शान्ता महान्तो निवसन्ति सन्तो
वसन्तवल्लोकहितं चरन्तः ।
तीर्णाः स्वयं भीमभवार्णवं जना-
नहेतुनान्यानपि तारयन्तः ।।37।।
કેટલાક એવા શાંત અને સજ્જન મહાત્મા હોય છે કે જે સ્વયં આ
ભીષણ ભવસાગરને પાર કરી લીધા પછી અહેતુક દયાથી પ્રેરાઈને બીજા લોકોને
પણ પાર કરાવીને વસંતઋતુની જેમ બધાંનું હિત કરીને આ જગતમાં વસે છે.
अयं स्वभावः स्वत एव यत्पर-
श्रमापनोदप्रवणं महात्मनाम् ।
सुधांशुरेष स्वयमर्ककर्कश-
प्रभाभितप्तामवति क्षितिं किल ।।38।।
જેમ સૂર્યનાં તીક્ષ્ણ કિરણોથી તપ્ત પૃથ્વીને ચંદ્રમા પોતાનાં
શીતળ કિરણોથી તૃપ્ત કરી દે છે, તેવી જ રીતે સ્વયં પ્રવૃત્ત રહીને બીજાનાં
કષ્ટોના નિવારણમાં તત્પર રહેવું એ જ આ મહાપુરુષોનો સ્વભાવ છે.
Your Content Goes Here