अस्त्युपायो महान्कश्चित्संसारभयनाशनः ।
तेन तीर्त्वा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि ।। 44 ।।

સંસારરૂપી ભયનો નાશ કરનાર કોઈ એક મહાન ઉપાય છે,
જેના દ્વારા તું સંસારસાગરને પાર કરીને પરમાનંદની પ્રાપ્તિ કરીશ.

वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् ।
तेनात्यन्तिकसंसादुःखनाशो भवत्यनु ।। 45 ।।

વેદાન્તના તાત્પર્ય પર વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન ઉદ્ભવે છે.
ત્યાર પછી એ જ્ઞાન દ્વારા સંસારરૂપી દુ :ખનો સમૂળ નાશ થઈ જાય છે.

श्रद्धाभक्तिध्यानयोगान्मुमुक्षोर्मुक्तेर्हेतून्वक्ति साक्षाच्छ्रुतेर्गी ः ।
यो वा एतेष्वेव तिष्ठत्यमुष्य मोक्षोऽविद्याकल्पिताद्देहबन्धात् ।। 46 ।।

શ્રદ્ધા, ભક્તિ તથા ધ્યાનયોગયુક્ત વેદોની વાણી
મુમુક્ષુ માટે મુક્તિ મેળવવાનું સાક્ષાત્ કારણ બતાવે છે.
કોઈપણ મુમુક્ષુ આ ત્રણેય સાધનોમાં નિષ્ઠાપૂર્વક લાગી રહે તો
તે આ અજ્ઞાન દ્વારા કલ્પિત દેહબંધનથી મુક્ત થઈ જાય છે.

Total Views: 381

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.