રામકૃષ્ણ મિશન, વડોદરાનું અખિલ ગુજરાત યુવ સંમેલન

ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપક્રમે ૧૧ નવેમ્બર, શનિવારે નચાહો ભારતનેથ એ શીર્ષક હેઠળ ગુજરાતભરનાં યુવાન ભાઈ-બહેનો માટે યોજાયેલ યુવશિબિરનું મંગલ ઉદ્‌ઘાટન કેપ્ટન સુભાષ શરણ, રાજ્યમાતા શુભાંગિની દેવી, ડૉ.જયેશ શાહ, ગીતાબહેન ગોરડિયા, સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી ગુણેશાનંદના વરદ હસ્તે દીપપ્રાકટ્ય સાથે થયું હતું. આ પ્રસંગે તાજેતરના વર્ષોમાં શહીદ થયેલા અમદાવાદ અને વડોદરાના શહીદવીરોના કુટુંબીજનોનું સન્માન શાલ અને સ્વામીજીનાં પુસ્તકો અર્પણ કરીને થયું હતું.

આ પ્રસંગે શુભાંગિનીદેવીએ સાચી દેશસેવા વિશે વાત કરી હતી. પ્રથમ સત્રમાં નદેશનાં સલામતિ, સન્માન અને કલ્યાણ પ્રથમ અને કાયમ છેથ તે વિશે કેપ્ટન સુભાષ શરણે મનનીય પ્રવચન આપ્યું હતું. નસફળ નેતૃત્વની ચાવીથ એ વિશે પ્રવચન આપીને મેનેજમેન્ટ ગુરુ જી. નારાયણે યુવાનોને પ્રેર્યા હતા. ડૉ. વનિતાબહેન ઠક્કરે નસિસ્ટર નિવેદિતા અને સ્ત્રીશક્તિથ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત સ્વામી ગુણેશાનંદે અને ડૉ. જયેશ શાહે નઆપણે એક છીએ અને એકતાની જાળવણી આજની તાતી માગ છેથ આ વિષય દ્વારા યુવાનોને પ્રેર્યા હતા. બપોરના સત્રમાં નસિસ્ટર નિવેદિતાથનાં જીવનકવન પરની ફિલ્મ યુવાનોએ ભાવવિભોર બનીને નિહાળી હતી.

સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદે પોતાના પ્રેરક વક્તવ્યમાં દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન પર સ્વામી વિવેકાનંદના આદર્શાે અને વિચારોનો કેવો અને કેટલો પ્રભાવ પડ્યો હતો તેનાં ઉદાહરણો અને ઘટના પ્રસંગો સાથેની વાત કરી હતી. એ સાથે નઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહોથ સ્વામીજીના આ આહ્‌વાનને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી.

 

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.