मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः ।
अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षितः ।।16।।

જે મેધાવી અને વિદ્વાન તેમજ શાસ્ત્રોના પક્ષનું મંડન કરનાર અને તેની વિરોધી બાબતોનું ખંડન કરવામાં કુશળ છે, એવાં જ લક્ષણોવાળી વ્યક્તિ આત્મવિદ્યાની અધિકારી છે.

विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः ।
मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता ।।17।।

જે આત્મા અને અનાત્મા વચ્ચે વિવેક કરી શકે છે, જેમનું મન અનાત્મ વસ્તુઓથી પર છે એટલે કે વૈરાગી છે, જે શમ આદિ છ સંપત્તિઓ ધરાવે છે એવો મુમુક્ષુ અર્થાત્ મોક્ષની ઇચ્છા કરનાર વ્યક્તિ જ બ્રહ્મ વિશે જિજ્ઞાસા કરવા યોગ્ય છે.

साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः ।
येषु सत्स्वेव सन्निष्ठा यदभावे न सिध्यति ।।18।।

આ બ્રહ્મવિદ્યાની સિદ્ધિમાં મનીષીઓએ ચાર સાધનાઓની આવશ્યકતા દર્શાવી છે. એ થવાથી બ્રહ્મવસ્તુમાં નિષ્ઠા સધાય છે, તેના અભાવમાં એ નિષ્ઠા સધાતી નથી.

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.