मन्दमध्यमरूपाऽपि वैराग्येण शमादिना ।
प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ।।28।।

 

જો મુમુક્ષા મંદ કે મધ્યમ પ્રકારની હોય, તો પણ વૈરાગ્ય, શમદમ આદિ છ સંપત્તિઓ અને ગુરુકૃપાની સહાયથી વૃદ્ધિ પામીને મોક્ષફળ મેળવી આપે છે.

 

वैराग्यं च मुमुक्षुत्वं तीव्रं यस्य तु विद्यते ।
तस्मिन्नेवार्थवन्तः स्युः फलवन्तः शमादयः ।।29।।

 

પરંતુ જે સાધકમાં વૈરાગ્ય અને મુમુક્ષાની તીવ્રતા વિદ્યમાન રહે છે, તેનામાં શમ આદિ છ સંપત્તિઓ સાર્થક અને મોક્ષફળ આપનારી બને છે.

 

एतयोर्मन्दता यत्र विरक्तत्वमुमुक्षयोः ।
मरौ सलिलवत्तत्र शमादेर्भानमात्रता ।।30।।

 

જે સાધકના ચિત્તમાં આ બન્ને – વૈરાગ્ય તથા મુમુક્ષાની ઓછપ દેખાય છે, તેમાં મરુભૂમિમાં મરીચિકા (મૃગજળ)ની જેમ શમ આદિ સંપત્તિઓનો આભાસ માત્ર થાય છે.

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.