कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: ।

रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥

भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् ।

सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥2॥

महाम्भोधेस्तीरे कनकरुचिरे नीलशिखरे वसन् प्रासादान्त: सहजबलभद्रेण बलिना ।

सुभद्रामध्यस्थ: सकलसुरसेवावसरदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥3॥

कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो रमावाणीराम: स्फुरदमलपङ्केरुहमुख: ।

सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥4॥

रथारूढो गच्छन् पथि मिलितभूदेवपटलै: स्तुतिप्रादुर्भावं प्रतिपदमुपाकर्ण्य सदय: ।

दयासिन्धुर्बन्धु: सकलजगतां सिन्धुसुतया जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥5॥

परब्रह्मापीड: कुवलयदलोत्फुल्लनयनो निवासी नीलाद्रौ निहितचरणोऽनन्तशिरसि ।

रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥6॥

न वै याचे राज्यं न च कनकमाणिक्यविभवं न याचेऽहं रम्यां सकलजनकाम्यां वरवधूम् ।

सदा काले काले प्रमथपतिना गीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥7॥

हर त्वं संसारं द्रुततरमसारं सुरपते हर त्वं पापानां विततिमपरां यादवपते ।

अहो दीनानाथं निहितमचलं निश्चितपदं जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥8॥

जगन्नाथाष्टकं पुण्यं य: पठेत् प्रयत: शुचि: ।

सर्वपापविशुद्धात्मा विष्णुलोकं स गच्छति ॥9॥

 

      શ્રીજગન્નાથાષ્ટકમ્

કયારેક યમુનાના કિનારાનાં વનમાં સંગીત ગાનારાઓમાં શ્રેષ્ઠ, આનંદથી ગોપીઓનાં મુખકમળનો આસ્વાદ માણનારા ભમરા સમા; લક્ષ્મી, શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને ગણપતિ દ્વારા પૂજાયેલ ચરણવાળા જગન્નાથ ભગવાન મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો એટલે કે મને દર્શન આપો. ॥1॥

ડાબા હાથમાં વાંસળી, મસ્તક પર મોરપિચ્છ, કમરમાં રેશમીવસ્ત્ર અને આંખના ખૂણામાં મિત્રો માટે કટાક્ષને ધારણ કરતા, હંમેશ શ્રી વૃંદાવનમાંં વાસ કરવાની લીલાથી પરિચિત એવા ભગવાન જગન્નાથ મારાં નેત્રોના માર્ગમાં આવનાર બની રહો. ॥2॥

બળવાન મોટાભાઈ બલરામજી સાથે, મહાસાગરના કિનારે સોના જેવા સુંદર નીલપર્વતના શિખર પર આવેલા મહેલની અંદર રહેતા, વચ્ચે સુભદ્રાજી અને સર્વ દેવોને સેવાનો અવસર આપનાર જગન્નાથજી ભગવાન મારાં નેત્રોના માર્ગમાં આવનાર બની રહો. ॥3॥

દયાના સાગર, પાણીવાળાં વાદળાંની હારમાળા જેવા સુંદર; લક્ષ્મી અને સરસ્વતીદેવી સાથે લીલા કરનાર, નિષ્કલંક પૂર્ણ કમળ જેવા મુખવાળા, ઇંદ્ર દ્વારા પૂજા કરવા યોગ્ય, વેદોના સમૂહના ઉત્તમ ભાગ એટલે કે ઉપનિષદો વડે ગવાયેલા ચરિત્રવાળા જગન્નાથ ભગવાન મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો. ॥4॥

રથમાં બેસીને પ્રયાણ કરતાં રસ્તામાં મળેલા બ્રાહ્મણોના સમૂહ વડે થયેલી સ્તુતિને અક્ષરશ: સાંભળીને દયાવાન બનેલા, કરુણાના સાગર, સાગરની પુત્રી એટલે લક્ષ્મી દ્વારા સઘળા જગતના બંધુ, એવા ભગવાન જગન્નાથ મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો. ॥5॥

પરબ્રહ્મરૂપી મસ્તકવાળા, કમળના પત્ર સમાન નયન ધરાવનારા, નીલાંચલ પર્વત પર નિવાસ કરનારા, શેષનાગના મસ્તક પર પોતાનાં ચરણ પધરાવનારા, રસરૂપી આનંદવાળા, રાધાના સુંદર દેહ સાથે આલિંગનનું સુખ માણનારા, ભગવાન જગન્નાથ મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો. ॥6॥

હું રાજ્યની ઇચ્છા કરતો નથી અને વિષયોના ભોગની બાબતમાં સોનાની પ્રાર્થના પણ કરતો નથી. રમણીય, સર્વ મનુષ્ય દ્વારા ઇચ્છાતી સુંદર વહુની કામના હું કરતો નથી. હંમેશ શિવ દ્વારા ગવાયેલા ચરિત્રવાળા ભગવાન જગન્નાથ મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો. ॥7॥

હે દેવોના સ્વામી ! તમે અસાર સંસારને એકદમ ઝડપથી હરી લો. હે યાદવોના સ્વામી ! પાપોના બીજા વિસ્તારને તમે હરી લો. અહો ! દીન અને અનાથ ઉપર કૃપા કરવાનું વચન આપનાર એવા ભગવાન જગન્નાથ મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો. ॥8॥

આ પાવનકારી જગન્નાથાષ્ટકનો જે મનુષ્ય પવિત્રતાપૂર્વક પાઠ કરે છે તે સર્વ પાપમાંથી મુક્ત થઈ વિષ્ણુલોકને પામે છે. ॥9॥

 

Total Views: 49
By Published On: June 1, 2017Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram