સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર
છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર છે.
જન્મ પહેલાં કે પછી તેમજ જન્મ સમયે મગજના કોઈ ભાગમાં ઈજા થાય અને એમાંથી મગજમાં લકવા જેવી અસર થાય તેને સેરેબ્રલ પાલ્સી કહે છે. સામાન્ય રીતે આવાં બાળકોમાં શારીરિક, માનસિક ગતિ-શક્તિ રુંધાય છે. આવાં બાળકોને સીધામાંથી ઊંધા કે ઊંધામાંથી સીધા થવું, બેસવું, ભાખોડિયાં ભરવાં, હસવાબોલવા અને ચાલવાનું શીખતાં વાર લાગે છે. આ ઉપરાંત મગજના પક્ષાઘાત, ઓટિઝમ, એટેન્શન ડેફિસિટ, હાઈપર એક્ટિવ ડિસઓર્ડર, જિનેટિક-ચાઈલ્ડ, ડેવલપમેન્ટલ ડિસઓર્ડર, ડાઉનસિન્ડ્રોમ, લર્નિંગ ડિસેબિલિટી અથવા સ્લો લર્નિંગ, સ્પાઈનલ કોર્ડ, મગજની ચેતાઓમાં ઈજા કે ચેપ જેવા નિદાન સાથેનાં બાળકોને સારવાર આપવામાં આવે છે.
આ કેન્દ્રમાં ફિજિયોથેરપિસ્ટ તેમજ વિવિધ નિષ્ણાતો દ્વારા અત્યંત આધુનિક સાધનોની મદદથી બાળદર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવે છે. અહીં આપવામાં આવતી સારવાર :
* ફિજિયોથેરાપી * ઓક્યુપેશનલથેરાપી
* સ્પેશ્યલ એજ્યુકેશન * ક્લિનિકલ સાયકોલોજી
* કાઉન્સેલિંગ * પ્લેથેરાપી
* જનરલ ફિજિશિયન * પેડિયાટ્રીશિયન
* ઓર્થાેપેડિક * ઓપ્થેલમોલોજી
* સ્પીચથેરાપી * ઓર્થાેટિક – પ્રોસ્થેટિક
* ડેવલપમેન્ટ એનાલિસિસ * ઓડિયોવિÈયુઅલથેરાપી
* બિહેવિયર મોડિફિકેશન ટ્રેઇનીંગ
* સેન્સરી ઇન્ટીગ્રેશન થેરાપી
આ ઉપરાંત સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા વૈકલ્પિક તબીબી સેવાની વ્યવસ્થા પણ છે.
* ન્યૂરો પીડિયાટ્રિશિયન કન્સલ્ટેશન – બાળકોના મગજ અને જ્ઞાનતંતુના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસણી થાય છે.
* પીડિયાટ્રીક ઓર્થાેપેડીક કન્સલ્ટેશન – બાળકોનાં હાડકાંના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસણી થાય છે.
* ડેવલપમેન્ટલ પીડિયાટ્રીક કન્સલ્ટેશન – બાળકોના શારીરિક તથા માનસિક વિકાસના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસણી થાય છે.
* ઓપ્થેલમોલોજિસ્ટ પીડિયાટ્રીક કન્સલ્ટેશન – બાળકોના આંખના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસણી થાય છે.
* પીડોડેન્ટીસ્ટ કન્સલ્ટેશન – બાળકોના દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસણી થાય છે.
* જનરલ પીડિયાટ્રીક કન્સલ્ટેશન – બાળકોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસણી થાય છે.
દિવ્યાંગ બાળકોની દુવિધાઓ જેવી કે હાથ-પગનાં હલનચલન, શરીર સંતુલન, ચાલ સંતુલન જેવી વ્યક્તિગત અક્ષમતાઓ માટે નિયમિત રૂપે બાળકોને ઘરે પણ વાલીઓ તાલીમ આપી શકે એ માટે પ્રોજેક્ટર અને વિડિયો દ્વારા નિદર્શન આપવામાં આવે છે અને ગ્રુપથેરપી દ્વારા વાલીઓ માટે નિદર્શન યોજાય છે.
આ કેન્દ્રમાં ગુજરાત સિવાયનાં બેંગ્લોર, પૂના, મુંબઈ જેવાં મોટાં શહેરોથી, તથા લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા દેશોમાંથી પણ બાળદર્દીઓ સારવાર લેવા આવે છે.
આ વિભાગ દ્વારા તબીબી સારવાર સાથે દિવ્યાંગોના સાર્વત્રિક વિકાસ કરવાના હેતુને ધ્યાનમાં રાખીને તેમનામાં રહેલી વિશેષ પ્રતિભાને ખિલવવા દર વર્ષે દિવ્યાંગો માટે આખા દિવસનો વાર્ષિક કાર્યક્રમ હોય છે. તેમાં સાંસ્કૃતિક રમતગમત, ઇતર પ્રવૃત્તિઓનું આયોજન હોય છે. બાળકોના ભાવનાત્મક વિકાસ માટે વિવિધ તહેવારોની ઉજવણી, પર્યટન જેવા કાર્યક્રમો સમયે સમયે યોજાય છે.
આર્થિક સંકડામણવાળા વાલીઓને સંસ્થા તરફથી તેમને ઘરે રહીને અપાતી સારવાર-હોમ ટ્રેઈનીંગ અપાય છે. જરૂરતમંદ બાળકોને સંસ્થા દ્વારા વ્હીલચેર, સ્પ્લીંટ વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવે છે.
માનસિક, શારીરિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે રોગની જાગૃતિ લાવવા કેમ્પ અને કાઉન્સેલીંગના કાર્યક્રમો યોજાય છે. આવા કાર્યક્રમોમાં મુંબઈ જેવા શહેરના સુખ્યાત, નિષ્ણાત ડોક્ટર્સ, ફિજિયોથેરપિસ્ટ સેવા આપે છે. સી.પી.ના બાળકોના જીવનમાં શિક્ષણ, થેરપી અને ટેકનોલોજી મદદરૂપ થાય તેની ટ્રેઇનિંગ પણ આપવામાં આવે છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘વિવેકાનંદ આઈ સેન્ટર’, ફિજિયોથેરપી, દંતચિકિત્સા, બાલચિકિત્સા, આયુર્વેદ અને હોમિયોપથીની સેવાઓ આપે છે.
એમાં દિવ્યાંગ બાળકોનો આ વિભાગ ઘણું દુષ્કર કાર્ય પણ સહજસરળ સેવાના ભાવે, દિવ્યાંગોને ‘રુગ્ણદેવો ભવ’ના ભાવે અનન્ય સેવાકાર્ય કરે છે. આ ભગીરથ કાર્યમાં ઉદાર દિલના દાતાઓની આર્થિક સહાય અને સેવાભાવી નિષ્ણાત ડોક્ટર્સની મળતી આરોગ્ય ચિકિત્સા સેવા અમારા માટે પ્રેરણાબળ બની રહ્યાં છે. સંસ્થાને મળેલ દાનની રકમ આવકવેરાની કલમ ૮૦-જી હેઠળ કપાતને પાત્ર છે.
સંપર્ક સ્થાન : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, હોસ્પિટલ વિભાગ, જસાણી કોલેજ પાસે, રાજકોટ – ૩૬૦ ૦૦૧. ફોન નં. ૨૪૮૧૭૭૭ / મો. ૯૮૭૯૫ ૬૬૯૬૪
સંપર્ક સમય : સવારે ૮ :૩૦ થી ૧૨ :૩૦ અને સાંજે ૪ :૦૦ થી ૭ :૩૦
Your Content Goes Here