એક દિવસ એક માણસે ભગવાનને પૂછ્યું :

બધી છોકરીઓ કેમ આટલી સુંદર, સાલસ, સરસ અને મીઠડી હોય છે. અને બધી પત્નીઓ શા માટે કાયમ વડચકાં ભરતી હોય છે ?

ભગવાન : છોકરીઓ મારું સર્જન છે અને તમે જ એને પત્ની બનાવો છો…..એટલે તમે તમારી જાતને જ આ પ્રશ્ન પૂછો ને !

* * * * *

ચેસ દુનિયાની એક જ એવી રમત છે કે જે પતિની સાચી પરિસ્થિતિને પ્રગટ કરે છે. આ રમતમાં બાપડો રાજા એક સમયે એક જ ડગલું ચાલી શકે છે, જ્યારે મહાશક્તિશાળી રાણી મનફાવે ત્યાં, સીધી કે ત્રાંસી – એને ફાવે તેમ જઈ શકે.

* * * * *

જાણીતા ક્રિકેટર : પહેલાં મેં દલીલ કરી, પછી પત્નીએ જવાબ આપ્યો, પછી મેં ત્રાડ નાખી એટલે પત્નીએ સામે ત્રાડ નાખી અને પછી તે રડવા લાગી…..

પરિણામ ? ડકવર્થ લુઈસ પદ્ધતિ પ્રમાણે પત્નીની જીત થઈ !

* * * * *

યુવતી : લે આ તારી વીંટી પાછી. હું તારી સાથે લગ્ન કરવા માગતી નથી. હું ક્રિસને ચાહું છું.

યુવક : ક્રિસ ક્યાં મળશે ? મારે એને તાત્કાલિક મળવું છે.

યુવતી : પ્લીઝ, તું એને આપણા સંબંધની વાત ન કહેતો !

યુવક : ના, મારે તો એને આ વીંટી વેચવી છે !

* * * * *

ડોક્ટર : સવારે એક ગ્લાસ પાણી સાથે લાલ ટીકડી લેવી. બપોરે જમ્યા પછી બે ગ્લાસ પાણી સાથે પીળી ગોળી લેવી અને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી સાથે સફેદ ગોળી લેવી.

દર્દી : અરે, મને કોઈ ભયંકર રોગ થયો છે ?

ડોક્ટર : તમે પૂરતું પાણી પીતા નથી !

* * * * *

એક સ્ત્રી : તને આમ રસ્તા ઉપર ઊભા રહીને ભીખ માગતાં શરમ નથી આવતી ?

ભિખારી : તો તમે શું એમ ઇચ્છો છો કે હું એને માટે ઓફિસ ખોલું ?

* * * * *

નીલનો જન્મદિવસ આવતો હતો. તે ભગવાન પાસે આવી પ્રાર્થના કરતો હતો : હે ભગવાન ! મને ટ્રેઈન સેટ, રિમોર્ટ કંટ્રોલ કાર અને નવી

સાયકલ જોઈએ છીએ.

મમ્મી : બેટા, ભગવાન બહેરા નથી કે તું આમ બરાડા પાડે છે !

નીલ : પણ દાદી બહેરાં છે ને ?

* * * * *

મગન : અલ્યા છગન, એટલું તો કહે કે તને પોતાની જાત પર સૌથી વધારે ગર્વ ક્યારે થાય ?

છગન : પરીક્ષાના રૂમમાં બેઠો હોઉં, કંઈ આવડતું પણ ન હોય અને પાછળથી આવીને શિક્ષક એમ કહે, ‘તારી આન્સરબૂક જરા પેલી બાજુ રાખ, પાછળવાળો જોઈ રહ્યો છે.’ બસ દોસ્ત એ ક્ષણે મારી છાતી ગર્વથી ફાટી જાય છે.

* * * * *

 

Total Views: 185
By Published On: December 1, 2018Categories: Anandbrahma0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram