अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः।

न स्नानेन न दानेन प्राणायामशतेन वा।। 13 ।।

તીર્થાેમાં સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામ કરવાથી નહીં, પણ ગુરુની હિતકર ઉક્તિઓ પર ચિંતન-મનન કરવાથી જ બ્રહ્મતત્ત્વની અનુભૂતિ પ્રાપ્ત થાય છે.

अधिकारिणमाशास्ते फलसिद्धिविर्शेषतः।

उपाया देशकालाद्याः सन्त्यस्मिन सहकारिणः।। 14 ।।

સાધનામાં ફળસિદ્ધિ માટે ઉત્તમ અધિકારી હોવું એ વિશેષ આવશ્યકતા છે. આ સિદ્ધિમાં સ્થાન, કાળ વગેરે ઉપાયો તેમાં સહાયક માત્ર છે.

अतो विचारः कर्तव्यो जिज्ञासोरात्मवस्तुनः।

समासाद्य दयासिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम्।। 15 ।।

એટલે જિજ્ઞાસુ સાધક માટે એ આવશ્યક છે કે તે ઉત્તમ બ્રહ્મવેત્તા દયાસિંધુ ગુરુનું શરણ સ્વીકારીને તેઓ આત્મવસ્તુ પર ચિંતન મનન કરતા રહે.

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.