શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૮ને બુધવારે મહાશિવરાત્રી નિમિત્તે શ્રીમંદિરમાં રાત્રે સંધ્યા આરતી પછી ૯.૦૦ વાગ્યાથી ચાર પ્રહરની વિશેષ શિવપૂજાના આયોજનમાં હવન, ભજન-કીર્તન, શિવનૃત્ય અને વિશેષ શિવસંકીર્તન યોજાયાં હતાં. બહોળી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા પ્રહરની પૂજા બાદ સર્વે ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.

૧૭મી ફેબ્રુઆરી, ૨૦૧૮ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે સવારે ૫.૦૦ વાગ્યે મંગલા આરતીમાં વૈદિક મંત્રોચ્ચાર, સ્તોત્રપાઠ અને ભજનનો કાર્યક્રમ ભક્તજનોની સંનિધિમાં યોજાયો હતો. સવારે ૮.૦૦ વાગ્યે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની છબિને શણગારેલી પાલખીમાં રાખીને મંદિરના પરિક્રમાપથ પર યોજાયેલ શોભાયાત્રામાં ઘણી સંખ્યામાં ભાવિક ભાઈબહેનોએ ભાગ લીધો હતો. આ શોભાયાત્રામાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને વિદ્યાર્થીગૃહના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ શોભાયાત્રામાં સમૂહકીર્તનગાન, નૃત્ય વગેરે બધા ભક્તોએ આનંદભેર માણ્યાં હતાં. શ્રીમંદિરમાં સવારના ૮.૦૦ વાગ્યાથી વિશેષપૂજા, ભજન, પુષ્પાંજલિ, હવન, કીર્તનભજન પછી ભોગ આરતી થઈ હતી. ત્યાર બાદ ૧૨.૩૦ વાગ્યે ૨૦૦૦ થી વધુ ભકતજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫.૪૫ વાગ્યે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન અને સંધ્યા આરતી પછી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રવચન અને ત્યાર બાદ ભક્તિગીતો યોજાયાં હતાં.

૧ માર્ચ, ૨૦૧૮ને ગુરુવારે ચૈતન્ય મહાપ્રભુના જન્મદિને શ્રીમંદિરમાં ભજન, ધૂન, સંકીર્તન કર્યા બાદ ભક્તજનો બહાર મેદાનમાં આવ્યા અને સૌ કોઈએ મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં અબિલ-ગુલાલ અને સંકીર્તન સાથે આ ફૂલદોલ ઉત્સવનો આનંદ માણ્યો હતો. સાંજે સંધ્યા આરતી પછી શ્રીચૈતન્ય મહાપ્રભુના જીવનસંદેશ વિશે વિશેષ પ્રવચનનો લાભ ભક્તોએ લીધો હતો.

૧૧ માર્ચ, ૨૦૧૮ ને રવિવારે સવારના ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક વિશેષ આધ્યાત્મિક શિબિરનું આયોજન વિવેક હોલમાં થયું હતું. આ શિબિરમાં ૫૦૦ થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ સ્વામી રઘુવીરાનંદજીની શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની પૂજાવિધિથી થયો હતો. ત્યાર બાદ સ્વામી શંકરેશાનંદજીએ શ્રીરામકૃષ્ણ અષ્ટોત્તરનામ અર્ચનાનો પ્રારંભ કર્યો હતો. દરેક ભકતોને હાથમાં પુષ્પ અપાયાં હતાં અને સ્વામીજી એક પછી એક નામનું ઉચ્ચારણ કરતા ગયા અને ભક્તો ઝીલતા ગયા. છેલ્લે ભક્તજનોએ પુષ્પાંજલિ અર્પી હતી. નધ્યાન શા માટે અને કેવી રીતેથ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદ, નસાધકો માટે શ્રીરામકૃષ્ણનો સંદેશથ વિશે સ્વામી આદિભવાનંદજી, નસાધકો માટે શ્રીઠાકુરના અંતરંગ શિષ્યોનો સંદેશથ વિશે સ્વામી સર્વસ્થાનંદજી, નસાધકો માટે શ્રીમા શારદાદેવીનો સંદેશથ વિશે સ્વામી આત્મદિપાનંદજી, નસાધકો માટે ગીતાનો સંદેશથ વિશે સ્વામી પ્રભુસેવાનંદજી, નસાધકો માટે ઉપનિષદોનો સંદેશથ વિશે સ્વામી વેદનિષ્ઠાનંદજીનાં પ્રવચનો ભક્તજનોએ માણ્યાં હતાં. વચ્ચે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન, ભક્તિગીતના કાર્યક્રમો હતા. ધ્યાનનું સત્ર વિશેષ સ્મરણીય થયું હતું. ભોજન પ્રસાદ બાદ નભગિની નિવેદિતાથ ફિલ્મ શો પછી પ્રશ્નોત્તરીનું સત્ર ઘણું રસપ્રદ બની રહ્યું. કાર્યક્રમનું સમાપન એક ભજનગીતથી થયું.

૧૭ માર્ચ, ૨૦૧૮ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે સવારના ૮.૧૫ પધાર્યા હતા. તેમણે શ્રીમંદિર અને બૂકસ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે નોંધપોથીમાં લખ્યું હતું, નખૂબ ઓછાં સ્થાન કે જ્યાં પ્રવેશતાંની સાથે જ એક આધ્યાત્મિક અનુભવ થાય. અહીં મને થયું. સ્વામીજી આજે દરેક યુવાનના પ્રેરણાસ્રોત બને તે દેશના ભવિષ્ય માટે જરૂર છે. અહીંની મુલાકાત જીવનભર યાદ રહેશે.થ

 

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.