शब्ददिभिः पञ्चभिरेव पञ्च पञ्चत्वमापुः स्वगुणेन बद्धाः ।
कुरङ्ग-मातङ्ग-पतंङ्ग-मीन-भृङ्गा नरः पञ्चभिञ्चितः किम् ।।76।।

હરણ, હાથી, પતંગિયું, માછલી તથા ભમરો- આ પાંચ પ્રકારના જીવ પોતપોતાના ગુણ પ્રમાણે ક્રમશ : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ- આ પાંચમાંથી એક એક વિષયમાં આબદ્ધ થઈને મૃત્યુ પામે છે; તો પછી આ પાંચેયમાં આસક્ત રહેલા મનુષ્યની તો શી ગતિ થશે ?

दोषेण तीव्रो विषयः कृष्ण-सर्प-विषादपि ।
विषं निहन्ति भोक्तारं द्रष्टारं चक्षुषाप्ययम् ।।77।।

દોષની દૃષ્ટિએ જુઓ તો ભોગ્ય વિષય કાળા નાગના વિષથી પણ વધારે તીવ્ર છે, કારણ કે વિષ તો ખાનારને મારે છે, પરંતુ આ વિષય આંખોથી જોનારને પણ મારી નાખે છે.

विषयाशा-महा-पाशाद्-यो विमुक्तः सु-दुस्त्यजात् ।
स एव कल्पते मुक्त्यै नान्यः षट्शास्त्र-वेद्यपि ।।78।।

વિષયોની આશારૂપ આ મહાબંધનનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે, એનાથી મુક્ત થનાર વ્યક્તિ જ મુક્તિનો અધિકારી છે. બીજો કોઈપણ, પછી ભલે તે છ શાસ્ત્રોને જાણનારો હોય, તોપણ તે (મુક્તિનો અધિકારી)

Total Views: 360

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.