શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત મોરબી જિલ્લાનાં માળિયા અને મિતાણામાં જુલાઈ, ૨૦૧૭માં કામચલાઉ ભોજનશાળા શરૂ કરવામાં આવી હતી. તા. ૨૩ના રોજ સાંજે ૪૦૦૦ અસરગ્રસ્ત લોકોને ખીચડી; તા. ૨૪ના રોજ બપોરે ૪૦૦૦ લોકોને ભાત અને બટેટાનું શાક તથા સાંજે ૨૨૦૦ લોકોને ખીચડી; તા. ૨૫ના રોજ બપોરે ૨૨૦૦ લોકોને ભાત અને બટેટાનું શાક તથા સાંજે ૧૫૦૦ લોકોને ખીચડી; તા. ૨૬ના રોજ બપોરે ૨૨૦૦ લોકોને થેપલાં અને બટેટાનું શાક તથા સાંજે ૧૫૦૦ લોકોને પૂરી અને બટેટાનું શાકનું ભોજન કરાવવામાં આવ્યું હતું. તદુપરાંત આ બન્ને ગામોમાં તા.૧૦ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ ત્રણ શાળાઓના ૩૩૬ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, વોટર બેગ, ત્રણ નોટબૂક આપવામાં આવ્યાં હતાં.

ઉપર્યુક્ત રાહતકાર્ય માટે રૂ. ૧,૯૭,૪૪૨/- વાપરવામાં આવ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી

લીંબડી શહેર અને તેની આસપાસનાં ગામડાંના પૂરગ્રસ્ત ૫૨૦ લોકોમાં ફૂડ પેકેટ, બિસ્કીટ, દૂધ તેમજ તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

આ કેન્દ્ર દ્વારા તા. ૨૯ અને ૩૦ જુલાઈ, ૨૦૧૭ના રોજ બનાસકાંઠાનાં ૧૪ ગામોના પૂરપીડિત લોકોમાં ૩૦૦૦ ફૂડ પેકેટ અને ૨૯૪ રેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક જરૂરિયાતવાળી આ રેશન કિટમાં ૧૦ કિ. ચોખા, ૧૦ કિ. લોટ, ૩ કિ. ચણાદાળ, ૪૦૦ ગ્રામ મરી-મસાલો, ૧ કિ. મીઠું, ૧ કિ. ખાદ્યતેલ, ૩ પેકેટ બિસ્કીટ, ૫૦૦ ગ્રામ નમકીન, ૫૦૦ ગ્રામ દૂધ પાવડર, ૫૦૦ ગ્રામ ચા, ૧ કિ. ખાંડ, ૧૨ મીણબત્તી, ૧ બાકસનું પેકેટ અને ૧ તાડપત્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતોે.

Total Views: 211
By Published On: September 1, 2017Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram