गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:।

गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥

ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે, તેવા શ્રી ગુરુને નમસ્કાર હો !

अखंडमंडलाकारं व्याप्तं येन चराचरम् ।

तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नम: ॥2॥

અખંડ મંડલના (બ્રહ્માંડના) આકારવાળા, ચરાચર જગતમાં જે વ્યાપ્ત થઈને રહેલા છે, જેમણે પરમાત્મારૂપી પરમપદનું દર્શન કરાવ્યું છે, તેવા ગુરુને નમસ્કાર હો !

अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया ।

चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नम: ॥3॥

અજ્ઞાન રૂપી અંધકારથી અંધ થયેલનાં (મારાં) ચક્ષુ જ્ઞાનરૂપી અંજનની સળીથી જેમણે ઉઘાડયાં, તે શ્રીગુરુદેવને નમસ્કાર છે !

स्थावरं जङ्गमं व्याप्तं येन कृत्स्नं चराचरम् ।

तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नम: ॥4॥

સ્થાવર જંગમ જડ ચેતન, સહિત જે કાંઈ પણ છે, તે (જેના વડે) વ્યાપ્ત છે, તે પદનું જ્ઞાન જેમણે કરાવ્યું છે, તે શ્રી ગુરુદેવને નમસ્કાર છે !

चिद्रूपेण परिव्याप्तं त्रैलोक्यं सचराचरम् ।

तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नम: ॥5॥

જે ચિન્મય તત્ત્વ ત્રણે લોકમાં જડ અને ચેતન સહિત સર્વમાં વ્યક્ત છે, તે પદનું જ્ઞાન જેમણે કરાવ્યું, તે શ્રી ગુરુદેવને નમસ્કાર છે !

सर्वश्रुतिशिरोरत्नसमुद्भासितमूर्तये ।

वेदान्ताम्बुजसूर्याय तस्मै श्रीगुरवे नम: ॥6॥

સર્વ શ્રુતિના ઉત્તમાંગ (એવા વેદાંત) સ્વરૂપ મણિથી જેમનાં ચરણકમળ સુશોભિત છે તે વેદાંતરૂપી કમળ (ને ખીલવવા) માટે જે સૂર્ય સમાન છે, તે શ્રી ગુરુદેવને નમસ્કાર છે !

चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनम् ।

बिन्दुनादकलातीतस्तस्मै श्रीगुरवे नम: ॥7॥

જે ચૈતન્ય, શાશ્ર્વત, શાંત, વ્યોમથી અતીત, નિરંજન  છે, જે બિંદુ-નાદ અને કલાથી પર છે, એવા શ્રીગુરુદેવને નમસ્કાર છે !

ज्ञानशक्तिसमारूढस्तत्त्वमालाविभूषित ।

भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नम: ॥8॥

જ્ઞાનના શક્તિરૂપ (અશ્ર્વ) પર જે રૂડી રીતે આરૂઢ થયેલા છે, તત્ત્વરૂપી માળાથી જે વિભૂષિત છે તથા ભોગ અને મોક્ષના જે પ્રદાતા છે, તે શ્રીગુરુદેવને નમસ્કાર છે !

अनेकजन्मसम्प्राप्तकर्मेन्धनविदाहिने ।

आत्मज्ञानाग्निदानेन तस्मै श्रीगुरवे नम: ॥9॥

આત્મજ્ઞાનના ઉપદેશથી અનેક જન્મોનાં સંચિત કર્મોરૂપી બંધનનો નાશ કરનાર શ્રીગુરુદેવને નમસ્કાર છે !

शोषणं भवसिन्धोश्च प्रापणं सारसम्पद: ।

यस्य पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नम: ॥10॥

જે ગુરુદેવનું ચરણામૃત ભવસાગરનું શોષક છે, અને (સંસારના) સારતત્ત્વરૂપી સંપત્તિ (બ્રહ્મજ્ઞાન)નું જ્ઞાપક છે, તે શ્રીગુરુદેવને નમસ્કાર છે !

न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तप: ।

तत्त्वज्ञानात्परं नास्ति तस्मै श्रीगुरवै नम: ॥11॥

જે ગુરુદેવથી અધિક કોઈ તત્ત્વ નથી, જે ગુરુદેવથી અધિક કોઈ તપશ્ર્ચર્યા નથી અને જે ગુરુદેવના (ઉપદેશો) તત્ત્વના જ્ઞાનથી અધિક (કાંઈ પ્રાપ્ત કરવા જેવું) નથી, તે શ્રીગુરુદેવને નમસ્કાર છે !

मन्नाथ: श्रीजगन्नाथो मद्गुरु: श्रीजगद्गुरु: ।

मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नम: ॥12॥

જે મારા તથા જગતના સ્વામી છે, જે મારા તથા જગતના ગુરુદેેવ છે, જે મારા તથા જીવમાત્રનો આત્મા છે, (તે જ મારા ગુરુદેવ છે), તે શ્રીગુરુદેવને નમસ્કાર છે !

गुरुरादिरनादिश्च गुरु: परमदैवतम् ।

गुरो: परतरं नास्ति तस्मै श्रीगुरवे नम: ॥13॥

જે ગુરુદેવ (સમગ્ર જગતના) કારણરૂપ છે, (છતાં તે પોતે) અનાદિ અર્થાત્ કારણ રહિત છે, જે પરમતત્ત્વ છે અને જે ગુરુદેવથી ચઢિયાતું કોઈ તત્ત્વ નથી, તે શ્રીગુરુદેવને નમસ્કાર છે !

ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं

द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् ।

एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं

भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॥14॥

જે આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, પરમસુખના પ્રદાતા છે, કૈવલ્પ સ્વરૂપ, જ્ઞાનમૂર્તિ છે, જે દ્વંદ્વથી પર છે, આકાશ સમાન (સર્વવ્યાપી) છે, તત્ત્વમસિ આદિ (મહાવાક્યના) લક્ષ્ય સ્વરૂપ છે; એક, નિત્ય, વિમલ તથા અચળ છે.; સર્વ બુદ્ધિ-વૃત્તિઓના સાક્ષીરૂપ (ચૈતન્ય) છે, (મનના સર્વ) ભાવોથી અતીત છે અને ત્રણે ગુણોથી (સત્ત્વ, રજસ્ અને તમસ્) રહિત છે, એવા તે સદ્ગુરુને હું પ્રણામ કરું છું.

॥ ઇતિ શ્રી ગુરુસ્તોત્રમ્ સમાપ્તમ્॥

‘વિશ્વસારતંત્રમ્’ માંથી

Total Views: 110
By Published On: July 1, 2017Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram