पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा ।
आरोग्यसिद्धिर्दृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ।। 53 ।।
જે રોગી દવા, સેવન તેમજ ઉપયોગી પથ્ય ગ્રહણ કરે છે, તે જ આરોગ્ય મેળવતો દેખાય છે.
બીજું કોઈ કર્મ કરવાથી તે નિરોગી થઈ જાય એવું જણાતું નથી.
वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा स्वेनैव वेद्यं न तु पण्डितेन ।
चंद्रस्वरूपं निजचक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ।। 54 ।।
જેમ કોઈ બીજાની આંખે નહીં, પણ આપણી પોતાની જ આંખે ચંદ્રનું સ્વરૂપ જોઈ સમજી શકાય છે. એવી જ રીતે આત્મારૂપી વસ્તુનું સ્વરૂપ કોઈ બીજા વિદ્વાન દ્વારા નહીં, પરંતુ પોતાની જ જ્ઞાનદૃષ્ટિથી જાણી શકાય છે.
अविद्याकामकर्मादिपाशबन्धं विमोचितुम् ।
कः शक्नुयाद्विनात्मानं कल्पकोटिशतैरपि ।। 55 ।।
સેંકડો, કરોડો યુગો પછી પણ સ્વપ્રયત્ન વિના અવિદ્યા-કામના-કર્મના ચક્રનું બંધન
ભલા કોણ દૂર કરી શકે છે ? અર્થાત્ મુક્તિ સ્વચેષ્ટાથી જ મળશે.
Your Content Goes Here