વિદ્યાર્થી : આ પરીક્ષામાં હું શૂન્ય ગુણ મેળવવાને પણ લાયક નથી, એમ માનું છું.

શિક્ષક : હું તારી સાથે સહમત છું. પણ હું તને આટલા જ ઓછામાં ઓછા માર્ક આપી શકું તેમ છું.

*  *  *

શિક્ષક : એક જ દિવસમાં તમે આટલી બધી ભૂલો કેમ કરી શકો ?

વિદ્યાર્થી : સાહેબ, હું વહેલો ઊઠ્યો છું !

*  *  *

ભાવવાચક નામ

શિક્ષક (વિદ્યાર્થીઓને) : ભાવવાચક નામ એવું નામ છે કે જેને તમે સ્પર્શી ન શકો. પણ, એને વિશે વિચારી શકો કે ધારણા કરી શકો. આનું એકાદ ઉદાહરણ આપશો ?

એક કિશોરે જવાબ આપ્યો : હા સાહેબ, હું જવાબ આપીશ. એ છે મારા પિતાની નવી કાર !

*  *  *

શિક્ષક : વિદ્યાર્થીઓ ! આપણે આજે સવારે અડધા દિવસની શાળા છે.

આખો વર્ગ : હાશ, છૂટ્યા !

શિક્ષક : આપણે બપોર પછી બીજો અડધો દિવસ ભણીશું !

*  *  *

પિતાજી : તને સ્કૂલે જવાનું કેટલું ગમે છે ?

પુત્ર : શાળાએ જવાનું થોડું સારું લાગે છે અને ઘરે પાછા આવવાનું પણ ગમે છે ! એ બન્ને વચ્ચેના સમય માટે હું જરાય આતુરતા રાખતો નથી !

*  *  *

એક નાની છોકરીએ શાળાએથી ઘેર આવીને પોતાની માતાને કહ્યું : મા, મા આજે શાળામાં મેં જે નો’તું કર્યું એની મને સજા થઈ.

આ સાભંળીને માતાને નવાઈ લાગી અને બોલી : આ તો સાવ નવી વાત ! હું તારી શાળાએ આવીશ અને શિક્ષકને એ વિશે પૂછીશ. અને પછી તેં શું નો’તું કર્યું, એની મને ખબર પડશે, બરાબરને ?

છોકરી તરત બોલી : મારું ગૃહકાર્ય નો’તું કર્યું !

શિક્ષક : જો મારી પાસે એક હાથમાં છ નારંગી હોય અને બીજા હાથમાં સાત નારંગી હોય તો મારી પાસે શું હશે ?

વિદ્યાર્થી : સાહેબ, મોટા હાથ હશે !

*  *  *

દર્દીના ઓપરેશનની બધી તૈયારી સાથે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ગોઠવાઈ ગયો હતો. નર્સિંગ સ્ટાફની વચ્ચે ગુસપુસ ચાલતી હતી, એમાં અચાનક જ દર્દી બેડ પરથી ભાગવા માંડ્યો. નર્સિંગ સ્ટાફ અને વોર્ડબોય બધા તેને પકડવા માટે દોડ્યા. બે વોર્ડબોય તેને પાછો લાવવા પ્રયત્ન કરતા હતા. ત્યારે દર્દીએ કહ્યું, ‘મારે ઓપરેશન નથી કરાવવું. નર્સિંગ સ્ટાફ વારે વારે બોલે છે, ‘ગભરાશો નહીં, ચિંતા નહીં કરો, હમણાં ઓપરેશન થઈ જશે’. વોર્ડબોય તેની વાત ગણકારતા ન હતા. દર્દીને સમજાવતાં કહ્યું, ‘એ બધું બોલવું પડે. દર્દીને હિંમત આવે ને, એટલે !’ આવી રકઝક થોડા સમય સુધી ચાલી.

પછી દર્દીએ વોર્ડબોય પાસેથી પોતાનો હાથ પરાણે છોડાવીને કહ્યું, ‘આ પ્રમાણે નર્સ લોકો મને નથી કહેતા, ડોક્ટરને કહે છે.’

*  *  *

રવિવારે સાંજના એક પૂજારી ભક્તજનોને પોતાનું વક્તવ્ય આપવાના હતા. પણ એના હાથમાં એ વક્તવ્યનો અડધો જ કાગળ હતો. તેમણે ભક્તોને સમજાવ્યું, ‘મારા કૂતરાને કાગળ ખાઈ જવાની  ટેવ છે. મને જણાવતાં દુ:ખ થાય છે કે હું મારા વક્તવ્યનો એ ભાગ તમને નહીં કહી શકું !’

બધું પૂરું થયા પછી એક મુલાકાતીએ પૂજારીને પ્રણામ કર્યા અને કહ્યું, ‘મહારાજ, તમારા એ કૂતરાને જો ગલુડિયાં હોય તો મારે એમાંથી એક ગલુડિયું મારા પૂજારીને ભેટ આપવું છે !’

*  *  *

છગન મુંબઈથી આવેલા વૈજ્ઞાનિકોને કહે, ‘અમે એક એવી ચીજ બનાવી છે કે એમાંથી દીવાલની આરપાર જોઈ શકાય.

વૈજ્ઞાનિક : અરે વાહ ! એવું શું અદ્‌ભુત શોધ્યું છે ?

છગન : બાકોરું.

*  *  *

Total Views: 333

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.