જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ.
ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાત્ ॥
આ ગાયત્રી મંત્ર ઘણાં ઘરોમાં જપાતો હશે. આ મંત્ર એટલે મા ગાયત્રીનું મૂર્તિમંત સ્વરૂપ. સૂર્યદેવને સંબોધીને લખાયેલો આ મંત્ર છે. તેનો અર્થ આવો થાય છે – ‘અમે સૂર્યનાં ભર્ગ અને વરેણ્ય કિરણોનું ધ્યાન ધરીએ છીએ. હે ભગવાન સૂર્યદેવ, અમારા મનને દિવ્ય જ્ઞાનભાવથી પ્રેરો.’
આ મંત્રજાપથી મોક્ષપ્રાપ્તિ થાય છે એમ મનાય છે; એ માટે જિજ્ઞાસુ ભક્તે દરરોજ એકાસને બેસીને 1000 મંત્રનો જપ કરવો જોઈએ. જે મહિને 30000 જપ કરે તે પોતાનાં પાપ – અપરાધોમાંથી મુક્ત થઈ શકે.
ગાયત્રીનો બ્રહ્માનાં લીલા સહધર્મચારિણીના રૂપે પણ ઉલ્લેખ થાય છે. પુરાણો પ્રમાણે એક દિવસ બ્રહ્માજી દેવોને આહુતિ આપતા હતા. આહુતિ આપવા માટે બ્રહ્માજી પરણેલા હોવા જોઈએ. પણ તેઓ પરણેલા ન હતા. એટલે સહધર્મચારિણીની આવશ્યકતા ઊભી થઈ. બ્રહ્માજીએ પોતાની સાથે તત્કાલ પરણે એવી કોઈ પણ ક્ધયાને લાવવા પુરોહિતને કહ્યું. એ સમયે માનસરોવરના વિસ્તારની નજીકમાં જ એક સુંદર ક્ધયા જોવા મળી.
વાસ્તવિક રીતે આ ક્ધયા તો વૈદિક મંત્ર ગાયત્રીનું બાલિકા સ્વરૂપ હતું. બ્રહ્માએ એ ક્ધયા સાથે તત્કાલ લગ્ન કર્યાં અને પોતાનાં સહધર્મચારિણી બનાવ્યાં. વરાહપુરાણ અને મહાભારતની કથા પ્રમાણે વૃત્ર અને વેરાવતી નદીના પુત્ર વેત્રાસુરને નવમીના દિવસે દેવી ગાયત્રીએ હણી નાખ્યો હતો. પુરાણાં વર્ણનો પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ગાયત્રી પ્રગટ થયાં હતાં. તેઓ સદાશિવનાં સહધર્મચારિણી હતાં.
ચંપા વિસ્તારમાંથી માતા ગાયત્રીની એક કાંસ્યમૂર્તિ મળી આવી છે. અત્યારે તે દિલ્હીના સંગ્રહાલયમાં છે.
ગાયત્રીને પાંચ મુખ(મુક્ત, વિદ્રુમ, હેમ, નીલ અને ધવલ)છે અને દશ આંખો સાથે તેઓ આઠેઆઠ દિશામાં તેમજ ધરતી અને આકાશ જોઈ રહ્યાં છે અને તેમણે પોતાના દશેય હાથમાં શિવ, વિષ્ણુ અને બ્રહ્માનાં શસ્ત્ર-અસ્ત્ર ધારણ કર્યાં છે.
હાથમાં જમણી બાજુએ સુદર્શન ચક્ર, કમળ, ગદા, અમૃતપાત્ર, વરદ; ડાબી બાજુએ શંખ, પરશુ, પાશ, માળા અને અભય છે. તેઓ વિષ્ણુનાં બધાં પ્રતીકો હાથમાં ધારણ કરે છે. એક પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે ગાયત્રી બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને વેદો છે. લાલ કમળ પર વિરાજેલાં હોવાથી તેઓ સંપત્તિની દેવી પણ ગણાય છે.
સફેદ હંસ સાથે તેમણે એક હાથમાં જ્ઞાનના પ્રતીકરૂપ પુસ્તક ધારણ કરેલ છે એટલે જ્ઞાનની કે કેળવણીનાં દેવી ગણાય છે. ગાયત્રી પોતાના માનવ સ્વરૂપે વેદોનું લેખનકાર્ય કરે છે એટલે એમને ગાયત્રી કહેવાય છે. ‘ગાય’ એટલે ગાવું અને ‘ત્રિ’ એટલે ત્રણદેવીઓ. આ ગાયત્રી બ્રહ્માની શક્તિનો સ્રોત છે. ગાયત્રી વિના બ્રહ્મા અશક્ત કે સુપ્ત ગણાય છે. તેઓ દેવી સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી એમ ત્રણેય દેવીનું રૂપ છે, આદિશક્તિનું રૂપ છે. એમ કહેવાય છે કે ગાયત્રી, લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી,રાધાદેવીમાંથી એકની પૂજા એ પાંચ માતાની પૂજા જેવું છે.
Your Content Goes Here