આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી થશે.
ડૉ.કાંજીલાલ કોલકાતાથી ફળમૂળ વગેરે ધરાવવા લાવ્યા છે, એનો ભોગ ધરાવાશે. ઈશુ ખ્રિસ્તની છબી ઘણી સુંદર મજાની રીતે પુષ્પમાળાઓથી શણગારીને રાખી છે. વિવિધ પ્રકારનાં પુષ્પો તથા ધૂપની સુગંધથી સુવાસિત ઓરડો સાધુ-બ્રહ્મચારી અને કોલકાતાથી આવેલા ભક્તોથી ભરાઈ ગયો છે. પૂજ્ય બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદજી), ખોકા મહારાજ (સ્વામી સુબોધાનંદજી), શુકુલ મહારાજ (સ્વામી આત્માનંદજી) જેવા સિદ્ધ મહાપુરુષો પણ એક પછી એક આવી ગયા છે અને પોતપોતાના આસન પર બેઠા છે. પૂજ્ય બ્રહ્માનંદજી મહારાજે પાદરીઓની જેમ કાળા રંગનો ઓવરકોટ પહેર્યો છે. તેઓ બેસી ગયા ત્યારે બધા લોકોએ પરમ શ્રદ્ધા સાથે એમનાં ચરણોમાં માથું નમાવીને પ્રણામ કર્યા. ઈશુ ખ્રિસ્તના મહાન ત્યાગ તથા તેમના પવિત્ર જીવન પર થોડીવાર ચિંતન કર્યા પછી પૂજ્ય સ્વામી બ્રહ્માનંદજીના આદેશ પ્રમાણે શ્રદ્ધેય સ્વામી માધવાનંદજી મહારાજ અંગ્રેજી બાઇબલમાંથી પર્વતોપદેશનું (Sermon on the mount) પઠન કરવા લાગ્યા. એ પઠનનો ભાવાર્થ આવો છે :
ગેલિલી, ડેકાપોલીસ, જેરુસલેમ, યહૂદિયા તથા જોર્ડન નદીની પેલે પારથી આવેલ વિશાળ જનસમૂહ ઈશુ ખ્રિસ્તની પાછળ પાછળ ચાલવા લાગ્યો. એ જોઈને તેઓ એક પર્વતટેકરી પર ચડીને બેઠા. એમના શિષ્યો પણ એમની પાસે આવ્યા અને એ લોકોને ઉપદેશ આપતાં ઈશુ કહેવા લાગ્યા :
* ધન્ય છે એ લોકો કે જે પોતાને દીનહીન માને છે, કારણ કે પરમાત્માનું રાજ્ય એમનું છે. ધન્ય છે એ લોકો કે જે વિનમ્ર છે, કારણ કે તેઓ પૃથ્વીના અધિકારી બનશે. ધન્ય છે એ લોકો કે જે શોક કરે છે, કારણ કે તેમને સાંત્વના મળશે. ધન્ય છે એ લોકો કે જે ધર્મના ભૂખ્યાતરસ્યા છે, કારણ કે તેમને તૃપ્ત કરવામાં આવશે. ધન્ય છે એ લોકો કે જે દયાળુ છે, કારણ કે એના પર દયા દાખવવામાં આવશે.
* ધન્ય છે એ લોકો કે જેમનું હૃદય નિર્મળ છે, કારણ કે તેઓ ઈશ્વરનાં દર્શન કરશે. ધન્ય છે એ લોકો કે જે મેળમેળાપ કરાવે છે, કારણ કે તેઓ પરમેશ્વરના પુત્ર કહેવાશે. ધન્ય છે એ લોકો કે જે ધર્મ માટે અત્યાચાર સહન કરે છે, કારણ કે પરમેશ્વરનું રાજ્ય એમનું જ છે.
* ધન્ય છો તમે લોકો જેમનું મારે કારણે અપમાન કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે, ખોટા આરોપો કરવામાં આવે છે. તમે ખુશ રહો અને આનંદ મનાવો. સ્વર્ગમાં એના માટે તમને મહાન પ્રાપ્તિ થશે. તમે ધરતીનું સબરસ છો…. તમે સંસારની જ્યોતિ છો.
* પોતાના શત્રુઓને ચાહો અને જેઓ તમારા પર અત્યાચાર કરે છે એમને માટે પ્રાર્થના કરો. એનાથી તમે સ્વર્ગના પિતા પરમેશ્વરનું સંતાન બની શકશો. જે દુર્જન તથા સજ્જન છે તે બન્ને માટે તેઓ સૂર્ય ઉગાડે છે. વળી જે ધર્મી અને અધર્મી છે તે બન્ને માટે તેઓ વરસાદ દ્વારા પાણી વરસાવે છે…. જેવા તમારા સ્વર્ગમાં રહેલા પિતા પૂર્ણ છે એવા જ તમે પૂર્ણ બનો.
* જ્યારે તમે દાન કરો ત્યારે તમારું આ કાર્ય એટલું ગુપ્ત રહેવું જોઈએ કે તમારો જમણો હાથ શું કરે છે, એની ખબર તમારા ડાબા હાથને પણ ન થવી જોઈએ. તમારું દાન ગુપ્ત હજો અને સર્વકંઈ જોનારા તમારા પરમાત્મા તેનો પુરસ્કાર તમને આપશે.
* જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમે પોતાના ઓરડામાં જઈને દ્વાર બંધ કરી દો અને એકાંતમાં પરમાત્માને પ્રાર્થના કરો. એકાંત કે નિર્જનતામાં જોઈ શકનારા પરમાત્મા તમને એનો પુરસ્કાર આપશે. પ્રાર્થના કરતી વખતે બહુ બકબક ન કરતા…. કારણ કે તમારે કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા છે એ બાબત તમે એ બધું માગો એ પહેલાં જ પરમાત્મા જાણી લે છે.
* જો તમે બીજાના અપરાધને ક્ષમા કરશો, તો પરમાત્મા પણ તમને માફ કરશે. પરંતુ જો તમે બીજાના અપરાધને માફ નહીં કરો, તો પરમાત્મા પણ તમારો અપરાધ માફ નહીં કરે.
* પૃથ્વી પર ધન તમારા પોતાના માટે એકઠું ન કરો કે જ્યાં એમાં કાટ લાગે છે, એને કીડા ખાઈ જાય છે અને ચોર પણ બાકોરું પાડીને ચોરી જાય છે. એટલે પરમાત્મા પાસે પોતાના પુણ્યધનનો સંચય કરો. એમાં કાટ લાગતો નથી, એને કીડા ખાતા નથી અને ચોર લૂંટી શકતા નથી. તમારું ધન જ્યાં રહેશે ત્યાં તમારું મન પણ લાગેલું રહેશે.
* કોઈપણ સેવક એકીસાથે બે માલિકની સેવા ન કરી શકે. એક માલિક સાથે વેર રાખશે અને બીજા સાથે પ્રેમ રાખશે. એકનો આદર કરશે અને બીજાનો અનાદર કરશે. એવી જ રીતે તમે પરમાત્મા અને ધન એ બન્નેની એકી સાથે સેવા ન કરી શકો.
* જીવનનિર્વાહ-આપણે શું ખાઈશું અને શું પહેરશું -ની ચિંતા ન કરો. શું જીવન ભોજન અને વસ્ત્ર કરતાં ચડિયાતું નથી ? આકાશમાં ઊડતાં પક્ષીઓ તરફ નજર કરો. તેઓ વાવતાં નથી, લણણી પણ કરતાં નથી અને કોઠારમાં સંગ્રહ પણ કરતાં નથી. છતાં પણ સ્વર્ગમાં રહેલા પરમેશ્વર એમને ખવડાવે છે. ચિંતા કરીને શું કોઈ પણ વ્યક્તિ આયુષ્યમાં એક ક્ષણની વૃદ્ધિ કરી શકે છે !
Silent night, holy night
All is calm, all is bright
Round yon Virgin Mother and Child
Holy Infant so tender and mild
Sleep in heavenly peace
Sleep in heavenly peace
Your Content Goes Here