अज्ञानयोगात्परमात्मनस्तव ह्यनात्मबन्धस्तत एव संसृतिः ।
तयोविर्वेकोदितबोधवह्निरज्ञानकार्यं प्रदहेत्समूलम् ।। 47 ।।
થયું છે. અને એને લીધે તને જન્મમરણના ચક્રરૂપ સંસાર મળ્યો છે. એટલે એ બન્ને- આત્મા અને અનાત્મા વચ્ચેના વિવેકથી ઉત્પન્ન થયેલ બોધરૂપી અગ્નિ અજ્ઞાનના કાર્યરૂપ સંસારને સમૂળ ભસ્મ કરી દેશે.
कृपया श्रूयतां स्वामिन्प्रश्नोऽयं क्रियते मया ।
तदुत्तरमहं श्रुत्वा कृतार्थः स्यां भवन्मुखात् ।। 48 ।।
શિષ્યે કહ્યું, ‘હે સ્વામી ! કૃપા કરીને સાંભળો; હું પ્રશ્ન પૂછું છું એ પ્રશ્નનો ઉત્તર આપના શ્રીમુખેથી સાંભળીને હું કૃતાર્થ બની જઈશ.
को नाम बन्धः कथमेष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः ।
कोऽसावनात्मा परमः क आत्मा तयोविर्वेकः कथमेतदुच्यताम् ।। 49 ।।
બંધન ખરેખર શું છે ? અને તે આત્મા પર કેવી આવ્યું ? એની સ્થિતિ કેવી છે ? અને એનાથી મુક્તિ કેવી રીતે મળી શકે ? અનાત્મા શું છે ? પરમાત્મા કોને કહે છે ? અને એમનું વિવેકજ્ઞાન કેવી રીતે થાય છે ? કૃપા કરીને આ બધું મને કહો-સમજાવો.
Your Content Goes Here