आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते।
इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् ।
शमादिषट्कसम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् ।।19।।
નિત્ય-અનિત્યવસ્તુવિવેક એને પહેલું સાધન માનવામાં આવે છે. ત્યાર પછી આલોક અને પરલોકમાં ભોગવવાનાં કર્મફળો પ્રત્યે વૈરાગ્યની ગણના થાય છે. ત્રીજું સાધન છે-શમ આદિ ષટ્સંપત્તિઓ અને ચોથું છે મુમુક્ષા-મુક્ત થવાની ઇચ્છા, આ વાત સ્પષ્ટ છે.
ब्रह्म सत्यं जगन्मिथ्येत्येवंरूपो विनिश्चयः ।
सोऽयं नित्यानित्यवस्तुविवेकः समुदाहृतः ।।20।।
બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે, એવો દૃઢ નિશ્ચય એટલે નિત્ય-અનિત્યવસ્તુવિવેક.
तद्वैराग्यं जिहासा या दर्शनश्रवणादिभिः ।
देहादिब्रह्मपर्यन्ते ह्यनित्ये भोगवस्तुनि ।।21।।
આ લોકના દેહાદિ ભોગોથી માંડીને બ્રહ્મલોકની અનિત્ય ભોગ્ય વસ્તુઓ જોવા, સાંભળવા વગેરેના ત્યાગની ઇચ્છાને વૈરાગ્ય કહે છે.
Your Content Goes Here