સ્વામીએ (સ્વામી વિવેકાનંદે) એક્ વાર ગાઝીપુરના પવહારી બાબાને પૂછ્યું હતું કે ‘કાર્યમાં સફળતાનું રહસ્ય શું?’ અને જવાબ મળ્યો હતો, ‘જાૈન સાધન તૌન સિદ્ધિ – જે સાધન તે જ સિદ્ધિ’, એટલે કે સાધન કે ઉપાયોને સાધ્ય કે ઉદ્દેશ્યની જેવાં ગણવાં પડશે.

આ ઉક્તિનો સાચો અર્થ લોકો લાંબે ગાળે કોઈ કોઈ વાર થોડો વખત જ સમજે છે. પરંતુ જો એનો અર્થ આ હોય કે સાધકની સમસ્ત શક્તિ સાધન-ઉપાય ઉપર જ કેન્દ્રીભૂત થવી જોઈએ, જાણે કે એ જ ઉદ્દેશ્ય છે અને એના સિવાય જાણે કે બીજો કોઈ ઉદ્દેશ્ય જ ન હોય; એવું હોય તો પછી એ ગીતાના મહાન ઉપદેશની પ્રસ્તુતિ ભિન્નરૂપની થવી જોઈએ :

‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ’

કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં કદીય નહીં.

અમારા આચાર્યદેવ (સ્વામી વિવેકાનંદ) તેમના શિષ્યોને આ આદર્શના અમલ દ્વારા પ્રેરિત કરવાનું રહસ્ય ખૂબ જાણતા. તેઓને અનુભવ થતો કે જો કોઈ યુરોપવાસીને ભારત માટે કાર્ય કરવું હોય, તો તેને એ ભારતીય પ્રણાલી અનુસાર જ કરવું પડશે. તેઓ શા માટે આમ ધારતા હતા, એનું કારણ તો તેઓ જ જાણે. આ વિષયમાં એક બાજુએ જેમ તેઓ ક્યાં મુખ્ય અને ક્યાં ગૌણ અંગ, તે બરાબર છૂટાં પાડતા, તે જ રીતે બીજી બાજુથી અતિસામાન્ય વિગતોને પણ બાકાત રાખતા નહીં.

ભારતમાં જે બધા ખાદ્ય પદાર્થાે શાસ્ત્રસમ્મત હોય તેનો જ આહાર કરવો, તેમજ હાથમાં લઈને કોળિયા ભરવા, જમીન પર જમવા બેસવું ને સૂવું, બધા હિન્દુ આચાર પાળવા, તેમજ હિન્દુ દૃષ્ટિએ જે બધાં આચરણો સારાં કે ખરાબ ગણાય, તે બધાંને એ જ દૃષ્ટિએ નિહાળવાં અને તે અનુસાર બરોબર ચાલવું. આમાંનું દરેક તેમના મત અનુસાર એ ભારતીય ભાવ ગ્રહણ કરી લેવાના ઉપાય સ્વરૂપ હતું કે જેના દ્વારા એ પછીથી વિદેશીઓ જીવનની મોટી મોટી સમસ્યાઓનું ભારતીય સમાધાન પોતાની મેળે જ ઠીક ઠીક રીતે સ્વીકારવા અને સમજવા ટેવાશે. બહુ જ નજીવી વાતો, જેમ કે સાબુને બદલે ચણાનો લોટ અને લીંબુનો રસ વાપરવો- આવી બધી વાતોને તેઓ વિચારવા યોગ્ય તથા આચરવા યોગ્ય ગણતા.

તે એટલી હદ સુધી કે વિભિન્ન સંપ્રદાયોની જે બધી પ્રાચીન ધારણાઓ અસંસ્કારી લાગે, તે બધીને પણ સમજી લેવા તથા પોતાની કરી લેવા પ્રયત્ન કરવો પડશે. સ્વામી અંતરના ઊંડાણમાં સમજતા કે કદાચ એવો પણ દિવસ આવે કે જ્યારે લોકો તેમની જેમ આ બધી માન્યતાઓની પેલી પાર જાય. પરંતુ કોઈ એક અવસ્થાનો અનુભવ કરીને તેની મારફત એની પેલી પાર જવું તેમજ અંધ બની દૃષ્ટિહીનતાને લઈને તેને ઉડાવી દેવી કે તેનો તિરસ્કાર કરવો- આ બેની વચ્ચે કેવો મોટો ભેદ છે!

કોઈપણ પ્રથાનું શિક્ષણ દેવાની સાથોસાથ તેની અંદર રહેલા આદર્શને પણ દેખાડી દેવાની સ્વામીમાં અસાધારણ શક્તિ હતી. આજ સુધી અમે પશ્ચિમવાસી ફૂંક મારીને દીવો ઓલવવાના કામને બહુ અપવિત્ર તથા અસભ્ય જનોચિત કાર્ય ગણીને કંપી ઊઠતાં.

Total Views: 208

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.