अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ।
विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ।।59।।

જ્યાં સુધી પરમતત્ત્વ-બ્રહ્મનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન ફળવિહોણું છે.
અને પરમતત્ત્વ-બ્રહ્મનું જ્ઞાન થઈ જાય પછી તો શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ બની જાય છે.

शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् ।
अतः प्रयत्नाज्ज्ञातव्यं तत्त्वज्ञैस्तत्त्वमात्मनः ।।60।।

શબ્દોની જાળ જેવાં શાસ્ત્ર ચિત્તને ભ્રમિત કરનારાં વિશાળ વન જેવાં છે. એટલે જિજ્ઞાસુ
વ્યક્તિ જ્ઞાની માનવ પાસેથી પ્રયત્નપૂર્વક આત્મતત્ત્વને જાણી લે એ જરૂરી છે.

अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना ।
किमु वेदैश्च शास्त्रैश्च किमु मन्त्रैः किमौषधैः ।।61।।

જે વ્યક્તિને અજ્ઞાનરૂપી સર્પ દંશ દે છે તેને માટે બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધિને છોડીને વેદ અને
શાસ્ત્રોથી શું લાભ થવાનો? મંત્રો તથા ઔષધિઓથી પણ શો ફાયદો થવાનો ?

Total Views: 335

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.