શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સમાચાર વિવિધા

મૂલ્યલક્ષી શિક્ષણ : રાજકોટ શહેરની ૧૨૫ શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરથી ૨૭મી સપ્ટેમ્બર સુધીમાં ૧૨૫ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમોમાં વ્યાખ્યાન, પરિચર્ચા, સ્વામી વિવેકાનંદ શિકાગો વ્યાખ્યાનો પર ક્વીઝ, ૧૧મી સપ્ટેમ્બરે એમણે શિકાગોમાં આપેલ પ્રથમ વ્યાખ્યાનનું વાંચન વગેરેનું આયોજન થયું હતું. આ કાર્યક્રમોમાં ૨૩,૨૨૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મૂલ્યલક્ષી શિક્ષણ પ્રવૃત્તિ : સંસ્થાના વિવેક હાૅલમાં ૭૯ વિદ્યાર્થીઓ માટે બે નિવાસી વ્યક્તિત્વ વિકાસ શિબિર; વિવેક હાૅલમાં કાૅલેજના ૬૨૮ વિદ્યાર્થીઓએ મૂલ્યલક્ષી કેળવણીની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો; એવી જ રીતે માધ્યમિક શાળાના ૧૩૬૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એ પ્રમાણે બાળપુસ્તકાલયમાં પ્રાથમિક શાળાના ૨૬૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આશ્રમ સિવાયની બહારની બીજી શાળાઓનાં ૨૨,૯૯૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રીતે આ પ્રવૃત્તિનો લાભ કુલ ૨૫,૩૩૫ વિદ્યાર્થી ભાઇ-બહેનોને મળ્યો હતો.

ઘનકચરાનો નિકાલ કરો, પર્યાવરણને સ્વચ્છ બનાવો : પ્રચંડ વસ્તી વધારા સાથે શહેર કે ગામડાંનો મોટા ભાગનો ઘનકચરો ખાદ્યપદાર્થાેે અને પ્લાસ્ટીક વપરાશમાંથી આવે છે. આ ભીના કચરાને રીયુઝ કરીને ‘સ્વચ્છ પર્યાવરણ’ અને ‘નિર્મળ ભારત’ની દિશામાં કાર્ય કરી શકીએ. શહેરના નાગરિકો માટે ૨, ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ સવારે ૧૦ :૦૦ થી ૧૧ :૩૦ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હાૅલમાં એક પ્રારંભિક વ્યાખ્યાન અને જૂથ ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ના વૈજ્ઞાનિક ડૉ. શરદ કાળેએ વ્યાખ્યાન સાથે નિદર્શન આપ્યું હતું.

સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં મધુર સંસ્મરણો વિશે વ્યાખ્યાન : રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં મધુર સંસ્મરણો વિશે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હાૅલમાં શનિવાર, તા.૫મી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ સાંજે ૭ :૪૫ કલાકે રામકૃષ્ણ મઠ, બાગબઝારના અધ્યક્ષ સ્વામી નિત્યમુક્તાનંદજી મહારાજના વક્તવ્યનું આયોજન થયું હતું.

ડૉ. કલામના પુસ્તકનું વિમોચન અને યુવા સંમેલન : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ડૉ. કલામના જન્મદિને એક યુવા સંમેલનનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૭૦૦ યુવા ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ અને રાજકોટના કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહને આ પ્રસંગે વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત રહીને ડૉ. કલામ અને સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ વિશે પ્રેરક ઉદ્‌બોધન કર્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ડૉ. કલામના પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ અને ભારતના યુવાનો’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ડૉ. કલામે રામકૃષ્ણ મઠ-મિશનના વિવિધ કેન્દ્રોમાં આપેલ પ્રવચનોનું સંકલન કરવામાં આવ્યું છે. સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં ડૉ. કલામ સાથેના સંસ્મરણો સુંદર રંગીન છબીઓ સહિત આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ છે. આ પુસ્તક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકાનંદ બૂકવર્લ્ડમાં ઉપલબ્ધ છે.

ત્રિ-દિવસીય આધ્યાત્મિક શિબિર : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અગાઉથી નોંધાયેલા સભ્યો માટે ૮મી નવેમ્બર થી ૧૦મી નવેમ્બર, ૨૦૧૯ સુધી ત્રિ-દિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રામકૃષ્ણ સંઘના અને મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ- સ્વામી આદિભવાનંદ મહારાજ-વરિષ્ઠ સંન્યાસી-રામકૃષ્ણ સંધ; સ્વામી આત્મવિદાનંદ મહારાજ-સેક્રેટરી-રામકૃષ્ણ મિશન આશ્રમ,વિશાખાપટ્ટનમ્; સ્વામી વિષ્ણુપાદાનંદ મહારાજ-સેક્રેટરી-રામકૃષ્ણ મિશન આશ્રમ,ઔરંગાબાદ; શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે વ્યાખ્યાનો દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન આપેલ તેમજ શિબિરમાં જપ-ધ્યાન, વૈદિક મંત્રોચ્ચાર, ગીતાપાઠ, ભજન-કીર્તન, વિડીયો શો, પ્રશ્નોત્તરી અને શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી વાંચન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

રામકૃષ્ણ મઠમિશનનાં અન્ય રાજ્યોમાં થયેલ રાહત સેવાકાર્યો :

આસામના ગુવાહાટી કેન્દ્ર દ્વારા દારાંગ જિલ્લામાં ચલાવેલ મેડિકલ કેમ્પમાં ૧૦મી ઓગસ્ટે ૪૭૩ દર્દીઓને દાક્તરી સહાય આપવામાં આવી હતી.

બિહારના કટીહાર કેન્દ્ર દ્વારા કટીહાર જિલ્લાનાં પૂરગ્રસ્ત ૮૮૫ કુટુંબોમાં ૨૫૦૦ કિલો પૌવા અને ૨૬૦ કિલો ગોળનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કર્ણાટકના બેલાગાવી શહેરમાં અતિવૃષ્ટિને કારણે બેલાગાવી કેન્દ્ર દ્વારા ૨૪૬ પેકેટ્સ બિસ્કીટ, ૩૩૬ પાણીની બોટલ, ૧૨૩ મીણબત્તીનાં પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આની સાથે ૧૧ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન ક્રિષ્નાનદીના કિનારે રહેતાં ગ્રામ્ય વિસ્તારનાં ૧૨૩૧ કુટુંબોમાં ૩૨૧૦ કિ. ચોખા, ૨૦૩૮ કિ. દાળ, ૪૫૬૨ કિ. લોટ, ૧૨૫૦ કિ. જુવારનો લોટ, ૧૦૪૩ કિ. ચણા, ૫૧૧ કિ. રવો, ૮૩૬ કિ. પૌવા, ૧૪૪૩ કિ. ખાંડ, ૩૫૩૨ લીટર ખાદ્યતેલ, ૧૧૨૩ કિ. મીઠું, ૨૨૫ કિ. મરચું, ૨૪૬ કિ. ચા, ૨૯૪૪ બિસ્કીટનાં પેકેટ, ૩૨૩ સાદડી, ૧૩૪૨ ધાબળા, ૧૩૩૬ ઓછાડ, ૪૫૦ ડોલ તથા ટમ્બલર, ૨૦૦ પેકેટ મીણબત્તી, ૬૨૦ બાકસ બોક્સ, ૨૮૦ ડીસ, ૨૨૪૬ ગોટી નહાવાનો તથા ધોવાનો સાબુ, ૧૧૨૩ ટૂથપેસ્ટ, ૨૦૪૪ ટૂથબ્રશ, ૪૬૦ ઓલઆઉટ બોક્સ, ૧૨૩૧ સાડી, ૧૨૪૨ સ્ત્રીઓના વસ્ત્ર, ૧૨૦૨ લૂંગી, ૨૯ ધોતી, ૧૧૨૩ ટી-શર્ટ, ૨૨૭૪ ટુવાલ અને બીજાં કપડાંનું વિતરણ થયું હતું. ૧૫મી ઓગસ્ટે આ કેન્દ્રના ડાૅક્ટરની એક ટીમે આજુબાજુનાં બે ગામમાં જઈને ૨૫૦ દર્દીઓને તપાસીને દવા આપી હતી.

કર્ણાટક રાજ્યના કોડાગુ જિલ્લામાં પોણ્ણમ પેટ કેન્દ્ર દ્વારા ૨૦ ગામનાં અતિવૃષ્ટિગ્રસ્ત ૯૮૧ કુટુંબોમાં ૯૨૫ કિ. ચોખા, કરિયાણાની કીટ, ૨૧૦ બિસ્કીટનાં પેકેટ્સ, ૧૪૨ સાડી, ૭૧ લૂંગી, ૮૯ ટી-શર્ટ, ૯૧ પેન્ટ, ૪૭૧ સ્ત્રીઓનાં વસ્ત્ર, ૫૧૪ આંતરવસ્ત્રો, ૨૭૫ સ્વેટર, ૨૯૮ ટુવાલ, ૮૧ શાલ, ૮૧ રેઈનકોટ, ૩૫૮ ધાબળા, ૧૦૯ તાલપત્રી, ૯૯૨ નોટબૂક, ૨૦ કંપાસ, ૧૬૨ સ્ટેશનરી કીટ્સ, ૯ સ્કૂલ બેગ, ૬૩ ટૂથપેસ્ટ, ૨૦ કિ. બ્લીચીંગ પાવડર, ૧૨ ટિસ્યૂ પેપર રોલ, ૩૬ બાસ્કેટ, ૮૯ ડોલ અને ટમ્બલરનું વિતરણ થયું હતું.

કેરળના કોઈલેન્ડિ કેન્દ્ર દ્વારા કોઝીકોડ અને વાયનાડ જિલ્લાનાં ૩૦૦ કુટુંબોમાં ૨૧૦૦ કિ. ચોખા, ૨૦૦ કિ. દાળ, ૨૦૦ કિ. ખાદ્યતેલ, ૪૦૦ બિસ્કીટ પેકેટ્સ, ૪૦૦ સાડી તથા ધોતી અને ૨૦૦ નહાવાના સાબુનું વિતરણ થયું.

૧૩ થી ૧૬ ઓગસ્ટ સુધીમાં પાલ કેન્દ્રના સંસ્કૃત કોલેજના વિદ્યાર્થીઓએ આ રાહત સેવાકાર્યમાં ભાગ લઈને કોટ્ટાયમ અને વાયનાડ જિલ્લાનાં ૧૨૫ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૭૫ કિ. ચોખા, ૨૦ કિ. મસૂરદાળ, ૫૦ કિ. બટેટાં તથા ડુંગળી, ૫૫ પેકેટ ખાદ્યતેલ, પપ કિ. મીઠું, ૫૦ બિસ્કીટ પેકેટ, ૧ કિ. કોફી, ૩૦ કિ. ખાંડ, પ૦૦ બોટલ પીવાનું પાણી, ૬૦ ગોટી સાબુ, ૫૫ ડિટર્જન્ટ પાવડર પેકેટ, ૫૦ ટૂથબ્રશ અને પેસ્ટ, ૫૦ પેકેટ મીણબત્તી,

૫ લૂંગી, ૫૫ તૈયાર વસ્ત્રો, ૬૦ ટુવાલ, ૬૦ બોટલ વાસણ સાફ કરવાના પ્રવાહીનું વિતરણ કર્યું હતું.

પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારમાં થયેલ ભારે અતિવૃષ્ટિને કારણે સાંગલી, સતારા અને કોલ્હાપુર જિલ્લાનાં ૧૫૦૦ પૂરગ્રસ્ત કુટુંબોમાં પૂણે કેન્દ્ર દ્વારા ૧૭,૭૦૦ ફૂડ પેકેટ, ૧૫૦૦ કિ. ચોખા, ૧૦,૦૦૦ કિ. જુવારનો લોટ, ૨૫૦૦ કિ. ઘઉંનો લોટ, ૧૪૭૦ કિ. દાળ અને ૧૦૦ કિ. રવો, ૨૦ કિ. પૌવા, ૨૦ કિ. મગફળી, ૨૫૦ કિ. મીઠું, ૧૧૭૧ મરી-મસાલાના પેકેટ, ૧૫૦૦ કિ. ખાદ્યતેલ, ૧૧૦ કિ. ચા, ૪૦ કિ. દૂધનો પાવડર, ૬૦૦ કિ. ખાંડ, ૯૦૦ બાકસ બોક્સ, ૨૬૦૦ કેન્ડલ બોક્સ, ૧૦૦ ટૂથપેસ્ટ, ૧૦૦ ગોટી ન્હાવાનો તથા ડિટર્જન્ટ સાબુ, ૧૨૦૦ ધાબળા, ૧૦૦૦ ઓછાડ, ૧૨૦૦ સાદડીનું વિતરણકાર્ય ૭ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન થયું હતું.

અરુણાચલ પ્રદેશના આલો કેન્દ્રની નજીક આવેલ એક ગામમાં એક ઘર બળીને ખાક થઈ જતાં આ કેન્દ્ર દ્વારા ૧૦ ધાબળા, ૧૨ ખમીશ, ૧૨ પેન્ટ, ૯ જેકેટ, ૯ સ્વેટર, ૩ પટ્ટા, તેમજ કડાઈ, ૩ વાસણ, ડોલ, ૪ પ્લેટ, ૪ બાઉલ, ૨ ચમચા, ૧ જગ, ૧ મગ, ૧ પાન સાથેનાં વાસણોનો સેટ તેમજ ૨૦ નોટબૂક, ૪ પેન્સીલ, પેન, ઇરેઝર,શાર્પનર વિદ્યાર્થીઓને અપાયાં હતાં.

અત્યંત ગરીબ અસહાય લોકોને રામકૃષ્ણ સંઘનાં ૧૧ કેન્દ્રો દ્વારા ૧૦૦ કિ. મકાઈનો લોટ, ૮૪૮૨ શર્ટ, ૧૪૪૫ ટી-શર્ટ, ૫૦૪૫ પેન્ટ, ૧૧૪૭ સાડી, ૧૫૦૦ ટોપ્સ, ૪૪૭ જેકેટ, ૧૧૭૩ સ્વેટર, ૧૧૭૮ ધાબળા, ૧૦૦ તૈયાર વસ્ત્રો, ૨૦૮૨ ગણવેશ, ૧ સાયકલ, ૧૫૬૬૮ નોટબૂક, ૯૧૪૧ કંપાસ, ૧૦૫૮ પેન, ૫૪૬ પેન્સીલ, ૧૮૨ ઇરેઝર અને શાર્પનર અને ૧૯૦ છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર : નિ :શુલ્ક નેત્રચિકિત્સા કેમ્પ : ૮મી નવેમ્બર, શુક્રવારે ૩૨ દર્દીઓ માટે નેત્રચિકિત્સા કેમ્પ યોજાયો હતો. તેમાંથી ૧૫ દર્દીઓનાં શિવાનંદ આઈ હોસ્પિટલ, વીરનગરમાં નિ :શુલ્ક ઓપરેશન થયાં હતાં.

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.