पञ्चीकृतेभ्यो भूतेभ्यः स्थूलेभ्यः पूर्वकर्मणा ।
समुत्पन्नमिदं स्थूलं भोगायतनमात्मनः ।
अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः ।।88।।
પંચીકૃત સ્થૂળ ભૂતોથી જીવાત્માનાં પૂર્વકર્મોના સંયોગે આત્માના ભોગ-આયતન રૂપે આ સ્થૂળ શરીર ઉત્પન્ન થયું છે. એની જાગ્રત અવસ્થા સ્થૂળ પદાર્થાેના
અનુભવ પર આશ્રિત છે.
बाह्येन्द्रियैः स्थूलपदार्थसेवां स्रक्चन्दनस्त्र्यादिविचित्ररूपाम् ।
करोति जीवः स्वयमेतदात्मना तस्मात्प्रशस्तिर्वपुषोऽस्य जागरे ।।89।।
બાહ્ય ઇન્દ્રિયોના માધ્યમથી જીવ પોતે જ માળા, ચંદન, સ્ત્રી આદિ વિવિધ પ્રકારના સ્થૂળ પદાર્થાેનો ભોગ કરે છે; એટલે આ જાગ્રત અવસ્થામાં એ સ્થૂળ
શરીરનું મહત્ત્વ છે.
सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रयः ।
विद्धि देहमिदं स्थूलं गृहवद्गृहमेधिनः ।।90।।
જે સ્થૂળ શરીરના આશ્રયથી વ્યક્તિનો બધો બાહ્ય સંસાર ચાલે છે,
તેને ગૃહસ્થના ઘર સમાન માનો.
Your Content Goes Here