सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ॥

भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ॥1॥

ખૂબ રમણીય, નિર્મળ એવા સૌરાષ્ટ્ર દેશમાં ભક્તિ આપવા માટે દયાસહિત અવતરેલા, મસ્તક પર ચંદ્રાલંકારને ધારણ કરનારા  જ્યોતિર્લિંગરૂપ ભગવાન શ્રીસોમનાથના શરણે હું જાઉં છું.

श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ॥

तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ॥2॥

ઉચ્ચતમ પર્વતથી પણ શ્રેષ્ઠ એવા શ્રીશૈલ પર્વતના શિખર પર દેવમાળામાં વસેલા સંસારસાગર પાર કરવામાં સેતુરૂપ એક માત્ર પ્રભુ મલ્લિકાર્જુન પ્રભુને હું નમસ્કાર કરું છું.

अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् ॥

अकालमृत्यो: परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् ॥3॥

સજ્જનોને મોક્ષ આપવા, ઉજ્જૈનમાં અવતાર લેનારા મહાકાલ મહાદેવજીને, મૃત્યુથી બચવા હું નમસ્કાર કરું છું.

कावेरिका नर्मदयो: पवित्रे समागमे सज्जनतारणाय ॥

सदैव मांधातृपुरे वसन्तमोङ्कारमीशं शिवमेकमीडे ॥4॥

સજ્જનોને ભવસાગરથી પાર ઉતારવા કાવેરી અને નર્મદાના પવિત્ર સંગમ પાસે માંધાતાની નગરીમાં વાસ કરનારા અનુપમ કલ્યાણમય ભગવાન ઓમકારેશ્ર્વરની હું સ્તુતિ કરું છું.

पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदावसन्तं गिरिजासमेतम् ॥

सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि ॥5॥

ઈશાનખૂણામાં ચિતાભૂમિમાં ગિરિજા સાથે હંમેશાં નિવાસ કરનાર દેવ અને અસુરના આરાધ્ય, પ્રભુ વૈદ્યનાથને હું વંદન કરું છું.

याम्ये सदङ्गे नगरेऽतिरम्ये विभूषिताङ्गं विविधैश्च भोगै: ॥

सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये ॥6॥

દક્ષિણના સુરમણીય સદંગ નગરમાં વિવિધ ભોગયુક્ત વિવિધ આભૂષણોથી ભૂષિત, ભક્તિ-મુક્તિ આપનારા શ્રીનાગનાથને શરણે હું જાઉં છું.

महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रै: ॥

सुरासुरैर्यक्षमहोरगाद्यै: केदारमीशं शिवमेकमीडे ॥7॥

ગિરિરાજ હિમાલયની પાસે કેદાર શિખરને તીરે વસતા મુનિવરો દ્વારા પૂજિત; દેવ, અસુર, સર્પો વગેરે દ્વારા પૂજિત કલ્યાણકારી ભગવાન કેદારનાથની હું સ્તુતિ કરું છું.

सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीतीरपवित्रदेशे ॥

यद्दर्शनात्पातकमाशु नाशं प्रयाति तं त्र्यंबकमीशमीडे ॥8॥

ગોદાવરીના તીરે, પવિત્ર પ્રદેશમાં સહ્યાદ્રિના સ્વચ્છ શિખર પર વસતા, પાપનાશક દર્શનવાળા, શ્રીત્ર્યંબકેશ્ર્વરની હું સ્તુતિ કરું છું.

सुताम्रपर्णीजलराशियोगे निबध्यसेतुं विशिखैरसंख्यै: ॥

श्रीरामचंद्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि ॥9॥

તામ્રપર્ણી અને સાગરના સંગમ પર બાણોનો પૂલ બાંધીને રામચંદ્રજી દ્વારા પ્રતિષ્ઠિત શ્રીરામેશ્ર્વર દેવને નિયમપૂર્વક હું નમું છું.

यं डाकिनीशाकिनिकासमाजे निषेव्यमाणं पिशिताशनैश्च ॥

सदैव भीमादिपदप्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि ॥10॥

ડાકિની-શાકિનીઓના સમૂહમાં ભૂતો વડે પૂજાયેલા, ભક્તહિતકારી ભગવાન ભીમશંકરને હું પ્રણામ કરું છું.

सानन्दमानन्दवने वसन्तमानन्दकन्दं हतपापवृन्दम् ॥

वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये ॥11॥

આનંદવન (કાશી)માં આનંદપૂર્વક વસનારા, આનંદકંદરૂપ, પાપસમૂહનો નાશ કરનારા, અનાથના નાથ, કાશીપતિ શ્રી વિશ્વનાથના શરણમાં હું જાઉં છું.

इलापुरेरम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यम् ॥

वन्दे महोदारतरस्वभावं घृष्णेश्वराख्यं शरणं प्रपद्ये ॥12॥

ઈલાપુરના સુરમ્ય મંદિરમાં શોભિત, સમગ્ર જગતના આરાધ્ય, ઉદાર સ્વભાવવાળા, ઘૃષ્ણેશ્ર્વર નામના જ્યોતિર્મય ભગવાન શિવને હું શરણે જાઉં છું.

ज्योतिर्मय द्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण ॥

स्तोत्रं पठित्वा मनुजोऽतिभक्त्या फलं तदालोक्यनिजं भजेच्च ॥13॥

ક્રમશ: કહેવામાં આવેલાં આ બાર જ્યોતિર્મય શિવલિંગોના સ્તોત્રનો પાઠ જે ભક્તિપૂર્વક કરશે તેમને શિવદર્શનનું ફળ પ્રાપ્ત થશે.

Total Views: 114
By Published On: August 1, 2017Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram