आपात-वैराग्यवतो मुमुक्षून् भवाब्धिपारं प्रतियातुमुद्यतान् ।
आशाग्रहो मज्जयतेऽन्तराले निगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ।।79।।

જે મુમુક્ષુ વૈરાગ્યવાળો બનીને પણ ભવસાગરને પાર કરવાના પ્રયત્ન કરે છે, આશારૂપી ગ્રાહ તેના ગળાને પકડીને તીવ્રવેગે હટાવીને તેને અધવચ્ચે જ ડુબાડી દે છે.

विषयाख्यग्रहो येन सुविरक्त्यसिना हतः।
स गच्छति भवाम्भोधेः पारं प्रत्यूहवजिर्तः ।।80।।

જે સાધકે તીવ્ર વૈરાગ્ય રૂપી તલવારથી વિષયકામના રૂપી ગ્રાહનો વધ કરી નાખ્યો છે, તે પ્રત્યેક આડખીલીઓથી મુક્ત રહીને ભવસાગર પાર કરીને ચાલ્યો જાય છે.

विषम-विषय-मार्गैर्गच्छतोऽनच्छबुद्धेः प्रतिपदमभियातो मृत्युरप्येष विद्धि ।
हितसुजनगुरूक्त्या गच्छतः स्वस्य युक्त्या प्रभवति फलसिद्धिः सत्यमित्येव विद्धि ।।81।।

(રૂપ, રસાદિ) ભોગ્ય વિષયોના કઠિન માર્ગ પર ચાલતા, અશુદ્ધ બુદ્ધિવાળા સાધકના પગલે પગલે આ મૃત્યુ પણ એની સાથે ચાલતું રહે છે તેમ માનવું. વળી આ સત્ય પણ જાણી લો કે હિતાકાંક્ષી સાચા ગુરુનો ઉપદેશ તથા પોતાની બુદ્ધિની સહાયથી ચાલનાર (આત્મબોધ રૂપી) ફળસિદ્ધિ પ્રાપ્ત કરે છે.

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram