યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણના બાળકો યોગાસનો શીખી લીધા પછી એકલાં ન કરે પણ વાલી કે શિક્ષકની હાજરીમાં કરે. અહીં એકથી દસ ધોરણનો અભ્યાસક્રમ છે. વય વધે તેમ યોગાભ્યાસમાં પ્રગતિ અને પરિવર્તન આવશે. આ એક સર્વાંગી જીવનશિક્ષણ છે. માસિકધર્મ વખતે બાળાઓએ યોગાભ્યાસ કરવો કે નહીં તે તેના પર આધારિત છે. કષ્ટ વિના સરળતાથી થઈ શકે તો ચાલુ રાખી શકે. યોગાભ્યાસ વખતે પુરુષ બાળકનું ગુપ્તાંગ બે પગ વચ્ચે કે પગ અને જમીન વચ્ચે દબાઈ નહીં એ જોવું.

આટલાં સંક્ષિપ્ત સૂચનો પછી આપણે ધોરણ ૧, ઉંમર વર્ષ ૬નાં બાળકો માટે એક પછી એક ક્રમશ : દર મહિને એક આસન આવશે. વાલી અને શિક્ષકો એમાં બરાબર રસ લે એ હિતાવહ છે.

આસન – ૩. બાળ ભુજંગાસન : આ આસન ભુજંગાસનનું સરળ સ્વરૂપ છે.

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે :

૧. જમીન પર ઊંધા અર્થાત્ પેટભર સૂઈ જાઓ. બન્ને પગ, પગનાં આંગળાં અને એડીઓ ભેગાં રાખો. પગનાં આંગળાં પાછળની દિશામાં રાખો. બન્ને હાથ શરીરની બાજુમાં શરીરને સમાંતર ગોઠવો. કપાળ જમીન પર લાગેલું રહેશે.

૨. મસ્તક ધીમે ધીમે ઉપર વાળો અને જમીન પર કપાળને બદલે હડપચી ગોઠવો. બન્ને હાથ કોણીથી વાળીને આગળ લો. બન્ને કોણીઓ મસ્તકની બન્ને બાજુ ગોઠવો. બન્ને કોણીઓ વચ્ચે અંતર રાખો. બન્ને હાથનાં કાંડાં એકઠાં કરો. બન્ને હાથના પંજા પહોળા કરીને, બન્ને પંજાની વચ્ચે હડપચી ગોઠવો. મસ્તક ઉપર વાળો. ઉપર જુઓ અથવા આંખો બંધ કરો.

૩. શ્વાસોચ્છ્વાસ સામાન્ય સ્વરૂપે ચાલુ રાખો.

૪. આ અવસ્થામાં એક મિનિટ રહી શકાય.

પ. મૂળ અવસ્થામાં પાછા આવો.

૬. આસનનો અભ્યાસ બે કે ત્રણ વખત કરો.

Total Views: 387

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.