ સંમતિસૂચક રીતે કહ્યુુંં. . . .

તે દિવસોમાં હું જરા મૂર્ખ હતી અને મને એટલી પણ ખબર ન હતી કે શ્રીમા સાથે ઘણાં લોકોને ખાનગી વાતો કરવાની હોય છે. અલબત્ત, મારે આ બાબત જાણવી જ જોઈએ, તેવું કોઈ કારણ ન હતું કારણ કે હું ઘણા ટૂંકા સમયથી શ્રીમા પાસે જતી-આવતી થઈ હતી અને એવું બનતું કે જો શ્રીમાને હું તેમના ઓરડામાં ન જોતી તો ચારે કોર આંખો ફેરવતી અને તેઓ જ્યાં હોય ત્યાંથી તેમને શોધી કાઢતી. એક સાંજે બે સૌભાગ્યવતી  સુંદર યુવતીઓ શ્રીમા સાથે ઉત્તર તરફની ઓસરીમાં ખાનગીમાં વાતો કરતી હતી. મેં તેમને જોયાં કે તરત જ હું ત્યાં પહોંચી ગઈ. મેં શ્રીમાને કહેતાં સાંભળ્યાં, ‘તમારા હૃદયની ઇચ્છા ઠાકુરને કહો અનેે તેમને પ્રાર્થના કરો. તમારા હૃદયના દુ:ખની તેમને જાણ થવા દો અનેે તેઓ તમારે જે જોઈએ છે તે તમારા ખોળામાં મૂકશે.’ તરત જ હું જાણી ગઈ કે તે બે યુવતીઓ શ્રીમા પાસે બાળકોની યાચના કરતી હતી. તેઓએ મને જોઈ ત્યારે તેઓ મૂંઝાઈ ગયાં અને હું તેથી પણ વધુ. . . થોડા મહિના બાદ હું તેઓને ફરી શ્રીમાના ઘેર મળી અને આ સમયે મેં જોયું કે તેઓ બંને સગર્ભા હતી.

ગૌરીમા આવ્યાં. ઠાકુર વિષે કાંઈક કહેવા માટે મેં જ્યારે તેમને દબાણ કર્યું ત્યારે તેમણે કહ્યુુંં, ‘બીજાં બધાં પહેલાં હું ઠાકુર પાસે આવી હતી. બીજાઓ પછીથી આવ્યા. મેં નરેન અને કાલીને તેઓ જ્યારે નાના હતા ત્યારે જોયેલા.’

મોડું થતું હોવાથી વધુ વાતચીત કરવાનો સમય ન હતો. ગૌરીમાએ શ્રીમાને નમન કર્યું અને ચાલ્યાં ગયાં. . .

જૂન 1912 : આજે સવારના સાત વાગ્યે, હું ગૌરીમાની શાળાએ ગઈ. . . . ચાર વાગ્યે હું તેમની સાથે શ્રીમાના ઘેર ગઈ. શ્રીમા સાંજની પ્રસાદી બનાવતાં હતાં. તેમણે જ્યારે આ પૂરું કર્યું ત્યારે પ્રથમ ગૌરીમાએ અને પછી મેં નમન કર્યું. ગૌરીમાએ તેમને એક બાજુ બોલાવ્યાં અને થોડીક ખાનગી વાતો  કર્યા બાદ મને બોલાવી. હું શ્રીમા માટે એક ગરડ (રેશમની સાડી) લાવી હતી તે મેં તેમનાં ચરણે ધરી અને તેમને પ્રણામ કરીને કહ્યુુંં, ‘મા, તે અત્યારે જ પહેરો.’

શ્રીમા હસ્યાં અને કહ્યુુંં, ‘હું ચોક્કસ તે પહેરીશ.’

ગૌરીમાએ લાગણીથી મારી પ્રશંસા કરવી શરૂ કરી અને શ્રીમા પણ તેમાં જોડાયાં…

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : 87-887

Total Views: 390

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.