न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया ।
ब्रह्मात्मैकत्वबोधेन मोक्षः सिध्यति नान्यथा ।। 56 ।।

મોક્ષની સિદ્ધિ યોગ કે સાંખ્ય કે કર્મ દ્વારા મળતી નથી અને શાસ્ત્રના અધ્યયન દ્વારા
પણ મળતી નથી; કેવળ બ્રહ્મ તથા આત્માના એકત્વબોધથી જ તે મળે છે.

वीणाया रूपसौंदर्य तंत्रीवादनसौष्ठवम् ।
प्रजारंञ्जनमात्रं तन्न साम्राज्याय कल्पते ।। 57 ।।

વીણાનું સૌંદર્ય અને તેને બજાવવાની નિપુણતા લોકોને આનંદ આપવાના માત્ર
સાધન જ છે; એના દ્વારા સામ્રાજ્ય એટલે કે મુક્તિ મળતી નથી.

वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् ।
वैदुष्यं विदुषां तद्वद् भुक्तये न तु मुक्तये ।। 58 ।।

ભાષાનું જ્ઞાન, શબ્દસંયોજનની કુશળતા, શાસ્ત્રવ્યાખ્યાનની નિપુણતા તથા
ભિન્ન ભિન્ન પ્રકારનાં વિદ્વત્તા કે વિદ્વાનો મુક્તિનાં નહીં, પરંતુ ભોગનાં સાધન છે.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram