मोक्षस्य कांक्षा यदि वै तवास्ति त्यजातिदूराद्विषयान्विषं यथा।
पीयूषवत्तोषदयाक्षमार्जवप्रशान्तिदान्तीर्भज नित्यमादरात्।।82।।

જો તમને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા હોય, તો વિષયોને વિષ સમાન (ગણીને) ઘણા દૂરથી જ ત્યજી દો;
અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, શમ અને દમ આ ગુણોનું પ્રતિદિન અમૃતની જેમ આદરપૂર્વક સેવન કરો.

अनुक्षणं यत्परिहृत्य कृत्यमनाद्यविद्याकृतबन्धमोक्षणम् ।
देहः परार्थोऽयममुष्य पोषणे यः सज्जते स स्वमनेन हन्ति ।।83।।
અનાદિ અવિદ્યા દ્વારા થયેલ બંધનમાંથી મુક્તિ માટે પ્રતિક્ષણ પ્રયાસરૂપી પોતાના સાચા કર્તવ્યને ત્યજીને જે બીજાના ભોગ્ય પદાર્થરૂપી પોતાના દેહના પોષણમાં આસક્ત રહે છે, તે આ કૃત્ય દ્વારા જાણે કે આત્મહત્યા કરે છે.

शरीर पोषणार्थी सन् य आत्मानं दिदृक्षति ।
ग्राहं दारुधिया धृत्वा नदीं तर्तुं स गच्छति ।।84।।

જે વ્યક્તિ બધો સમય શરીરના પાલનપોષણમાં જ વ્યસ્ત રહીને પોતાના આત્મસ્વરૂપનું દર્શન કરવા ઇચ્છુક છે,
તે જાણે કે મગરને જ લાકડું ગણી-સમજીને, તેને પકડીને નદી પાર કરવા ઇચ્છે છે.

Total Views: 377

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.