શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિશેષ કાર્યક્રમો :

૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સાંજે શ્રીમંદિરમાં શ્રીરામનામ સંકીર્તન યોજાયું હતું. સંધ્યા આરતી પછી સ્વામી બ્રહ્માનંદજી મહારાજના જીવન અને સંદેશ વિશે આશ્રમના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.

૯મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સંધ્યા આરતી પછી સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજના જીવન અને સંદેશ વિશે આશ્રમના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.

જેમ નવરાત્રી એ દેવી દુર્ગાપૂજાનો અવસર છે, દીપાવલી એ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીની પૂજાનો દિવસ છે; તેવી જ રીતે ‘વસંત પંચમી’ એ દેવી સરસ્વતીનો જન્મદિવસ છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દર વર્ષની જેમ વસંત પંચમીના દિવસે ૧૦મી ફેબ્રુઆરી,૨૦૧૯ના રોજ સવારથી બપોર સુધી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારે મંગળા આરતી પછી ધ્યાન, ભજન, વૈદિકમંત્રોચ્ચાર, દેવી સરસ્વતીની પ્રતિમાપૂજા, વિશેષ હવન અને પુષ્પાંજલીનો કાર્યક્રમ શ્રીમંદિરમાં યોજાયો હતો. આરતી પછી ભાવિકજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. પૂજાવિધિ નિહાળવા રાજકોટની કેટલીક શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનો શ્રીમંદિરમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

૩જી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ સવારે ૯ થી ૧૧ સુધી આશ્રમના વિવેક હોલમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થી માટે વિશેષ માર્ગદર્શન સાથે ‘પરીક્ષાના ભયમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી’ વિશે પ્રેરક અને પ્રોત્સાહક વ્યાખ્યાન સ્વામી નિખિલેશ્વરાનંદે આપ્યું હતું.

તા. ૪ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ ‘બાઈઝેગ’ દ્વારા સવારના ૧૧ થી ૧૨ દરમિયાન ગુજરાત રાજ્યના ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ ભાઈબહેનો માટે પ્રેરણા, પ્રોત્સાહન, અને માર્ગદર્શન પૂરાં પાડતાં સ્વામી નિખિલેશ્વરાનંદનાં પ્રવચનો યોજાયાં હતાં. આ ઉપરાંત શ્રી સાંઈરામ દવે, ડૉ. મહેબૂબ દેસાઈ, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, શ્રી ભવેન કચ્છીનાં પ્રવચનો ફેબ્રુઆરીની જુદી જુદી તારીખે યોજાયાં હતાં.

૧૯મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સંધ્યા આરતી પછી સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજના જીવન અને સંદેશ વિશે આશ્રમના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.

ઓપરેશનલ મેનેજમેન્ટમાં માતબર પ્રદાન આપનાર, આ ક્ષેત્રના વિદ્વાન, બિઝનેશ એક્સલન્સના અધ્યક્ષ, ૫૦૦થી વધુ કંપનીઓને પોતાની કાર્યકુશળતાની ઉત્કૃષ્ટતા સાધવા માર્ગદર્શન આપનાર, દેશનાં ૧૪ રાજ્યોની ૫૦ યુનિવર્સિટીઓમાં પોતાનાં વ્યાખ્યાનો દ્વારા ૬,૭૫,૦૦૦ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વ્યવસ્થાપનના સંવાહકોને સંબોધનાર ડૉ. શ્રી મનુ કે. વોરાનું ‘સેવા’ વિશે જાહેર વ્યાખ્યાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હાૅલમાં ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ને સોમવારના રોજ સાંજે ૬ :૦૦ થી ૭ :૦૦ સુધી યોજાયું હતું.

 

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.