लब्ध्वा कथञ्चिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् ।
यस्त्वात्ममुक्तौ न यतेत मूढधीः स ह्यात्महा स्वं विनिहन्त्यसद्ग्रहात् ।।4।।
વળી ભલે કેટલાક લોકો ગમે તે રીતે તન-મનની શક્તિવાળો માનવજન્મ પામે, સાથે ને સાથે વેદો અને શાસ્ત્રોને સમજે-જાણે, છતાં જે મુમુક્ષુત્વ એટલે કે મુક્તિ પ્રાપ્તિ માટે મથામણ ન કરે તેવા, માનવો ખરેખર આત્મહત્યા કરે છે, કારણ કે તેઓ નાશવંત અને મિથ્યા વસ્તુઓથી લિપ્ત રહે છે અને પોતાનો નાશ નોતરે છેે.
इतः कोन्वस्ति मूढात्मा यस्तु स्वार्थे प्रमाद्यति ।
दुर्लभं मानुषं देहं प्राप्य तत्रापि पौरुषम् ।।5।।
વળી જે માનવ આવો દુર્લભ માનવજન્મ પામે, તન-મનની શક્તિ મેળવે છતાં પણ ભ્રમણામાં પડીને સર્વોત્કૃષ્ટ કલ્યાણની-આત્માની અનુભૂતિ ન કરે તેમના જેવો મહામૂર્ખ બીજો કોણ હોઈ શકે?
पठन्तु शास्त्राणि यजन्तु देवान् कुर्वन्तु कर्माणि भजन्तु देवताः ।
आत्मैक्यबोधेन विनापि मुक्तिर्न सिध्यति ब्रह्मशतान्तरेऽपि ।।6।।
ભલે કોઈ માણસ શાસ્ત્ર સમજે-સમજાવે, દેવોની પૂજા કરે, અનેક (શુભ) કર્મ કરે અથવા દેવોને ભજે તો પણ ‘બ્રહ્મ અને આત્મા એક જ છે,’ એવા જ્ઞાન વિના સો વર્ષ થઈ જાય તેટલા કાળે પણ (તેની) મુક્તિ થતી નથી.
Your Content Goes Here