રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય
૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ
ચીજવસ્તુ | બેલુર મઠ | વડોદરા મિશન |
ચોખા | ૧૦૧૫૦ કિલો | ૧૮૦૯ કિલો |
મગદાળ | ૩૦૪૫ કિલો | ૧૧૨.૫ કિલો |
તુવેરદાળ | ૩૯૬ કિલો | |
મીઠંુ | ૧૦૧૫ કિલો | |
તેલ | ૧૦૧૫ કિલો | ૨૮૩.૫ કિલો |
ખાંડ | ૧૦૧૫ કિલો | |
ચા | ૧૦૧.૫ કિલો | |
ઘઉંનો લોટ | ૧૦૧૫૦ કિલો | ૧૪૧૭.૫ કિલો |
બાજરીનો લોટ | ૧૪૧૭.૫ કિલો | |
જુવારનો લોટ | ૨૮૩.૫ કિલો | |
મરચું પાઉડર | ૨૦૩ કિલો | |
હળદર પાઉડર | ૧૦૧.૫ કિલો |
ચીજવસ્તુ | બેલુર મઠ | વડોદરા મિશન |
ધાણાજીરૂ | ૧૦૧.૫ કિલો | |
ચણા | ૨૦૩૦ કિલો | |
દૂધનો પાઉડર | ૨૦૭.૫ કિલો | |
મીણબત્તી | ૧૨૧૮૦ નંગ | |
બાકસ બોક્સ | ૧૦૧૫ નંગ | |
મીક્સ ફરસાણ | ૫૦૭.૫ કિલો | |
નમકીન | ૯૦૦ કિલો | |
પારલે બિસ્કીટ | ૩૦૪૫ નંગ | ૫૬૭ નંગ |
તાલપત્રી | ૧૦૧૫ નંગ | |
થાળીવાટકા | ૫૬૭ નંગ | |
સ્ટીલના ગ્લાસ | ૫૫૯ નંગ | |
ગરમ મસાલા | ૪૫ |
બીલખાના પવિત્ર આનંદ આશ્રમમાં યોજાયેલ સાધના શિબિર
૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ બીલખાના મહાન ચિંતક નથુરામ શર્માના આનંદ આશ્રમમાં બે દિવસની સાધના શિબિરનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું. રામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદ; પોરબંદર મિશનના સચિવ સ્વામી આત્મદિપાનંદ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી ઇષ્ટમયાનંદ, સ્વામી દયાર્ણવાનંદ, શંકરેશાનંદ; વડોદરા મિશનના સ્વામી મંત્રેશાનંદ, યોગસિદ્ધાનંદ; આ ઉપરાંત ઉજ્જૈનથી આવેલા અતિથિ સંન્યાસી સ્વામી આદિત્યાનંદની નિશ્રામાં ગુજરાતભરના ૨૦૦ જેટલા ભક્તોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરમાં જપ, ધ્યાન, ભજન, સદ્ગ્રંથવાચન, વૈદિક મંત્રોચ્ચાર, મંગળા આરતી, સંધ્યા આરતી, રામનામ સંકીર્તન, દક્ષિણામૂર્તિ સ્તોત્ર પઠન, શ્રીમાનામ સંકીર્તન તથા આસપાસનાં પાવનધામોનાં દર્શનનો લાભ બધા ભાવિકોએ લીધો હતો.
૨ સપ્ટેમ્બરે રાત્રે રામનાથ શિવમંદિરના પરિસરમાં ધૂણો જલાવીને શ્રીરામકૃષ્ણ અષ્ટોત્તર નામ સાથે ઘીની આહુતિ અપાઈ હતી. બે દિવસ સુધી બીલખામાં જાણે કે એક દિવ્યાનંદનું મંગળ અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રેરક પ્રવચનો પણ યોજાયાં હતાં. આનંદ આશ્રમના સંવાહકોએ ભોજન-અલ્પાહાર અને ઉતારાની સુંદર વ્યવસ્થા કરી હતી. આનંદ આશ્રમથી વળતી યાત્રામાં ૩ સપ્ટે.ના રોજ કાગવડ પાસે આવેલ સુખ્યાત ખોડલધામ સંકુલની મુલાકાતને ભાવિકોએ માણી હતી. ચા-નાસ્તાની મજા માણીને સાધકોએ ગોંડલમાં ભુવનેશ્વરીપીઠની મુલાકાત વખતે ભુવનેશ્વરીમાતાનાં દર્શન કર્યાં અને ત્યાં રાત્રિભોજન લીધું હતું.
Your Content Goes Here