શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્રવૃત્તિ વિવિધા

સ્વામી વિવેકાનંદ શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ મહોત્સવ

૨૮મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને મારવાડી યુનિવર્સિટી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘વિદ્યાર્થી જીવનમાં સફળતાનું વ્યવસ્થાપન’ વિશે એક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાંથી ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

‘પરીક્ષાના તણાવમાંથી કેવી રીતે મુક્ત થવું’ એ વિશે ૯ શાળાના ૨૫૦ વિદ્યાર્થીઓ માટે ૩જી ફેબ્રુઆરીના રોજ એક વિશેષ શિબિરનું આયોજન થયું હતું.

બિઝનેશ એક્સલન્સ અને આઈએનસી, યુ.એસ.એ.ના ચેરમેન અને પ્રેસિડન્ટ એવા વ્યવસ્થાપન તંત્રના તજ્જ્ઞ ડૉ. મનુ કે. વોરાનું પ્રવચન ૧૧મી ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું.

સ્વામી વિવેકાનંદ વિશે રાજ્યકક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ગુજરાતભરના ૯ થી ૧૨ ધોરણના, ૯૯૪ શાળાના ૭૯,૧૩૧ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. ૨૪મી ફેબ્રુઆરીના રોજ આ સ્પર્ધાના જિલ્લાકક્ષાના ૯૬ અને રાજ્યકક્ષાના ૬ વિજેતા વિદ્યાર્થીઓ માટે પારિતોષિક વિતરણ સમારંભ ગુજરાત રાજ્યના સન્માનનીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્ય અતિથિસ્થાને યોજાયો હતો અને તેમના વરદહસ્તે પારિતોષિકો અપાયાં હતાં.

શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સ્વામી વિવેકાનંદની ગુજરાતની મુલાકાતની સ્મૃતિરૂપે ‘Swami Vivekananda and Gujarat’ નામના સોવેનિયરનું શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે વિમોચન ૨૪મી ફેબ્રુઆરીના રોજ થયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને સંસ્કૃત ભારતી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિયત-માસિક-સંસ્કૃત સંભાષણ-શિબિરનું આયોજન દર મહિનાની ૨૧ થી ૩૦ તારીખ સુધી સમય બપોર પછી ૪.૦૦ થી ૫.૩૦ દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેક હાૅલમાં થાય છે. સંસ્કૃત પ્રેમીઓ એમાં ભાગ લે છે. ડૉ. કાંતિભાઈ કાથડનો વિશેષ સાથ સહકાર રહે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘યોગસાધના જાગરુકતા’ વિશેના ૧૫ દિવસના નિ :શુલ્ક વર્ગાે

૧૮ ફેબ્રુઆરી થી ૮ માર્ચ સુધી સવારે ૭ થી ૮ વાગ્યા દરમિયાન બહેનો અને ભાઈઓ માટે યોજાયા હતા. આ વર્ગાેમાં સ્વામી વિવેકાનંદે ઉપદેશેલ રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ આ ચારેય યોગના સમન્વયની વાત આ શિબિરમાં વિગતે થઈ હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નિયમિત રીતે ૧૫ થી ૩૫ વર્ષના ભાઈઓ માટે દર રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી આશ્રમના વિવેક હાૅલમાં ‘યુથ સ્ટડી સર્કલ’ યોજાય છે. આ શિબિરમાં યુવાનો માટે આશ્રમના સંન્યાસીઓના માર્ગદર્શન હેઠળ મનની શક્તિ, હું કોણ છું, સકારાતમક વિચાર, નિર્ભયતા, ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસની વૃદ્ધિ, સફળતાનાં સોપાનો જેવા વિવિધ વિષયો પર સ્વામી વિવેકાનંદના વિચારો વિશે વાચન, ચિંતન અને પરિચર્ચા થાય છે.

પ્રોફેશ્નલ માટે હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ

* ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ રાજકોટની ટોપલેન્ડ ઇન્ડ.ના ૫૦ સંવાહકો માટે શિબિર યોજાઈ હતી.
* ૨૦મી ફેબ્રુઆરીએ ભૂજની સૃજન ઇન્ડ.ના ૭૫ સંવાહકો માટે શિબિર યોજાઈ હતી.
* ૨૨મી ફેબ્રુઆરીએ એગ્રોસેલ, ધોરડો, કચ્છના ૨૫ સંવાહકો માટે શિબિર યોજાઈ હતી.
* ૨૨મી ફેબ્રુઆરીએ લીલાધર પાસો એન્ડ હનીકોમ્બના ૧૦૦ સંવાહકો માટે શિબિર યોજાઈ હતી.

મૂલ્યલક્ષી શિક્ષણ- આશ્રમના પટાંગણમાં

તારીખ સંસ્થા વિદ્યાર્થી
૫/૨/૧૯ તપસ્વી સ્કૂલ, ધોરણ – ૮ ૪૫
૭/૨/૧૯ તપસ્વી સ્કૂલ, ધોરણ – ૯ ૪૫
૮/૨/૧૯ તપસ્વી સ્કૂલ, ધોરણ – ૧૦ ૬૫
૧૧/૨/૧૯ કડવીબાઈ કન્યા વિ., ધોરણ – ૧૧ ૫૫
૧૨/૨/૧૯ કડવીબાઈ કન્યા વિ., ધોરણ – ૯ ૫૩
૧૯/૨/૧૯ કડવીબાઈ કન્યા વિ., ધોરણ – ૧૧ ૬૦
૨૨/૨/૧૯ પી એન્ડ ટી શેઠ વિ., ધોરણ – ૧૧ ૪૨
૧૧/૨/૧૯ પી એન્ડ ટી શેઠ વિ., ધોરણ – ૯ ૪૦

 

 

મૂલ્યલક્ષી શિક્ષણ- વિવિધ વ્યક્તિગત શાળાઓમાં

* ૧૬મી ફેબ્રુઆરીએ ટંકારાની શ્રી ઓરપાટ કન્યા વિદ્યાલયનાં ૬૦૦ બહેનો માટે મૂલ્યલક્ષી શિક્ષણશિબિર.
* ૧૯મી ફેબ્રુઆરીએ આદિપુરની તોલાણી પોલીટેકનિક કોલેજના ૨૦૦ વિદ્યાર્થી માટે મૂલ્યલક્ષી શિક્ષણશિબિર.
* ૧૯મી ફેબ્રુઆરીએ આદિપુરની વિદ્યાભારતી વિદ્યાલયના ૩૦૦ વિદ્યાર્થી માટે મૂલ્યલક્ષી શિક્ષણશિબિર.
* ૧૯મી ફેબ્રુઆરીએ અંજારની દેવર આદિવાસી વિદ્યાર્થીહોસ્ટેલના ૫૦૦ વિદ્યાર્થી માટે મૂલ્યલક્ષી શિક્ષણશિબિર.

મહાશિવરાત્રી મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૪થી માર્ચના રોજ મહાશિવરાત્રિના પવિત્રપર્વ નિમિત્તે રાતના ૯ થી સવારના ૪ :૩૦ સુધી ષોડશોપચાર પૂજા, હવન, ભજન, વૈદિકમંત્રોચ્ચાર, શિવમહિમા ગાન વગેરેનું આયોજન થયું હતું. બહોળી સંખ્યામાં ભક્તોએ આ વિશેષ પૂજાનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ

૮મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને શુક્રવારના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે સવારે ૫.૦૦ વાગ્યે મંગલા આરતી બાદ વૈદિક મંત્રોચ્ચાર, સ્તોત્રપાઠ અને ભજનનો કાર્યક્રમ ભક્તજનોની સંનિધિમાં યોજાયો હતો. સવારે ૮.૦૦ વાગ્યે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની છબિને શણગારેલી પાલખીમાં રાખીને મંદિરના પરિક્રમાપથ પર યોજાયેલ શોભાયાત્રામાં ઘણી સંખ્યામાં ભાવિક ભાઈબહેનોએ ભાગ લીધો હતો. આ શોભાયાત્રામાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને વિદ્યાર્થીગૃહના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ શોભાયાત્રામાં થયેલ સમૂહકીર્તનગાન, નૃત્ય વગેરે બધા ભક્તોએ આનંદભેર માણ્યાં હતાં. શ્રીમંદિરમાં સવારના ૮.૦૦ વાગ્યાથી વિશેષપૂજા, ભજન, પુષ્પાંજલિ, હવન, કીર્તનભજન પછી ભોગ આરતી થઈ હતી. ત્યાર બાદ ૧૨.૩૦ વાગ્યે ૨૦૦૦ થી વધુ ભકતજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫.૪૫ વાગ્યે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન અને સંધ્યા આરતી પછી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રવચન અને ત્યાર બાદ ભક્તિગીતો યોજાયાં હતાં.

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.