રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૬ – ૨૦૧૭ દરમિયાન થયેલ રૂપિયા ૬૫૧.૬૨ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ

 

રામકૃષ્ણ મિશનની ૧૦૮મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૭ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ બપોરે ૩.૩૦ કલાકે યોજાઈ હતી.

 

ભારતમાં રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો : * નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ; વૃદ્ધ, બીમાર અને અસહાય લોકોને આર્થિક મદદ વગેરે કલ્યાણકાર્યો પાછળ ૧૯.૬૭ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. * રામકૃષ્ણ સંઘની ૧૦ હોસ્પિટલ, ૭૮ ડિસ્પેન્સરી, ૪૧ હરતી-ફરતી મોબાઈલ ડિસ્પેન્સરી અને ૮૩૪ ચિકિત્સા શિબિરોના માધ્યમથી ૭૦.૬૯ લાખથી પણ વધારે રોગીનારાયણની સેવા થઈ છે; જેમાં રૂપિયા ૨૦૯.૫૦ કરોડ વપરાયા છે. * રામકૃષ્ણ સંઘનાં બાલવિહારથી માંડીને સ્નાતકોત્તર કક્ષા સુધીનાં શિક્ષણસંસ્થાનો, અનૌપચારિક શિક્ષાકેન્દ્રો, રાત્રીશાળાઓ, કોચિંગ કેન્દ્રોમાં ૩૧૩.૩૩ કરોડ રૂપિયાના ખર્ચે ૨.૩૧ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું. * ગ્રામીણ એવં આદિવાસી વિકાસ યોજના હેઠળ  રૂપિયા ૬૮.૦૪ કરોડના ખર્ચે ૭૩.૦૪ લાખ લોકોને લાભ અપાયો. * આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૪૧.૦૮ કરોડ રૂપિયાના ખર્ચે દેશના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત અને પુનર્વસનનાં કાર્યો હાથ ધર્યાં, જેના દ્વારા ૫.૮૬ લાખ પરિવારોના ૧૧.૬૫ લાખ લોકોને લાભ મળ્યો છે.

 

રાષ્ટ્રિય કક્ષાના એવોર્ડ્સ : ‘નેશનલ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રીસર્ચ, ન્યુ દિલ્હી’ દ્વારા ‘દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્ર, રાંચી મોરાબાદી આશ્રમ’ને  ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રિય કૃષિવિજ્ઞાન પ્રોત્સાહન પુરસ્કાર – પ્રાદેશિક કક્ષા’ – એનાયત કરવામાં આવ્યો છે. *‘ઈન્ડિયન એડલ્ટ એજ્યુકેશન એસોશીયેશન, ન્યુ દિલ્હી’ દ્વારા પ્રૌઢ શિક્ષણમાં કરેલા પ્રદાનને લીધે ‘લોકશિક્ષા પરિષદ, નરેન્દ્રપુર’ને ‘નહેરુ લીટરસી એવોર્ડ’ મળ્યો છે. *‘બોમ્મીદાલા શ્રીકૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન, ગુંતુર’ દ્વારા ‘રાજમહેન્દ્રવરમ્ કેન્દ્ર’ને સમાજસેવા અને દિવ્યાંગ વ્યક્તિઓની કરેલી સાર્વત્રિક સેવા માટે ‘નેશનલ એવોર્ડ ફોર એમ્પારમેન્ટ ઓફ પર્સન્સ વીથ ડિસેબિલિટીઝ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

 

સાર્ધ શતાબ્દિ મહોત્સવ : સ્વામી સારદાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી સુબોધાનંદ અને ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયતી મહોત્સવ રામકૃષ્ણ મઠમિશનના કેન્દ્રોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવાયો હતો.

 

નવાં કેન્દ્રોનો પ્રારંભ : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર શરૂ થયું છે. આ ઉપરાંત ન્યુ દિલ્હીના વસંતવિહાર, ઓરિસ્સાના કટકમાં અને પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં ત્રણ નવાં પેટા કેન્દ્રોનો પ્રારંભ થયો છે. આ ઉપરાંત કેરળમાં કાયમકુલામમાં અને તામિલનાડુના રામનાથપુરમમાં શ્રીરામકૃષ્ણ મઠના બે કેન્દ્રો શરૂ થયાં છે. કોલકાતાના કથામૃત ભવનમાં એક પેટા કેન્દ્રનો પ્રારંભ થયો છે. વિદેશમાં બાંગ્લાદેશમાં ચાંદપુરમાં રામકૃષ્ણ મઠમિશનનું એક કેન્દ્ર શરૂ થયું છે. અમેરિકાનાં હોસ્ટનમાં વેદાંત સોસાયટી, ગ્રેટરનું કેન્દ્ર રામકૃષ્ણ મઠનું કેન્દ્ર બન્યું છેે. ઝાંબિયાના લ્યૂસાકામાં આવેલ ‘રામકૃષ્ણ વેદાંત સેન્ટર’ રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બન્યું છે.

 

શિક્ષણક્ષેત્રે નવી ગતિવિધિઓ : * કોઈમ્બતુર મિશને ‘દિવ્યાંગ વ્યવસ્થાપન અને વિશેષ કેળવણી’નામનું ઇ-જર્નલ શરૂ કર્યું છે. * નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઈનીંગમાં ત્રણ નવા અભ્યાસક્રમ શરૂ કર્યા છે.

 

ચિકિત્સા ક્ષેત્રે નવી ગતિવિધિઓ : *લખનૌ કેન્દ્રમાં ૭ મોડ્યુલર ઓપરેશન થીયેટર્સની સ્થાપના કરી છે. * સેવા પ્રતિષ્ઠાન કેન્દ્રે હાઈડિપેન્ડન્સિ યુનિટ શરૂ કર્યું છે. * ઇટાનગર કેન્દ્રમાં ત્રણ નવા વિભાગો શરૂ થયા છે.

 

ગ્રામીણ વિકાસ ક્ષેત્રે હાથ ધરાયેલા નવા પ્રકલ્પ : *નારાયણપુર કેન્દ્ર દ્વારા બાળકો માટે બે ૧૦ પથારીવાળા નિવાસસ્થાનો અને પાણીસંગ્રહની ૪૫ ટાંકીઓ બનાવ્યાં છે. *રાંચી મોરાબાદી કેન્દ્રે જીવનનિર્વાહ અને સ્વવિકાસ કાર્યક્રમમાં ૨૦૦ બહેનોના જૂથને કૃષિ નિષ્ણાતની તાલીમ આપી હતી. નાદેપ કંપોષ્ટ ટેન્કસના ૨૭ યુનિટ; બકરા-પાલન-પોષણના ૫૭ યુનિટ પ્લેટફોર્મ બનાવ્યા છે અને કૃષિ માટે સોલારપંપ રાખ્યો છે. *સારગાછી કેન્દ્રે ખેડૂતોની જમીન ચકાસણી લેબોરેટરીની સ્થાપના કરી છે. *ન્યુ દિલ્હી કેન્દ્રે ૧૦૦ ટીપીપીએફ શૌચાલય બાંધી આપ્યાં છે. *ગ્વાલિયર કેન્દ્રે ૧૫૦ ખેડૂતો માટે વર્કશોપનું આયોજન કર્યું હતું અને શારદાબાલગ્રામમાં ૮૦૦ વૃક્ષો વાવ્યાં હતાં. *લખનૌ કેન્દ્રે વિલેજ હેલ્થ સેન્ટર શરૂ કર્યું.

 

સ્વચ્છ ભારત અભિયાન : કોઈમ્બતુર મિશન વિદ્યાલયે ૪૬ વખત જાહેર સ્થાનોમાં; મેંગલુરુ કેન્દ્ર દ્વારા ૩૫ હજાર લોકોએ ૩૦૦ વખત મૈસૂર આશ્રમ દ્વારા શહેરમાં ૫૬ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજાયા હતા.  * ગ્વાલીયર કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાનનો એક નાટ્ય પ્રયોગ રજૂ કર્યો હતો. આ નાટ્ય પ્રયોગ ૧૧૭ દેશોમાં ટેલીકાસ્ટ થયો હતો.

 

રામકૃષ્ણ મઠમાં ઉલ્લેખનીય નવા પ્રકલ્પો : *તીરુઅનંતપુરમ કેન્દ્ર દ્વારા પોતાની હોસ્પિટલમાં પાંચ ઓપરેશન થીયેટ્ર સાથે ત્રણ ઓપરેશન થીયેટ્ર બ્લોકનું બાંધકામ થયું છે. (૨) ચેન્નઈ મઠ દ્વારા મેય્યુર ગામમાં ગ્રામ્યવિકાસ એકમના ભવનનું બાંધકામ કર્યું છે. બેલુર મઠમાં ‘મા શારદા સદાવ્રત’નામે કિચન કમ ડાઈનીંગ હોલના સંકુલનું બાંધકામ કર્યું છે.

 

ભારત બહારના કેન્દ્રોની ઉલ્લેખનીય ગતિવિધિઓ : (૧) ઢાકા કેન્દ્રે પોતાની શતાબ્દિવર્ષની ઉજવણી કાર્યક્રમોની હારમાળા સાથે કરી હતી. આ પ્રસંગે બંગાળી ભાષામાં ‘પ્રબોધન’ નામનું ત્રિમાસિક પત્ર શરૂ કર્યું છે. (૨) દક્ષિણ આફ્રિકાના ડર્બન કેન્દ્રે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું અને ડર્બનના પેટા કેન્દ્ર લેડી સ્મિથમાં પણ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું. (૩) અમેરિકાના સાન્ફ્રાન્સિસ્કો કેન્દ્રના જૂના મંદિરનો પુનરુદ્ધાર કરીને તેની પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રસંગે એક સ્મૃતિગ્રંથ પણ બહાર પાડ્યો હતો.

Total Views: 198
By Published On: February 1, 2018Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram