આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી.

હવે તમે શું કરી શકો ? તમે બધા મેઘાલય, કેરાળા, રાજસ્થાન અને યુએસએનાં એ ચાર યુવાનયુવતી જેવા છો. આ ચારેયે આપેલ સંદેશ એ જ છે કે તેઓ નિરક્ષરતાના અંધકારને દૂર કરવા કે દેશનું રક્ષણ કરવા કે આ રાષ્ટ્રના લોકોના મનની એકતા સ્થાપવા માટે; ઇલેક્ટ્રોનની જેમ અવિરત કાર્ય કરવા કે રાષ્ટ્રને આર્થિક કે ટેકનિકલ સામર્થ્ય બક્ષવા કાર્ય કરશે. મિત્રો, હવે તમે મારા ઈ-મેઈલ આઈડી પર વિચારોની આપલે કરી શકો છો. તમારે મારા ઇન્ટરનેટની વેબસાઈટ પર પૂછેલા બે પ્રશ્નોના જવાબ આપવાના છે કે તમે આ દેશ માટે કયંુ મહત્ત્વનું પ્રદાન કરી શકો ? મેં અંગ્રેજી અને તામિળમાં યુવાનોનું ગીત લખ્યું છે. તેની પ્રતિજ્ઞા તમને લેવડાવું છું.

SONG OF YOUTH

ME AND MY NATION – INDIA

As a young citizen of India,

armed with technology,

knowledge and love for my nation,

I realize, I realize, small aim is a crime.

I will work and sweat for a great vision,

The vision of transforming India into a

developed nation,

powered by economic strength

with value system.

I am one of the citizens of a billion,

only the vision will ignite the billion souls.

It has entered into me,

the ignited soul compared to any resource,

is the most powerful resource on the earth,

above the earth or under the earth.

I will keep the lamp of knowledge burning

to achieve the vision – Developed India

યુવાનોનું ગીત

હું અને મારો દેશ ભારત

ભારતના યુવા નાગરિક રૂપે,

ટેકનોલોજી અને મારા દેશ માટેના પ્રેમ

તેમજ જ્ઞાનથી સજ્જ થતાં,

નાનંુ ધ્યેય ગુન્હો છે એવી મને પ્રતીતિ થઈ છે.

હું મહાન સ્વપ્ન સેવીને કાર્યરત રહીશ,

ભગીરથ પ્રયત્ન કરીશ, એ મારું સ્વપ્ન છે,

ભારત વિકસતા રાષ્ટ્રમાંથી વિકસિત બને;

મૂલ્યનિષ્ઠાથી ને અર્થસમૃદ્ધિથી સશક્ત બને.

હું ભારતના કરોડો નાગરિકોમાંનો એક છું

એક આર્ષદૃષ્ટિ જ કરોડો આત્માઓને,

પ્રજ્વલિત કરશે; એ દૃષ્ટિ મારી ભીતર પ્રવેશી છે.

પૃથ્વીથી પર, ધરતી ઉપર ને ધરાની નીચે રહેલ

કોઈપણ સ્રોતની સરખામણીએ,

એક પ્રજ્વલિત આત્મા, સર્વોત્કૃષ્ટ શક્તિનો સ્રોત છે.

વિકસિત ભારતનું સ્વપ્ન સિદ્ધ કરવા,

હું સદૈવ જ્ઞાનનો દીપક જલતો જ રાખીશ.

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.